• વડોદરા : પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં સૂચના
    મુખ્ય શહેર 17-1-2023 10:00 AM
    • દુકાન બંધ કરાવી દેવા સુધી ચીમકી- ટ્રાફ્રિક જામની સ્થિતિ સર્જાશે નહીં
    વડોદરા

    વડોદરામાં પાણીગેટથી માંડવી સુધીના રોડ પર વેપારીઓને દબાણ નહીં કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. મેયર અને સ્ટેન્ડિંગ સમિતિનાં ચેરમેને રોડ પર ચાલતા જઇને આ મુજબની સુચના આપી છે. રોડ રસ્તાને ખુલ્લા રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ સાથે મેયર તથા સ્ટેન્ડિંગ  કમિટીના ચેરમેન આજે સવારે પાણીગેટ થી માંડવી સુધીના રોડ પર ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને રોડ પર ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે માલ સામાન અને લટકણીયા રાખી દબાણ નહીં કરવા સમજ આપી હતી. પાણીગેટ થી માંડવી સુધીનો રોડ આમ પણ સાંકડો છે, પરંતુ વેપારીઓ દ્વારા રોડ પર લોખંડની એંગલો, પૂતળા વગેરે રાખીને માલ ડિસ્પ્લે કરે છે. તેના કારણે રોડ પર પસાર થવાની જગ્યા પણ પૂરતી બચતી નથી અને તેના લીધે ટ્રાફિકજામ થાય છે. આ અગાઉ પણ આ વિસ્તારમાં વેપારીઓને રોડ પર દબાણ નહીં કરવા અને માર્ગ ખુલ્લો રહે તે મુજબ વર્તવા સૂચના આપી હતી, પરંતુ તેનું કોઈ અમલ થયો નથી જેથી આજે ફરી વખત તેઓ ચાલતા નીકળ્યા હતા અને દુકાનદારોને સમજ આપી હતી, અને ચીમકી આપી હતી કે જો વેપારીઓ સમજ નહીં દાખવે તો દુકાન બંધ કરાવવા સુધીની કોર્પોરેશન કાર્યવાહી કરશે. દુકાનદારો ધંધો કરે તેની સામે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ લોકોને અને વાહન ચાલકોને નડતરરૂપ બને તે રીતે રોડ પર પૂતળા અને એંગલો મૂકી દબાણ કરવું તે ઠીક નથી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આજની આ મૌખિક સૂચના પછી પણ જો વેપારીઓ દબાણ કરવાનું ચાલુ રાખશે તો કોર્પોરેશન આગામી દિવસોમાં અહીં ત્રાટકીને દબાણ હટાવી માલસામાન વગેરે જપ્ત કરી લેશે એવું લાગે છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!