• વૃષભ સંક્રાંતિ : ગરમી ઘટશે, આગ-અકસ્માતના બનાવો વધશે
    રાશીભવિષ્ય 16-5-2023 09:28 AM
    • વૃષભના સ્વામી શુક્ર અને સૂર્યને મેળ ન હોવાથી આ પરિભ્રમણ શત્રુશેત્રી કહેવાય
    • નેત્ર-દંતરોગના દર્દીઓ વધે, યુવાવર્ગ વ્યસનમાં સપડાય
    અમદાવાદ

    સોમવારથી ગ્રહમંડળના રાજા સૂર્યે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 15 મેએ સવારે 11.46થી શરૂ થયેલું આ પરિભ્રમણ 1 મહિનો રહેશે, જેને જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં 'વૃષભ સંક્રાંતિ’ કહેવાય છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી સૂર્યને અનુકૂળ નથી અર્થાત્ શત્રુશેત્રી ગણાય છે. નભમંડળમાં ફક્ત સૂર્ય, ચંદ્ર દૃશ્યમાન છે અને તેઓ કદાપિ વક્રી થતા નથી. આ પરિભ્રમણ નૈસર્ગિક કુંડળીથી બીજા ભાવે થવાથી ગરમીની માત્રા ઘટી શકે. સંધ્યા સમયે ઠંડા પવનો ફૂંકાય. નેત્રરોગ, દંતરોગના દર્દીઓ વધી શકે. આગ-અકસ્માત, શોર્ટ સર્કિટના બનાવો બને. રેલવે દુર્ઘટના જેવી અશુભ પરિસ્થિતિઓ બનવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. સાથે જ કઠોળના ભાવ વધે. યુવાવર્ગ વ્યસનો પાછળ સમય, શક્તિ તેમજ નાણાં વેડફે.

    કર્ક, ધન અને મીન રાશિના જાતકો માટે પરિભ્રમણ શુભ
    મેષ : વાણીમાં ઉગ્રતા આવે. વાહન અકસ્માત સંભવ. પરિવારમાં માંગલિક કાર્ય આવે. દંતપીડા આવી શકે.
    વૃષભ : મનોરથ પરિપૂર્ણ થાય. લગ્નજીવનમાં અકારણ વાદ-વિવાદ થાય. સામાજિક કાર્યોમાં સારી મળે.
    મીથુન : આત્મવિશ્વાસનો અભાવ વધે. સરકારી નવા તેમજ જૂનાં કામો વધુ ગૂંચવાય. નોકરિયાત વર્ગને નાપસંદ જગ્યાએ બદલી સંભવ.
    કર્ક : અનપેક્ષિત આર્થિક ધનલાભ થઈ શકે. સંતાનના વિદ્યાભ્યાસમાં ઉન્નતિ થવાથી માન-સન્માન મળે. ઓચિંતા જૂના મિત્રો મળે.
    સિંહ : માન-સન્માન, પદપ્રતિષ્ઠામાં વધારો થાય. માતા સાથે બગડેલા સંબંધ સુધરે. બીપી જેવી બીમારી સતાવે.
    કન્યા : યોગ્ય સમયે તાત્કાલિક નિર્ણય ન લેવાથી હાનિ સંભવ. ભાગ્ય પરિવર્તન માટે શુભ તક. ધાર્મિક યાત્રા થઈ શકે.
    તુલા : વાણી-વ્યવહાર દ્વારા સંબંધોમાં કડવાશ આવે. નાની-મોટી શસ્ત્રક્રિયા સંભવ. પરિવારમાં સંબંધોમાં મનભેદ કરાવે.
    વૃશ્ચિક : લગ્નોત્સુક યુવક-યુવતીને પસંદગીનું પાત્ર મળી શકે. ચામડીના ગુપ્ત રોગો સંભવ. નકારાત્મક વિચારોનું વલણ ઘટે.
    ધન : કથળેલું આરોગ્ય સુધરે. વિદેશથી શુભ સમાચાર કે તક, હિત કે ગુપ્ત શત્રુ પર વિજય મળી શકે.
    મકર : વિદ્યાર્થીવર્ગ માટે શુભ સમય. શેરબજારમાં કાળજીથી કામ કરવું. નવા-નવા મિત્રો સાથે મુલાકાત.
    કુંભ : કાર્યક્ષેત્રમાં વારંવાર પારાવાર પ્રશ્નો આવે. શારીરિક તકલીફ આવે. માનસિક શાંતિ હણાય. 
    મીન : આયોજનપૂર્વક સાહસ કરવાથી ધનવૃદ્ધિ થાય. ભાઈભાંડુ સાથે બગડેલા સંબંધો સુધરે. ધાર્મિક પ્રવાસ-પર્યટનો સંભવ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!