• સાપ્તાહિક ભવિષ્ય 03-12-22 થી 9-12-22  સુધી
    • સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ 
    સૂર્ય... વૃશ્ચિક  ચન્દ્ર... મીન થી મિથુન  બુધ... ધનુ  શુક્ર... વૃશ્ચિક/ધનુ  મંગળ... વૃષભ  ગુરુ... મીન. શનિ... મકર   રાહુ... મેષ  કેતુ... તુલા  આ સપ્તાહમાં, ગ્રહોની ગોચર સ્થિતિ જોતાં લાગે છે કે... રાજકીય પક્ષો, સામાન્ય પ્રજાને ગુમરાહ કરે અથવા રાજકીય પક્ષો અને તેના નેતાઓ માટે લડાઈ ઝગડા અને ઉષ્કેરણી થાય તેવું દર્શાવે છેઉપરોક્ત ગોચર નો સાપ્તાહિક ભવિષ્ય માં સમાવેશ કરવામાં આવ્યો છે

    મેષ: (અ ,લ, ઈ) 
    આ અઠવાડિયે, તમારી જૂની આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, અને મન આનંદમાં રહે. ધંધામાં યોજનાઓને અમલમાં મૂકાશે, લોકો સાથે મતભેદ ટાળવા, કાર્યક્ષેત્રમાં બદલાવ થાય, પોતાના વ્યવહારથી બીજા નિરાશ ન થાય તેનું ધ્યાન રાખવું. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, ત્યારે પેન્ડીંગ કામ કરી લેવા. સોમવારે આર્થિક લાભ લઈ લેવામાં મઝા છે. 

    વૃષભ: (બ, વ, ઉ) 
    આ સપ્તાહે તમને મહેનતનું મધુર ફળ મળે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આપે, રોજિંદા કામોથી લાભ જણાય, અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય, રોજિંદી કાર્યશૈલીમાં બદલાવ લાવવાનું મન થાય, આર્થિક ગૂંચવણનું નિરાકરણ જણાય, ઋતુગત બીમારીથી સાચવવું. કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. રવિવારે વડિલશ્રી દ્વારા મદદ મળી રહે. મંગળવારે આર્થિક લાભ થાય તે માટે પ્રયત્ન કરવા. ગુરુવારે સંભાળી કામ કરવું. 

    મિથુન: (ક, છ, ઘ) 
    નવી આવી રહેલી પરિસ્થિતિ માં, આર્થિક મુશ્કેલીનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે જીત મેળવી શકાય અને તમારી પ્રગતિ થાય, સામાજિક  તથા વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય, ઉતાવળિયો નિર્ણય ન લેવો, વૈવાહિક જીવનના પ્રશ્નોનું નિરાકરણ આવે, સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા કામ માટે કોઈ સારી ખબર મલે. સોમવારે શેરબજાર માં નફો રળી લેવો. 

    કર્ક: (ડ, હ) 
    આ અઠવાડિયે, નવી સમસ્યા ઉદ્ભવે, પરંતુ શાંતિથી કામ કરતા હળવી થાય. આ માટે, મહત્ત્વના નિર્ણય પહેલાં વડિલોની કે મિત્રોની સલાહ લેવી, જૂના મિત્રોને મળવાનું સંભવ બને, રોકાણ સાચવીને કરવું, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. લાંબા ગાળાના પરિણામો તમરી તરફેણમાં આવે. ધરના લોકો ની તબિયત માટે જાગૃત રહેવું. શનિવારે શાંતિથી કામકાજ કરવું. 

    સિંહ: (મ, ટ) 
     આ અઠવાડિયે, તમારા કાર્યક્ષેત્રમાં સાથ સહકાર મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કૌટુંબિક મતભેદ દૂર થાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બને, જૂના વિવાદ સમાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની શક્યતા છે , ઘરના લોકો અને મિત્રો પાસે, મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી કોરોના અંગેના બધા નિયમો પાળવા .

    કન્યા: (પ, ઠ, ણ) 
    આ સપ્તાહે, જીત મેળવવા વધુ મહેનત કરવી પડશે , પોતાના હરીફ અને વિરોધી લોકોથી, તમારી નવી યોજનાઓને ગુપ્ત રાખવી, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાય તો સાવધાની રાખવી , ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે નહીં તો વધુ ખર્ચ થવાનો ભય રહે. રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે. સોમવારે શાંતિથી દિવસ પસાર કરવો. બુધવારે લાભ થાય તેમ છે. 

    તુલા: (ર, ત) 
    આ સપ્તાહે, ભાગ્ય કે પછી ઈશ્વરની અણધારી સહાય, આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, આપનું મૌન અડચણની દવા બને, માટે વધુ બોલવું નહીં. વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ છે ,  કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. શનિવારે હનુમાનજી ની ઉપાસના લાભદાયી નીવડે.

    વૃશ્ચિક: (ન, ય) 
     આ અઠવાડિયે, જીવનમાં પ્રગતિ માટે, સામુહિક કાર્યની બધી  જવાબદારી પોતાના ઉપર લેવી હિતાવહ નથી, ખોટી અને વધુપડતી જવાબદારી, આર્થિક અને માનસિક ટેન્શન ઊભું કરે છે. જમીન મકાન કે સ્થાવર સંપત્તિની લે વેચમાં ધ્યાન રાખવું. મોસાળ પક્ષથી લાભ સંભવ છે , નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના પ્રસંગે જમવાનું ટાળવું. શનિવાર, રવિવાર શાંતિ-આનંદથી પસાર થાય.

    ધન: (ભ, ઢ, ફ, ધ) 
    આ અઠવાડિયે તમોને શાંતિ અને આનંદ માણી શકાય તે માટે, કુટુંબ, મિત્રો અને ધંધાકીય મનભેદ-મતભેદ ટાળવા, સુસુપ્ત સમસ્યાઓ પુનઃ માથું ઊંચકાતી જણાય, તેથી આર્થિક વિવાદ ટાળવો, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ છે. વડિલો કે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. મંગળવારે   સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, નવી યોજનાનું આયોજન સંભવ છે, મગજને ઠંડો રાખશો તો... આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે.

    મકર: (ખ, જ) 
    કૌટુંબિક જીવનમાં સારા પ્રસંગો આવી રહ્યા છે. તમારી અને ઘરના સભ્યોની સુખ શાંતિ માટે, આ સપ્તાહે ઉતાવળિયું પગલું ન ભરવું, આપના કાર્ય અને વિચારથી  બીજાને પ્રોત્સાહિત કરો તેવું બને, જે તમને લાંબા ગાળે મદદરૂપ થાય . દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાશે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, શનિવાર અને રવિવારે, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા. બુધવારે સવારે  તમારી મહેનત  સફળ થતી દેખાય. 

    કુંભ: (ગ, સ, શ, ષ) 
    આ અઠવાડિયે, આનંદની વાત છે કે.. તમારા, લાંબા ગાળાના, યોગ્ય આયોજન અને સાહસથી સફળતા મળશે , પોતાની આગવી વિશેષતાથી બીજા લોકોને થાય તેટલી મદદ કરવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ, જમીન સંબંધી કાર્યમાં સાનુકૂળતા જણાય છે , સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . શનિવારે આ અંગે પ્રયાસ કરવો. મંગળવારે આર્થિક વિકાસ હાંસલ કરી શકાય. 

    મીન: (દ, ચ, ઝ, થ) 
    આ સપ્તાહે... આવક અને શાંતિ વધારવા, અથવા ધંધાકીય કે અન્ય ગુંચવણ અંગે ઉકેલ લાવવા માટે વડીલની મદદ ઉપયોગી નીવડે, આર્થિક પરિસ્થિતિ સુધરે, અંગત પ્રશ્નોને કારણે મૂંઝવણ વધે, સાથે સાથે... નવી તકોનું નિર્માણ પણ જણાય છે. જૂના સંબંધ ફરી તાજા થાય, જીવનનાં મતભેદ દૂર થાય, નોકરી ધંધા કે કુટુંબ માં બદલાવની અનુભૂતિ થાય. ઉત્સાહમાં વધારો થાય. શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળે. નવા રોકાણ સમજી વિચારીને કરવા જરૃરી છે.  મંગળવારે આર્થિક ફાયદો દેખાય. 


અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!