• વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશેઃ મુખ્યમંત્રી
    મુખ્ય શહેર 26-8-2022 09:08 AM
    • સુરત ખાતે પ્રથમ વખત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂલ્લો મૂક્યો
    • રાજ્યમાં બે દાયકા પહેલાં લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી, જે વધીને આજે ૮.૬૬ લાખે પહોંચી છે
    સુરત

    સુરતમાં ‘ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન’(ફોગવા) દ્વારા તા.૨૬ થી ૨૮ દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-૨૦૨૨’ને ખૂલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૧૨ ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં ૩૮ ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં ૫૦ ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખ હતી, તે વધીને આજે ૮.૬૬ લાખે પહોંચી છે. એટલું જ નહીં.

    ગુજરાતમાં બે દાયકા પહેલા ઔદ્યોગિક ઉત્પાદન ૨.૨૭ લાખ કરોડ હતું, જે આજે વધીને ૧૬.૧૯ લાખ કરોડને આંબી ગયું છે એમ જણાવતા નવી ટેકનોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે, જેમાં સુરતનો ફાળો વિશેષ છે એવો મત તેમણે વ્યકત કર્યો હતો.

    વિવર્સ એકસ્પો બેસ્ટ પ્રેક્ટિસીસ, નેટવર્કિંગ, આઈડિયા ક્રિએશનનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ટેક્ષટાઈલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશળ લોકોને ખૂબ મોટા પાયે રોજગારી આપે છે, ત્યારે પોતાની મૂળભૂત સમસ્યાઓ અંગે સંબંધિત વ્યાપારી વધુ માહિતગાર હોય છે એ વાતથી આ સરકાર સુપરિચિત છે, જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર લોકસમસ્યાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી નીતિ નિર્માણને પ્રાધાન્ય આપે છે.

    મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળતા ઉદ્યોગોએ વિકાસના ક્ષેત્રમાં પોતાની આગવી ક્ષમતાનો પરિચય દુનિયાને કરાવ્યો છે.

    પ્રાકૃત્તિક ખેતીમાં ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વ લઈ રહ્યું છે, ત્યારે ગાયના ગોબરમાંથી ગેસ, લિક્વિડ (સ્લરી) ઉત્પાદન માટે રાજ્ય સરકાર નાણાકીય સહાય આપે છે. કૃષિ ઉત્પાદનોના વધુ પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ખેડૂતો વેલ્યુ એડિશન અપનાવે તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    એક્ઝિબિશનમાં બાયર્સને કાપડ ઉત્પાદકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે અને એકસાથે એક જ સ્થળે સમગ્ર ગુજરાતમાં ઉત્પાદિત થતા જુદા જુદા વિવર્સના અલગ અલગ વેરાયટીના કાપડ જોઈને મુખ્યમંત્રીએ આયોજકોને આ પ્રકારનું સુચારૂ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    સુરતના કાપડ ઉદ્યોગે 7.50 કરોડ તિરંગાનું ઉત્પાદન કર્યુઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી
    આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા ૨૦ કરોડ તિરંગામાંથી સુરતની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીએ ૭.૫૦ કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે.કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્ષટાઈલને વેગ આપવા માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક માટે ૧૩ રાજ્યો પણ સહમત થયા છે. જે પૈકી ગુજરાત બજેટમાં ખાસ જોગવાઈ કરીને તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું હોવાનું ઉમેર્યું હતું.

    આધુનિક ટેક્નોલોજીથી કાપડ ઉદ્યોગને ફાયદોઃ સી.આર.પાટિલ
    સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિવિંગ એકમોથી અને કાપડની અવનવી વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. ટેક્ષટાઈલ ઉદ્યોગને શાંતિમય ઔદ્યોગિક માહોલ અને હૂંફ મળતી રહે તો તેની મૌલિકતા પૂરબહારમાં ખીલી ઉઠશે. સરળ ઔદ્યોગિક નીતિઓ અને પ્રશાસનિક સહકારથી માત્ર ટેક્ષટાઈલ ઉદ્યોગ જ નહીં, પણ તમામ ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાયા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!