• અમે ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપવામાં માનીએ છીએ : આનંદ ચોક્સી
    સક્સેસ સ્ટોરી 23-2-2022 11:03 AM
    • અમે પ્રામાણિકતાથી સોદા કરાવતા હોવાથી લોકોને અમારું પ્રોફેશનાલિઝમ પસંદ પડે છે
    • રીયલ એસ્ટેટ  એજન્ટોને પ્રોફેશનાલિઝમની તાલિમ માટે ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા માંગુ છું
    અમદાવાદ

    ‘Client’s interest is our no.1 priority’ આ મંત્રને ધ રીયલ એસ્ટેટ કનેક્ટ કંપનીના મેનેજિંગ ડિરેકટર આનંદ ચોક્સીએ સાકાર કર્યો છે. 

    મિલ્કત લે-વેચ, ભાડે, લોન સહીતની વિવિધ સુવિધા પૂરી પાડતી અગ્રગણ્ય ધ રીયલ એસ્ટેટ કનેક્ટ કંપનીના મેનેજિંગ ડિરેકટર આનંદ ચોક્સીએ ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે અમને 95 ટકા બિઝનેસ રેફરન્સથી મળે છે કારણકે અમે ગ્રાહકોને સારી સર્વિસ અને સારી પ્રોડકટસ આપવામાં માનીએ છીએ. અમારા વ્યવસાયમાં કેટલાક બ્રોકર્સ પ્રોપર્ટીના સોદામાં ભાવગાળો રાખતા હોવાથી ગ્રાહકોને નુકસાન થાય છે અને તેથી લાંબા ગાળે તેઓ ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવી દે છે. જોકે, અમે પ્રામાણિકતાથી સારી સર્વિસ આપીને સોદા કરાવતા હોવાથી લોકોને અમારું પ્રોફેશનાલિઝમ પસંદ પડે છે. 

    પોતાના સંઘર્ષ અંગે આનંદ ચોક્સીએ જણાવ્યું કે વર્ષ 1996માં હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે મેં કમાવાની શરૂઆત કરી દીધી હતી. ઓનિડા ટીવી વેચવાની પ્રથમ નોકરીમાં મારો પગાર એ વખતે રૂ.2500 હતો. સેલ્સ લાઇનમાં મને સારી ફાવટ આવી ગઇ હતી અને તેથી મારી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. વર્ષ 2000માં હું વર્કીંગ વિઝા પર કેનેડા ગયો હતો અને તે વખતે મારા લગ્ન થઇ ગયા હતા. ત્યાં મેં ફોર્ચ્યુન 100 કંપનીમાં કામ કર્યું હતું. કેનેડામાં મારી દિકરીનો જન્મ થયો હતો. જોકે, મારે ભારત પાછા આવીને પોતાનો બિઝનેસ કરવો છે એ વિચાર સતત મારા મનમાં રમતો હતો. દિકરી મોટી થતાં મને લાગ્યું કે મારે હવે ભારત પરત આવી જવું જોઇએ એટલે વર્ષ 2008માં હું ભારત પાછો આવી ગયો અને શરૂઆતમાં મેં એલ જી ઇલેક્ટ્રોનિકસમાં ઝોનલ હેડ તરીકે ફરજ બજાવી હતી. ઝોનલ હેડ તરીકે ગુજરાત ઉપરાંત છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં મોબાઇલ ફોનના સેલ્સનું કામકાજ મારે સંભાળવાનું હતું. કેનેડાથી પરત આવ્યા બાદ પોતાનું ઘર ખરીદતી વખતે મને ઘણી તકલીફો પડી હતી અને આ ક્ષેત્રમાં પ્રોફેશનાલિઝમ નથી પરંતુ જો યોગ્ય રીતે કામ કરવામાં આવે તો ઘણી તકો છે એવું મને જણાયું હતું. ત્યારબાદ વર્ષ 2010માં રીમેક્સ કંપનીની ફ્રેન્ચાઇઝી મેં લીધી હતી અને આમ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મેં ઝપલાવ્યું હતું. માત્ર એક વર્ષમાં મેં સૌથી મોટા એજન્ટ બનવાની સિધ્ધી મેળવી હતી. રીમેક્સ કંપની 100 દેશોમાં કામ કરે છે અને તેની 6000 ફ્રેન્ચાઇઝીમાંથી વર્લ્ડ નંબર 1 બનવાની સફળતા મેં વર્ષ 2014માં મેળવી હતી. એશિયામાં છેલ્લા 50 વર્ષમાં મારા સિવાય કોઇને આ એવોર્ડ નથી મળ્યો. આ ઉપરાંત પણ મેં અનેક એવોર્ડ મેળવ્યા છે.

    વર્ષ 2015માં મેં મારી પોતાની કંપની ધ રીયલ એસ્ટેટ કનેક્ટ શરૂ કરી. હાલમાં મારી પાસે 40 સભ્યોની ટીમ છે અને આગામી પાંચ વર્ષમાં 100 સભ્યોની ટીમ બનાવવાની મારી મહત્વકાંક્ષા છે. આ ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરતા એજન્ટોને પ્રોફેશનાલિઝમ શિખવવાની તાલિમ આપવા એક ઇન્સ્ટીટ્યુટ શરૂ કરવા માંગુ છું. 

    ‘રેરા’ને આવકારતા તેમણે જણાવ્યું કે Rera is biggest step towards professionalism in real estate sector by government since independence. રેરાથી લોકોનો વિશ્વાસ વધ્યો છે, જોકે તેમાં કેટલીક ક્ષતિઓ છે એ સુધારવાની જરૂર છે. જે લોકો પ્રામાણિકતા અને પ્રોફેશનાલિઝમથી વ્યવસાય કરવા માંગે છે તેમણે ગભરાવવાની કોઈ જરૂર નથી. હાલમાં અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રીયલ એસ્ટેટ સેકટરમાં મોટા પ્રમાણમાં કામકાજ થઇ રહ્યું હોવાથી અમારુ ફોકસ માત્ર પશ્ચિમ વિસ્તાર પૂરતું મર્યાદિત છે. આ વિસ્તારમાં હાલમાં માંગ અને પુરવઠો લગભગ સરખો હોવાથી તેજી અને મંદી બેલેન્સડ છે. કેન્દ્ર સરકાર રીયલ એસ્ટેટ સેકટરને મહત્વ આપતી હોવાથી જુલાઇમાં બજેટ પછી તેજી આવી શકે એવી શક્યતા છે. 

    આનંદ ચોક્સીએ વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં રીયલ એસ્ટેટ સેકટરમાં એનઆરઆઇનું રોકાણ પ્રમાણમાં ઓછું છે. સ્થાનિક શ્રીમંત લોકો જ પ્રોપર્ટીમાં વધારે પ્રમાણમાં રોકાણ કરે છે અને લાંબા ગાળે તેઓને વળતર પણ સારું મળે છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!