• સાપ્તાહિક ભવિષ્ય (તા. 23 જુલાઈથી 29 જુલાઈ સુધી : મહેન્દ્રભાઈ રાવલ
    રાશીભવિષ્ય 22-7-2022 01:03 PM
    મહેન્દ્રભાઈ રાવલ

    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-

    સૂર્ય..  કર્ક  રાશિમાં.  ચંદ્ર.. વૃષભ રાશિ થી કર્ક રાશિ સુધી , બુધ.. કર્ક રાશિમાં, શુક્ર... મિથુન રાશિમાં,  મંગળ..  મેશ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર  રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.  - આ સપ્તાહ દરમિયાન....બે  ગ્રહો *મંગળ અને રાહુ ની યુતિ, દેશ અને દુનિયામાં લડાઈ ઝગડા અને અશાંતિ ઊભી કરે. તેના ઉપર શનિ ની દ્રષ્ટિ, ઉશ્કેરાટ અને અશાંતિ માં વૃદ્ધિ કરે..!  શાંતિ અને સ્થિરતા રાખવાથી રાહત થાય.   બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. શનિવાર અને હનુમાનજીની આરાધના ફાયદો કરાવે. ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, साप्ताहिक भविष्य માં સમાવેશ કરવામાં આવ્યો છે. 

    મેશ 

     પરિવારજનો  સાથે આનંદ પ્રમોદ કરવાનો તબક્કો છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે  ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સોમવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

    વૃષભ 

    તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. 

    મિથુન 

      બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવાર પરિવાર સાથે વિતાવવો. 

     કર્ક

    સમસ્યા સર્જાય તો લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય.  વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સફળતા જરૂર મળશે. શુક્રવારે કરેલા કામમાં સફળતા મળી શકે છે. 

    સિંહ 

    તમે આ અઠડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ  તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. નાનો પ્રવાસ કરી સકશો , પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, મંગળવારે નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. 
     
    કન્યા 

    આપનો આનંદનો અને આરામનો સમય પૂરો થઇ રહ્યો છે. દિવાળીમાં મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ મહેનત માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જો કે આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે.  આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. 

    તુલા 

     નોકરીના કે વેપારના ક્ષેત્રમાં શાંતિ થી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો. શુક્રવારે શેરબજારમાં નવુ રોકાણ કરતાં વિચારવું જોઈએ. 

    વૃશ્ચિક 

    આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. તમે વિચાર કરજો કે જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સોમવારે સફળતા જરૂર મળશે.

     ધનુ 

    આર્થિક સંતુલન મેળવવા માટે, વિવેકદૃષ્ટિ જરૂરી છે. અન્યથા તમે નિરાશાવાદી બની જશો અને છેવટે કામ પડતું મૂકશો. તમે રચનાત્મક કાર્યો, નવી આવડતો અને જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો.  તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. બુધવારે તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા નીવડે. શુક્રવારે તમે સફળતા મેળવીને જ રહેશો. ભવિષ્યમાં સારી તકો આવી રહી છે. 

    મકર 

    અત્યારે તમારા માટે કામ અને દામ , બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની જરૂરત છે. તમે કૌટુંબિક પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તેમે હૃદયથી વધુ નરમ થયા . તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય અને એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા જોઈએ . મહેનત અને સચ્ચાઈ તમને સફળતા અપાવશે. સોમવારે આર્થિક વિકાસ. ગુરુવાર સુધીમાં લાંબા સમયથી અટકેલું કામ પાર પડે. 

    કુંભ 

    તમારા માટે આ સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને  સમયના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. નોકરી ધંધામાં નવા આર્થિક સાધનો ઉભા કરી શકાય તેમ લાગે છે. મંગળવારે  સિનિયર સિટીઝનની તબિયત સાચવવી. ગુરુવારે સારા સમાચાર મળે. 

     મીન 

     તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય, જે તમને આર્થિક લાભ તરફ આગળ વધારે. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ થતી જોઈ શકાય. માત - પિતા થી લાભ મળી શકે. જરૂર કરતાં વધારે પૈસા મળવાની શક્યતા છે. પરંતુ ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. મંગળવારે વાહન બાબતે કાળજી રાખવી. શુક્રવારે  સંતાનની પ્રગતિના સમાચાર મલે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!