• ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઊભરી રહેલી બહુમુખી પ્રતિભાઃ કશિશ રાઠોર
  આર્ટિકલ 11-3-2023 02:20 PM
  લેખક: કશિશ રાઠોડ
  આજે આપણે વાત કરીશુ   Gen -Z સ્ટાર કશિશ રાઠોરની. જી હા, આજે આપડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રીની વાત કરીશુ જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવા છે પરંતુ એ પહેલેથી એક સ્ટેજ સિંગર, પ્લેબેક સિંગર અને પ્રોફેસર ઓફ આર્કિટેક્ટ તરીકે ખૂબ ચાહના મેળવી ચૂક્યા છે. ઇન્ડસ્ટ્રીમાં આટલા ટૂંકા સમયમાં 5 ફિલ્મો કરી છે, જેમાંથી એક રિલીઝ થઈ ચૂકી છે. સારેગામા ગુજરાતી,ઝી મ્યુઝિક,ટી સિરીઝ, એકતા સાઉન્ડ વિગેરે મ્યુઝિક ચેનલ પર તેમના 70 જેટલા આલ્બમ ગીતો છે જેને લાખોમાં વ્યુઅરશિપ મળી છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીએ તેમને “આલ્બમ ક્વીન” નું બિરુદ આપ્યું છે. હિન્દી વેબસિરીઝ, અનેક શોર્ટ ફિલ્મોમાં તેમને દર્શકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.નાની ઉંમરમાં જ સ્ટેજ આર્ટિસ્ટ તરીકે નામના મેળવેલ કશિશ રાઠોરના અમદાવાદ ટાઉનહોલ, ટાગોર હોલ, દિનેશ હોલ વગેરે હોલ તેમજ ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ હાઉસફુલ શો થઈ ચૂક્યા છે. નવા-જુના દરેક પ્રકારના,મધુર,હળવા તેમજ પોપ ગીતો, એમ દરેક ગીતો પરફોર્મન્સ સાથે ગાઇને રજૂ કરનાર ગુજરાતના તેઓ સૌથી નાની ઉંમરના કલાકાર છે. ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ પણ કરે છે. પોતે કલાકાર હોવાનું ગૌરવ અનુભવનાર, આર્કિટેક્ટ તરીકે ખ્યાતનામ યુનિવર્સિટીના  પ્રોફેસર તરીકે કામ કરનાર કશિશ રાઠોરનું ગમતું ગીત તેમણે પોતે બોલિવૂડ પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે ગાયેલું ગીત “કિનારો” છે, જેમા  તેમણે એકટીંગ પણ કરી છે. સ્ક્રીન પર જેટલા ક્યૂટ અને ચંચલ દેખાય છે એટલા જ નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવતા તથા  હમરાહી ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃતિ કરતી વખતે જોવા મળે  છે. એક સામાન્ય influencer કરતા વધુ એટલે કે લગભગ 300 કરતા વધુ ઉત્પાદનોના તે collabrater છે. Brain with beauty નું ઉદાહરણ એટલે કશિશ રાઠોર. આવા પ્રતિભાશાળી,ખંતીલા કલાકાર કશિશ રાઠોરને તેમના આવનારા  projects માટે દિલથી શુભેચ્છા.

  • આટલા ટૂંકા સમયમાં 6 મહિનામાં જ ઉદ્યોગમા આટલી ધૂમ મચાવી. કેવું અનુભવો છો?
  પ્રેક્ષકો માટે અને દરેક દિગ્દર્શક, નિર્માતા અને ટીમ માટે  ખૂબ આનંદ અને આભારની અનુભૂતિ છે. મીડિયાનો પણ આભાર.. મને બહુ પ્રેમ આપ્યો છે. મેં ગીતો અને ફિલ્મોમાં જેટલા પણ પાત્રો ભજવાય એ દરેકમાં કંઇ નવું અને રસપ્રદ આપવાનું હતું જે ખૂબ મજા આવી, અને બહુ શીખવાનું મળ્યું.

  • અત્યાર સુધીમાં કેટલા આલ્બમ અને ફિલ્મો આવી?
  લવ યુ પપ્પા મારી પહેલી રિલીઝ થયેલી ફિલ્મ છે, જેમાં ઉસ્માન મીર, મયુર ચૌહાણ વગેરેના ગીતો છે. આ ફિલ્મમાં મારુ ગીત ‘મારા પાપા જેવું ના કોઈ’માં મારી બહુ બધી ઇમોશન્સ જોવા મળશે અને એને લોકોએ બહુ પસંદ કર્યું છે.  એક સમય ઝી મ્યુઝિક, ટી સિરીઝ આને સારેગામા જે 3 નામી મ્યુઝિક ચેનલ્સ છે જેના 3ના પ્રોફાઇલ અને કવર ફોટો પર કશિશ રાઠોર હતી, ધેટ વોઝ સો ગ્લેડ મોમેન્ટ.

  • શ્રેષ્ઠ પાર્ટ
  શાહિદ માલ્યા જે બોલિવૂડ પ્લેબેક સિંગર છે અને જેમણે ગુંડે, ઉડતા પંજાબ, મેરે બ્રધર કી દુલ્હન જેવી ફિલ્મોમાં ગાયું છે તેંમની સાથે રાહી રાઠોર પ્રોડક્શન્સની ગુજરાતી ફિલ્મ કિનારો માં પ્લેબેક સિંગિંગ કર્યું. આ એક ખૂબ સુંદર રોમેન્ટિક ગીત છે અને જેને ગાવુ એ મારી લાઈફની યાદગાર ક્ષણ છે કેમકે શાહિદ માલ્યા મને ખૂબ ગમતા ગાયક છે

  • ભાવિ યોજના
  એક મજબુત પટકથાવાળી ગુજરાતી ફિલ્મ કરવી છે જેમાં કઇંક નવો પડકારરૂપ રોલ હોય. સાથે મ્યુઝિકમાં સિંગિંગ તો આપીશ જ, મ્યુઝિક મારો પહેલો પ્રેમ છે.  મારુ એનજીઓ હમરાહી ફાઉન્ડેશન છે જેમા જરૂરિયાતવાળા લોકો આને ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે કામ કરીએ છીએ. કશિશ રાઠર પોતે આર્કિટેક છે અને માસ્ટર ઇન પ્લાનિગના અભ્યાસમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે. અને સાથે સાથે એક્ટિંગ, સિંગિંગ અને અભ્યાસ એમ દરેક ક્ષેત્રમાં સંપૂર્ણ ધ્યાન 
  આપી રહી છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.