• કોઈ પણ પ્રોજેકટ અમે સમયસર પૂરો કરીએ છીએઃ યશ બ્રહ્મભટ્ટ  
    સક્સેસ સ્ટોરી 24-3-2022 10:40 AM
    • રીયલ એસ્ટેટ સેકટરમાં લોકો ક્વોલિટી માંગતા થયા છે અને ગુડવિલને પ્રાયોરીટી આપે છે
    • સેબીથી શેર બજારને જેમ ફાયદો થયો તેમ રેરાથી રીયલ એસ્ટેટ સેકટરને ફાયદો થયો છે 
    અમદાવાદ

    ‘શિલ્પ’ના ફાઉન્ડર સીઇઓ, ગાહેડ યુથ વિંગના પ્રેસિડન્ટ અને ગાહેડ ક્રેડાઇના જોઇન્ટ ટ્રેઝરર યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે રીયલ એસ્ટેટ સેકટરમાં છેલ્લા 15 વર્ષમાં લોકો ક્વોલિટીને સમજતા અને ક્વોલિટીનો આગ્રહ રાખતા થયા છે અને હવે તેઓ જે ડેવલોપરની ગુડવિલ સારી હોય તેને પ્રાયોરીટી આપે છે. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે કોઇ પણ પ્રોજેકટને સમયસર પૂરો કરવો એ અમારા ગૃપની યુએસપી છે. ગ્રાહકોને અમારા પર વિશ્વાસ છે કે તેમને પઝેશન સમયસર મળી જશે એટલે તેમને ઇન્વેસ્ટમેન્ટનું પૂરેપુરૂ વળતર મળવાનું સમયસર ચાલુ થઈ જશે. ઇકોનોમિક્સ વિષય સાથે ડિગ્રી મેળવનાર યશ બ્રહ્મભટ્ટના પિતા નોકરી કરતા હતા, જોકે યશ પહેલેથી જ બિઝનેસ કરવા માંગતા હતા અને તેમાં પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરવાની મહત્વકાંક્ષા હતી. વર્ષ 1996માં કન્સ્ટ્રકશન સંબંધી બિઝનેસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ વર્ષ 2004માં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. પ્રથમ પ્રોજેકટ જોધપુર ચાર રસ્તા પાસે શિલ્પ આર્કેડ હાથ ધર્યો હતો. 

    તેમણે જણાવ્યું કે આજ સુધીમાં કુલ 28 પ્રોજેકટ પૂર્ણ કર્યા છે અને હાલમાં 7 પ્રોજેકટ ચાલી રહ્યા છે. આજ સુધીમાં 23 કોમર્શિયલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે અને બાકીના રેસિડેન્શિયલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં બંગ્લો અને એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. મેં જે મોટા પ્રોજેકટ હાથ ધર્યા છે તેમાં વસ્ત્રાપુરમાં શિલ્પ-શાલિગ્રામ  (11.50 લાખ ચોરસ ફુટ જેમાં 380 એપાર્ટમેન્ટસ અાવેલા છે.) આ ઉપરાંત ઇસ્કોન પાસે શિવાલીક શિલ્પ-1 (5 લાખ ચોરસ ફુટ કોમર્શિયલ કોમ્પલેક્ષનું બાંધકામ કરવામાં આવેલું છે.) નો સમાવેશ થાય છે. અમદાવાદમાં સિંધુભવન રોડના વિકાસમાં અમારો મહત્વનો ફાળો છે. વર્ષ 2008માં પકવાન સુધી જ ડેવલપમેન્ટ થયું હતું ત્યારબાદ મેં બોડકદેવ- સિંધુ ભવન વિસ્તારમાં શિલ્પ-3, શિલ્પ એરોન, અરિસ્તા સહીત સાત પ્રોજેકટ હાથ ધર્યા છે. 

    આ ઉપરાંત સાયન્સ સિટી રોડ પર કુલ આઠ પ્રોજેકટ હાથ ધર્યા છે જેમાં એચસીજી હોસ્પિટલ અને સિટી સેન્ટરનો સમાવેશ થાય છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં તો અમે અમદાવાદમાં જ કામ કરીએ છીએ પરંતુ ભવિષ્યમાં બહારગામ પ્રોજેકટ કરી શકીએ છીએ. રીયલ એસ્ટેટ સેકટરનું ભવિષ્ય ખૂબ સારૂ છે કારણકે દેશમાં વસ્તી સતત વધતી રહે છે, ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યા છે અને પબ્લિકનું જીવનધોરણ સુધરતું જાય છે માટે માંગ વધતી જ રહેશે. રેરા આવવાથી લોકોનો ટ્રસ્ટ વધ્યો છે, પારદર્શકતા વધી એટલે ફાયદો થયો અને રીયલ એસ્ટેટ સેકટરમાં ટર્નઓવર પણ વધી જશે. સેબી આવવાથી શેર બજારને જેમ ફાયદો થયો તેમ રેરા આવવાથી રીયલ એસ્ટેટ સેકટરને ફાયદો થશે. રેરાના અમલથી આર્ગેનાઈઝસ રીતે કામ કરતા ડેવલોપર્સનો ગ્રોથ વધી જશે.

    યશ બ્રહ્મભટ્ટે સંદેશો આપતાં જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ક્ષેત્રમાં પ્રામાણિકતા અને કમિટમેન્ટથી કામ કરે તો તેને સફળતા મળે છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!