• ફ્લેટસ તૈયાર કરતી વખતે પર્સનલ ટચ આપીએ છીએ : સ્વાગત વ્યાસ
    સક્સેસ સ્ટોરી 23-2-2022 11:49 AM
    • આજ સુધીમાં વિશ્વનાથ બિલ્ડર્સના કુલ 22 પ્રોજેકટ પૂર્ણ થઇ ચુક્યા છે
    • ભવિષ્યમાં અમે શેલા વિસ્તારને ડેવલપ કરવા માંગીએ છીએ
    અમદાવાદ

    અમે લોકોને ‘ઘરનું ઘર’ આપીએ છીએ મકાન નહિ કારણકે અમે લાગણી સાથે વ્યવસાય કરીએ છીએ એવું વિશ્વનાથ બિલ્ડર્સના મેનેજીંગ ડિરેકટર સ્વાગત વ્યાસે જણાવ્યું હતું. 

    ‘ગુજરાત મેઇલ’ સાથેની મુલાકાતમાં સ્વાગત વ્યાસે જણાવ્યું કે અમે લોકો માટે ફ્લેટ્સ તૈયાર કરતી વખતે તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પર્સનલ ટચ આપીએ છીએ અને તેથી ફ્લેટમાં રહેવા આવ્યા બાદ પણ લોકો ખુશ રહે છે. મારા પિતા હિતેષ વ્યાસ ઘણા વર્ષોથી કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં છે. મેં એશિયા ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એલ.જે. એન્જીનીયરીંગ કોલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે જીઆરઇની તૈયારી પણ કરી હતી. જોકે વિદેશમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં તેનો અમલ ન કરી શકાય માટે છેવટે મેં પૂણેમાંથી કન્સ્ટ્રકશન મેનેજમેન્ટમાં એમબીએ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2016માં મેં ઓબેરોય રીયલ્ટી કંપનીમાં મહિને રૂ.40 હજારના પગારથી જોબ મેળવી હતી. એ વખતે જોગેશ્વરીમાં સ્કૂલનું મકાન તૈયાર થતું હોવાથી મેં ઓનસાઇટ અનુભવ લીધો જે મને ભવિષ્યમાં ઘણો કામ આવ્યો. 

    તેમણે વધુમાં જણાવ્યું કે 10 મહિના કામ કર્યા બાદ મારા પિતાએ મને અમદાવાદમાં આવીને અમારા કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં જોડાવા જણાવ્યું. એટલે ડિસેમ્બર 2016માં હું ‘સોપાન’ની સાઇટ સાથે જોડાયો જેનું બાંધકામ વર્ષ 2017માં પૂર્ણ થયું હતું. આજ સુધીમાં મેં ત્રણ પ્રોજેકટ પૂર્ણ કર્યા છે. જ્યારે આજ સુધીમાં વિશ્વનાથ બિલ્ડર્સના કુલ 22 પ્રોજેકટ પૂર્ણ થઇ ચૂક્યા છે. સોપાનમાં પ્રથમ વખત અમે ગાર્બેજ સ્યુટ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા આપી હતી. ગાર્બેજ સ્યુટની ડકટમાં તમામ રહીશો સૂકો અને ભીનો કચરો જુદો કરીને નાંખી દે છે જે નીચે જમા થતા ટ્રોલી દ્વારા અન્યત્ર લઇ જવામાં આવે છે. એ વખતે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લઇને ગાર્બેજ સ્યુટની પ્રસંશા કરી હતી. સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે દરરોજ 3000 લીટર પાણીની બચત થાય છે. ‘સારથ્ય’ 14 માળના હાઇરાઇઝ હોવાથી તેમાં બે લેવલ પર અમે ગાર્ડનની સુવિધા આપી છે. પોડીયમ ગાર્ડનની નીચે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. 

    ‘રેરા’ને આવકારતા સ્વાગત વ્યાસે જણાવ્યું કે ગ્રેડ એ ડેવલપર્સ માટે સારૂ છે અને તેથી મકાન ખરીદનારાઓના સેન્ટીમેન્ટમાં સુધારો થયો છે. આવનારા 10 વર્ષમાં સારા બિલ્ડરો જ ટકશે. અમે જે કંઇ કામ કરીએ છીએ એ પ્રતિબધ્ધતા અને ચોકસાઇથી કરીએ છીએ. વર્ડ ઓફ માઉથથી બિઝનેસ કરતા હોવાથી અમને બ્રાન્ડ નેમ મળ્યું છે. ઘણી વખત લોકો ફ્લેટ ખરીદવા માટે બહુ ઉત્સાહમાં આવી જાય છે અને તેમના બજેટ કરતાં પણ મોંઘો ફ્લેટ ખરીદવા માંગતા હોય છે. એટલે અમે તેમને સલાહ આપીએ છીએ કે પહેલા લોન પાસ થાય પછી તમે ફ્લેટ બુક કરાવો. એટલું જ નહિ આગામી 20 વર્ષ સુધી લોનનો હપ્તો તમે ભરી શકશો કે કેમ એ પણ તમારે જોવું જોઇએ. ભવિષ્યમાં અમે શેલા વિસ્તારને ડેવલપ કરવા માંગીએ છીએ અને તે માટે 3000થી 3500 ફ્લેટસ બનાવીશું. 

    તેમણે જણાવ્યું કે રીયલ એસ્ટેટ ડેવલપર્સે પ્રમાણિકતા અને પારદર્શિતાથી કામ કરવંુ  જોઇએ અને લોકોને શ્રેષ્ઠ ઘર આપવું જોઇએ. આવા જ બિલ્ડરો લાંબો સમય ટકી શકશે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!