• સાપ્તાહિક ભવિષ્ય (11-02-23 થી 17-02-23  સુધી)
    રાશીભવિષ્ય 11-2-2023 09:10 AM
    મેષ (અ ,લ, ઈ) 
    સ્પર્ધાત્મક તથા નાણાકીય સ્થિતિમાં સુધારો થતો જણાશે . વિદેશના અટકેલા કાર્ય પૂર્ણ થઇ શકે, આવકનાં સ્રોતમાં વધારો થઇ શકે છે. ઘરની માનસિક ચિંતા હળવી બનતી જણાય. આર્થિક તથા વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે. બાળકો માટે, પરીક્ષા જેવી બાબતોમાં સારી સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . મંગળવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. ગુરુવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. 

    વૃષભ (બ, વ, ઉ) 
    જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની  ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. જૂના મિત્રો અથવા પહેલાં કરેલા રોકાણ થી લાભ થાય. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત તમારે વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે. 

    મિથુન (ક, છ, ઘ) 
    કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે, તમારી તબિયત અંગે સાવધાની રાખવી પડશે. આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. મુશ્કેલી લાગે તો પણ લાગ્યા રહેવું. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે. શુક્રવારે પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

    કર્ક (ડ, હ) 
    ગયા અઠવાડિયાની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. સાથે સાથે પરિવાર અને સિનિયર સિટીઝન ની તબિયત માટે ધ્યાન આપવું. વેપાર કે નોકરી માં તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. સોમવારે તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો. બુધવારે હિતશત્રુઓ થી ચેતતા રહેશો તો વાંધો નહીં આવે. ગુરુવારે નવા રોકાણ થી બચવું સલાહ ભર્યું છે. 

    સિંહ (મ, ટ) 
    આપના પરિવાર માટે  ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચ કરવામાં ધ્યાન રાખવું. . આ સમયગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ બનશો તો લાભદાયી છે . તમારામાં ગહન પ્રયત્નો માટેની મજબૂત આત્મબળ છે જે તમને તમારા કાર્યોમાં જીત અપાવે અને તમારા માન મરતબો વધારે. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. 

    કન્યા (પ, ઠ, ણ) 
    તમારું રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સચેત રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. નાનો પ્રવાસ કરી સકશો , પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, મંગળવારે નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય.

    તુલા (ર, ત) 
    હવે મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ મહેનત માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. પરંતુ જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. જો કે આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. મંગળવારે આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે.

    વૃશ્ચિક (ન, ય) 
    આ સપ્તાહે આપ શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી... નહીં તો બોલાચાલી પણ ઘણી થશે. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો. ગુરુવારે ક્યા સમયે શું બોલવું તે આપ સારી રીતે જાણી જશો .  શુક્રવારે શેરબજારમાં નવુ રોકાણ કરતાં વિચારવું જોઈએ. 

    ધન (ઢ, ફ, ધ) 
    ઘરમાં કે ઓફિસમાં શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. બહાર ના લોકો પરથી ધ્યાન હટાવીને તમે અંગત બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. તમે વિચાર કરજો કે જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સોમવારે સફળતા જરૂર મળશે.

    મકર (ખ, જ) 
    તમે ધંધા રોજગાર વધારવા માટે આયોજન કરશો, તો શાંતિ મલશે. આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. ગંભીર નાણાકીય અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા સ્રોત માટે સક્રિય વિચારણા હાથ ધરશો. તમારા પોતાના ઉપર ભરોસો અને પરમ કૃપાળુ પરમાત્મામાં શ્રધ્ધા રાખશો તો તમે ચોક્કસ નવા પડકારોને પહોંચી વળશો. અને પ્રગતિ કરી શકશો. ભવિષ્યમાં ઉજ્વળ તકો આવવાની છે. મંગળવારે ધારેલી સફળતા મળે. ગુરુવાર શાંતિથી પસાર થાય.

    કુંભ (ગ, સ, શ, ષ) 
    અમુક પ્રકારના વિભાજન કે નાણાં પાછાં ખેંચી લેવા તમારા માટે માત્ર જરૂરી જ નહીં, પણ ભવિષ્યની સુરક્ષા અને વિકાસ માટે અતિ આવશ્યક બની ૨હેશે. હા, તમે મૂડીરોકાણ અને મિત્રો પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમયગાળામાં નાણાકીય બાબતો તમારા માટે અગત્યની રહેશે. તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. સોમવારે, ચાલુ નાણાંકીય વ્યવહારો સરળ રીતે પાર પડે. મંગળવારે સમજીને ભવિષ્ય માટે પ્લાન કરવાની યોજના બનાવી શકાય.

    મીન (દ, ચ, ઝ, થ) 
    સંભવિત મોટા નુકસાનમાંથી તમારો આબાદ બચાવ થાય. આ ઉપરાંત તમે, આવકની ક્ષમતા વધારવા મહેનત કરશો. તમે જેને પ્રેમ કરો છો, જેની કાળજી લો છો તેની સંબંધોમાં ગહનતા આવશે. સંયુક્ત ખાતાં, લોન, ફંડ, સુરક્ષા પોલિસી વિગેરે બાબતોમાં સક્રિય રહેશો. જો તમારો જમીન મકાન સંબંધિત વ્યવસાય હોય તો સફળતા મેળવી શકાય. આ સપ્તાહ દરમિયાન પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકો. શનિવારે નવા રોકાણ થી બચવું. ગુરુવારે જૂની ઉઘરાણી મળવાની શક્યતા છે. બુધવારે વધારે મહેનત વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ કરશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!