• ગુજરાતના તમામ મોટા શહેરોમાં વેક્સીનેશન શરૂ- નવો જથ્થો આવ્યો
    મુખ્ય શહેર 17-1-2023 10:11 AM
    • રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર સહિત તમામ જગ્યાએ વેક્સીનનો નવો જથ્થો પહોંચ્યો- હેલ્થ સેન્ટરો પર વેક્સીનેશન શરૂ
    ગાંધીનગર

    ગુજરાતમાં તમામ મોટા શહેરોમાં વેક્સીનેશન ડ્રાઇવની શરૂઆત થઇ છે. તમામ મહાનગરોમાં પ્રિકોશન ડોઝ લેવા માટેની શરૂઆત કરાઇ છે. હાલમાં વેક્સીન ખુટી પડતા સ્થાનિકો અર્બન હેલ્થ સેન્ટર ખાતે જઇને પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકાર પાસેથી વધારે જથ્થાની માંગ કરાઇ હતી.રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર સહિત તમામ જગ્યાએ વેક્સીનનો નવો જથ્થો પહોંચ્યો- હેલ્થ સેન્ટરો પર વેક્સીનેશનની શરૂઆત કરાઇ છે.રાજકોટમાં કોરોનાના વધુ એક મોજાનો ભય થોડા સમય પહેલા ચીનમાં હાહાકાર સર્જાતા ગુજરાતમાં પણ સર્જાયો હતો ત્યારે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે સતત પૃચ્છા કરતા હતા. પરંતુ, ગુજરાતમાં કોરોનાના આ મોજાં, નવા વેરિયેન્ટની અસરો નહીં થતા અને રાજકોટમાં લાંબા સમયથી કોરોના કેસ ઝીરો થઈ ગયા છે ત્યારે આજે રાજકોટને કોવિશિલ્ડ રસીના ૬૫૦૦ ડોઝ મહાપાલિકાને ફાળવવામાં આવ્યા છે.મહાપાલિકા દ્વારા આજથી જ ૨૨  આરોગ્ય કેન્દ્રો ઉપરથી તેમજ સિવિલ હોસ્પિટલમાં વેક્સીનેશનની શરૂઆત થયા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!