• નવી પેઢીને આધુનિકતા અને સંસ્કૃતિ સાથે જોડી રાખવા માંગીએ છીએઃ નીલેશ-મિતેશ
    સક્સેસ સ્ટોરી 23-3-2022 09:05 AM
    • ‘કોરા’ ભવિષ્યમાં 10 લાખ કે વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્ટોર લોન્ચ કરશે
    • બોલિવુડની કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ અમે કોસ્ચ્યુમ્સ પૂરા પાડ્યા છે
    અમદાવાદ

    ભારતમાં હવે જમાનો નવી પેઢીનો આવી રહ્યો છે ત્યારે અમે આધુનિકતાની સાથે આપણી સંસ્કૃતિ સાથે તેઓને જોડી રાખવા માંગીએ છીએ એવું નિલેશ છાડવા અને મિતેશ સુંબડે જણાવ્યું હતું. 

    ‘કોરા’ના પ્રમોટર્સ નિલેશ છાડવા અને મિતેશ સુંબડે ‘ગુજરાત મેઇલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વર્ષ 2009માં અમે એક નાનકડા ડિઝાઇન સ્ટુડિયોથી શરૂઆત કરી હતી જેમાં માત્ર એક જ મશીન હતું. એ વખતે ખૂબ મોંઘા સેલિબ્રિટી ડિઝાઇનર્સ હતા જે સામાન્ય વ્યક્તિને પોસાય નહિ અને બીજી બાજુ અસંગઠીત ક્ષેત્રમાં સસ્તા ડિઝાઇનર્સ હતા પરંતુ તેઓની પાસે યોગ્ય વિઝન નહોતું. આથી એ સમયે એ બન્ને વચ્ચે જે ગેપ હતો તેને ભરવા માટે એનએમ ફેશન બ્રાન્ડ દ્વારા અમે માત્ર પુરૂષો માટે ડિઝાઇનર વસ્ત્રો રજૂ કર્યા હતા જેને ખૂબ સારો રીસ્પોન્સ મળ્યો હતો. ઉમદા ડિઝાઇન, સારી કારીગરી, ઉચ્ચ ગુણવત્તાવાળા વસ્ત્રને કારણે બહુ ઓછા સમયમાં અમારી બ્રાન્ડે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી લીધી હતી. અમે પુરૂષો માટેના ટ્રેડિશનલ વેરમાં શેરવાની, બંધગળા, કુર્તા, બન્ડી વગેરે વસ્ત્રો તૈયાર કરીએ છીએ. આ ઉપરાંત કસ્ટમ-ફિટ સુટસ, ટ્કસેડોસ અને કેસ્યુઅલ બ્રેઝર્સ પણ તૈયાર કરીએ છીએ. ભારતમાં હવે જમાનો યંગસ્ટર્સનો આવી રહ્યો છે અને તેઓ વધારે સોશ્યલી બને છે. હવે ગ્લોબલાઇઝેશનનો યુગ છે અને સગપણો ઇન્ટર કંટ્રી થઇ રહ્યા છે એનઆરઆઇ યુવક-યુવતીઓ લગ્ન કરવા ભારત આવે છે ત્યારે તેઓને આપણા કલ્ચરની નજીક લાવવાનો અમારો પ્રયાસ છે. 

    તેમણે જણાવ્યું કે મારો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો છે. વર્ષ 2011માં મુંબઇમાં સાન્ટાક્રુઝમાં અમે અમારો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ પૂને, સુરત, અમદાવાદ, ચેન્નાઇ, વડોદરા, રાજકોટ, બેંગાલુરૂ, હૈદરાબાદ અને નાગપુરમાં પણ સ્ટોર શરૂ કર્યા હતા. વર્ષ 2014માં અમે ફક્ત બાળકો માટે કોરા કિડ્સ શો રૂમ લોન્ચ કર્યો હતો. વર્ષ 2019માં દુબઇમાં અમે સ્ટોર શરૂ કર્યો હતો. બોલિવુડની કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ અમે કોસ્ચ્યુમ્સ પૂરા પાડ્યા છે જેમાં પ્રેમ રતન ધન પાયો, એમ.એસ.ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી, મુબારકાં, રઇસ, પદ્માવત, ગોલ્ડ, ફિલૌરીનો સમાવેશ થાય છે. અમે ભવિષ્યમાં 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્ટોર લોન્ચ કરવા માંગીએ છીએ કારણકે ત્યાં અમારી બ્રાન્ડ માટે સારી તક છે. 

    તેમણે વધુમાં જણાવ્યું કે અમારી સફરમાં દરેક તબક્કે જુદા જુદા પ્રકારના પડકારો આવ્યા છે પરંતુ અમે ટીમવર્કથી તેનો ઉકેલ લાવીએ છીએ અને કામની સાથે સંકળાયેલા વિવિધ લોકો વચ્ચે સંકલન સાધીએ છીએ. આ ઉપરાંત આ પ્રોફેશનમાં અમારે સતત અપડેટ રહેવું પડે છે અને વિવિધ રાજ્યોનું કલ્ચર અલગ છે અને લોકોની શરીરની રચના પણ અલગ હોવાથી તેનો ખ્યાલ પણ રાખવો પડે છે. 

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!