• સાપ્તાહિક ભવિષ્ય (04-02-23 થી 10-02-23  સુધી)
    • સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ 
    સૂર્ય.. મકર રાશિમાં.  ચંદ્ર.. કર્ક થી કન્યા  રાશિ સુધી   બુધ.. ધનુ / મકર રાશિમાં  શુક્ર.. કુંભ રાશિમાં,  મંગળ.. વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. કુંભ રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. ગ્રહોની ઉપરોક્ત સ્થિતિ નો ફલકથનમાં સમાવેશ કરેલ છે. *ગોચર પરિભ્રમણની આ સ્થિતિ....ભારત દેશ અને વિશ્વના મોટા ભાગના દેશોમાં અશાંતિ દર્શાવે છે. વાતાવરણમાં અચાનક પલ્ટો, દૂષિત વાતાવરણ, અશાંતિ... આવું લગભગ 57 દિવસ સુધી ચાલે તેવું લાગે છે. અનિશ્ચિતતા, આક્ષેપો અને વિરોધ, આર્થિક અને રાજકીય ક્ષેત્રે ચાલુ રહેશે. કુળદેવી કે પછી બગલામુખી દેવીની આરાધના ટેકો આપી શકે*

    મેષઃ (અ ,લ, ઈ) 
    આપની મહેનતનું મધુર ફળ ચાખવા મળે. અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, રોજીંદા કામોથી લાભ થતોજાય. આર્થિક મુશ્કેલીઓનો માર્ગ નિકળતો જણાય, વિરોધી લોકો સામે તમારી પ્રગતિ થતી જણાય, કાર્યક્ષેત્રમાં મિત્રો અને સંબંધીઓનો સાથ સહકાર મળી રહે. સંતાનના પ્રશ્ને ચિંતા રહે છે તે દૂર કરવા માટે સારો સમય છે. બાળકોની પરીક્ષા અને સારા પરિણામ મળે તે માટે મહેનત કરવી પડે. કુટુંબ માટે પોલીસ કે કાયદાકીય કાર્યવાહીથી બચાવ કરવો જરૂરી છે. 

    વૃષભ: (બ, વ, ઉ) 
    આરોગ્ય બાબતે સચેત રહેવું હિતાવહ છે . આર્થિક સાહસ વિચારીને કરવું જો કે આર્થિક નવી તક આવતી જણાય છે , ભાગીદારીનાં કાર્યોમાં લાભ જણાય. સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય તો કુલદેવીની ઉપાસના ઉપયોગી નીવડે. ચાલુ કામમાં પ્રગતિ જણાય છે. નવા વર્ષની તક ઝડપવા માટે, અત્યારથી જ પ્લાનિંગ કરીલેવુ ફાયદા કારક નિવડે. શેરબજારમાં રોકાણ કર્યું હોય તો ફાયદો જોવા મળે. જમીન અથવા સ્થાવર મિલકતના કામમાં સફળતા મળી શકે છે. મંગળવારે સહકાર્યકરોની મદદ મળી રહે. ગુરુવારે ધર્મ-આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. 

    મિથુન: (ક, છ, ઘ) 
    આર્થિક ક્ષેત્રમાં નવીન તક આવતી જણાય રહી છે,  પારિવારિક શાંતિ જળવાઈ રહેશે. વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ આવ્યું જણાય. સાથે જ પોતાનું અથવા કુટુંબના સભ્યોનું આરોગ્ય સાચવવું જરૂરી છે, અન્યથા તમે અણધાર્યા ખર્ચમાં ઉતરી જશો. આર્થિક રીતે બચતની ખૂબ જરૂર છે, કારણ કે.. શુભ પ્રસંગો આવતા જણાય છે. પરિવારમાં કે મિત્રોને ત્યાં સારા સમાચાર આવે. પુત્ર કે પુત્રીનો શુભ પ્રસંગ આનંદ દાયક રહે. સોમવારે આર્થિક વિકાસ માટે કરેલી મહેનત ફળી રહી જણાય. 

    કર્ક: (ડ, હ) 
    સ્થાવર સંપત્તિ લેવાની આશા પૂર્ણ થતી જણાય તેમજ લગ્નજીવનમાં આનંદ અનુભવાય, મુસાફરીમાં મધુરતા આવતી અનુભવાય. સકારાત્મક વિચારો આપના મનોબળને વધારશે. આર્થિક ક્ષેત્રમાં નવીન તક જણાય, જૂના વિવાદ સમાપ્ત થતા જણાય. ધીરજ રાખી પોતાના મહેનતના પરિણામની રાહ જોવી જરૂરી બનશે , સાથે દાંપત્યજીવન સુખમય બની રહેશે, ધાર્મિક અથવા અન્ય સત્કાર્યનો લહાવો મળે તો લઈ લેવો. ઘરમાં ઉમરલાયક લોકોની કાળજી રાખવી જોઈએ, નહીં તો દર્દમાં વધારો થાય અને ખર્ચમાં પણ વધારો થાય..!  

    સિંહ: (મ, ટ) 
    પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે પરંતુ ઓફિસ અને વ્યવસાયના કાર્યક્ષેત્રમાં સામાન્ય બોજ જણાય, આર્થિક ઉતાર ચઢાવે સંભવે છે માટે સાવધાની રાખી લાભ લઈ લેવો. મહત્વના કાર્યમાં પ્રગતિ જણાય સાથે જ કૌટુંબિક તણાવનો અંત પણ આવતો જણાય છે , તમારી મહેનતથી, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે. મિત્રો અને સંબંધીઓ પાસેથી આ અંગે મદદ મળી રહે. પત્ની સાથે ઝઘડો કે મતભેદ ન થાય તે માટે પ્રયત્ન કરવા. પોતાની સત્તા કે બળ વાપરવામાં લાભ નથી. 

    કન્યા: (પ, ઠ, ણ) 
    તમારી મહેનત અને ધગશને કારણે પ્રગતિ જણાય, ધંધાના કાર્યક્ષેત્રમાં વિખવાદથી દૂર રહેવું. બોલીને બગાડવું નહીં.  આર્થિક માર્ગમાં કઠિન સમય હળવો બનતો જણાય તથા રાજકીય ક્ષેત્રે સફળતા જણાય,  કૌટુંબિક વિવાદથી અંત૨ રાખવામાં મઝા છે. નવા કાર્યનો શુભારંભ સંભવ બને. સાથે જ  પ્રવાસનું આયોજન સંભવ અને તાજગી આપનાર બને, શુક્રવારનો દિવસ ધીરજથી પસાર કરવો હિતાવહ છે . પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી. નવી તકોનું નિર્માણ થતું જણાય, સાથે સાથે જૂના સંબંધ તાજા થતા પણ જણાય.

    તુલાઃ (ર, ત) 
     આર્થિક અને શેરબજારમાં ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવું. સાથે જ તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતું જણાય, તમારી અથવા પત્ની ની બેચેની દૂર થતી જણાય. પોતાના પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે તથા મહત્ત્વના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ ચાખવા મળે, આરોગ્યમાં સાનુકૂળતા જણાય. લોકોના કહેવા ઉપર ધ્યાન આપવું નહીં, પરંતુ પોતાની ફરજ બજાવતા રહેવી. પોલીસ કે રાજકીય લોકોની દોસ્તી લાભ કરતાં હાનિકારક સાબિત થઈ શકે છે. 


    વૃશ્ચિકઃ (ન, ય) 
    માનસિક ચિંતા દુર થતી જણાય. મનની મુરાદો પૂરી થતી જણાય તથા પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે, સાથે સાથે પોતાના સંતાનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, કારણ કે આર્થિક માર્ગમાં ખાતર પર દિવેલ થતું જણાય છે. નોકરીના કાર્યક્ષેત્રમાં બઢતી બદલી સંભવ બતાવે છે , સામાજિક માન સમ્માન વધે, વડિલ કે સિનિયર વ્યક્તિ સાથે સમ્માન પૂર્વક વ્યવહાર જરૂરી છે. પોતાની તબિયત સાચવીને કામ કરવું. સંતાનના અભ્યાસ પ્રશ્ને ચિંતા રહે. બુધવારે બહારના લોકો સાથે કામ કરવામાં કાળજી રાખવી. 

    ધનઃ (ભ, ઢ, ફ, ધ) 
    નાણાકીય વ્યવહારો સાચવીને કરવા હિતાવહ જણાય છે. સોમવારે મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કૌટુંબિક મતભેદ ટાળવા. કૌટુંબિક કે સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ જણાય છે તો એ માટે સમજી વિચારીને નિર્ણય લેવો, આરોગ્યની ચિંતા દૂર થતી જણાય. વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થાય  માટે નકામી વાતોમાં સમય વધારે પસાર કરવો નહીં, પરિશ્રમનું ફળ મળતું જણાય, કુટુંબના સિનિયર સભ્યો તથા પત્નીના આરોગ્યની કાળજી રાખવી જોઈએ. 

    મકર: (ખ, જ) 
    આ સપ્તાહે સ્પર્ધાત્મક બાબતોનું પરિમાણ સારું જણાય. પરંતુ, યાત્રા  પ્રયાસમાં સાચવવું, ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ વધારે જણાય છે માટે , વિચારીને ખરીદી કરવી. મહત્ત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે અને કાર્યક્ષેત્રમાં બઢતી કે બદલી સંભવ બને, શેર બજાર તથા વેપારમાં ધ્યાન રાખવું હિતાવહ છે. ઘરમાં કોઈ માંદગી હોય તો, ધીમે ધીમે તબિયત સારી થતી જણાય. મુશ્કેલીનો સામનો કરવો પડે, પરંતુ છેવટે સફળતા મેળવી શકો. બાળકોની પ્રગતિ માટે ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા તકલીફ ઉભી થઈ શકે છે. 

    કુંભ:  (ગ, સ, શ, ષ) 
    આર્થિક લાભ સંભવ બને છે , તમારું સ્વાસ્થ્ય કાળજી માગી લેતું જણાય છે . ધંધાકીય પ્રવાસો મિશ્ર ફળદાયી રહે  અને આવકના નવા સ્ત્રોતોમાં વધારો થતો જણાય, મનમાં ધડેલી યોજના પર  કાર્ય આગળ વધે તે માટે મહેનત કરવી પડે તેમ છે . ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય સાથે જ નાણાં વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું, વિરોધીઓથી સાવધ રહેવું. શેરબજારમાં રોકાણ અને મિત્રો કે સગા સંબંધીઓ સાથે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવાની જરૂર છે. મંગળવારે સહકાર્યકરોની મદદ મળી રહે. 

    મીનઃ (દ, ચ, ઝ, થ) 
    આ સપ્તાહે, વાણી-વર્તનમાં સંયમ રાખવો હિતાવહ છે , કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય. વ્યવહારિક સફળતા મળતી જણાય અને સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે. પ્રવાસનું આયોજન સંભવ બને. પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે તથા સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય. તમારા વિચારોને સકારાત્મક રાખવા જોઈએ જેથી તમારા સ્વપ્નો સાકાર કરવા માટે વેગ મલે. આગામી દિવસોમાં નવા નવા પ્રયોગો અને નવા રોકાણ સફળતા તરફ આગળ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાય. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!