• સાપ્તાહિક ભવિષ્ય (24-12-22 થી 30-12-22  સુધી)
    સૂર્ય..  ધનુ  રાશિમાં.  ચંદ્ર.. ધનુ રાશિ થી મીન રાશિ સુધી , બુધ.. ધનુ/મકર રાશિમાં, શુક્ર... ધનુ/મકર રાશિમાં,  મંગળ..  વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર  રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.  - આ સપ્તાહની શરુઆત માં... ચાર ગ્રહો *સૂર્ય ચંદ્ર બુધ અને શુક્ર ની યુતિ, ગુરુની રાશિ ધનુ માં થાય છે, જે દેશ અને દુનિયામાં લડાઈ ઝગડા અને અશાંતિ ઊભી કરે. શનિ થી બારમા ભાવમાં ઉશ્કેરાટ અને અશાંતિ માં વૃદ્ધિ કરે..! નવો કોરોના ઉચાટ કરાવે. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. શનિવાર અને હનુમાનજીની આરાધના ફાયદો કરાવે. ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, साप्ताहिक भविष्य માં સમાવેશ કરવામાં આવ્યો છે. 

    મેષ: (અ ,લ, ઈ) 
    આળસ ખંખેરી, મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ મહેનત માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જો કે આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે.  આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવારે પારિવારિક સફળતા. 

    વૃષભ: (બ, વ, ઉ) 
    વાહન ચાલકોએ શાંતિ રાખવી. નોકરીના કે વેપારના ક્ષેત્રમાં શાંતિ થી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો. શુક્રવારે શેરબજારમાં નવુ રોકાણ કરતાં વિચારવું જોઈએ. 

    મિથુન: (ક, છ, ઘ) 
    વડિલો અને મિત્રો સાથે કરેલી ચર્ચા ઉપયોગી સાબિત થાય. આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. મિત્રો અને પરિવારજનો પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સોમવારે સફળતા જરૂર મળશે.

    કર્ક: (ડ, હ) 
    આર્થિક સંતુલન મેળવવા માટે, વિવેકદૃષ્ટિ જરૂરી છે. અન્યથા તમે નિરાશાવાદી બની જશો અને છેવટે કામ પડતું મૂકશો. તમે રચનાત્મક કાર્યો, નવી આવડતો અને જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો.  તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. બુધવારે તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા નીવડે. શુક્રવારે તમે સફળતા મેળવીને જ રહેશો. ભવિષ્યમાં સારી તકો આવી રહી છે. 

    સિંહ: (મ, ટ) 
    નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અત્યારે તમારા માટે કામ અને દામ , બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની જરૂરત છે. તમે કૌટુંબિક પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય અને એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા જોઈએ . મહેનત અને સચ્ચાઈ તમને સફળતા અપાવશે. સોમવારે આર્થિક વિકાસ. 

    કન્યા: (પ, ઠ, ણ) 
    તમારા માટે આ સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને  સમયના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. નોકરી ધંધામાં નવા આર્થિક સાધનો ઉભા કરી શકાય તેમ લાગે છે. મંગળવારે  સિનિયર સિટીઝનની તબિયત સાચવવી. ગુરુવારે સારા સમાચાર મળે. 

    તુલા: (ર, ત) 
     તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય, જે તમને આર્થિક લાભ તરફ આગળ વધારે. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ થતી જોઈ શકાય. માત - પિતા થી લાભ મળી શકે. જરૂર કરતાં વધારે પૈસા મળવાની શક્યતા છે. પરંતુ ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. મંગળવારે વાહન બાબતે કાળજી રાખવી. 

    વૃશ્ચિક: (ન, ય) 
    પરિવારજનો  સાથે આનંદ પ્રમોદ કરવાનો તબક્કો છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે  ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. રવિવારે સારા સમાચાર મળે. મંગળવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

    ધન: (  ઢ, ફ, ધ) 
    વેચાણ અને વેપાર માટે ઉજ્જ્વળ તક ઊભી થાય. તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. 

    મકર: ( ખ, જ) 
    પરિવારમાં સિનિયર સિટીઝનની તબિયત સાચવવી. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. 

    કુંભ:( ગ, સ, શ, ષ) 
    પરિવાર કે મિત્રો સાથે સમસ્યા સર્જાય તો લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય.  વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. 

    મીન: (દ, ચ, ઝ, થ) 
    સંતાનની પ્રગતિ માટે ધ્યાન આપવાની જરૃર છે. તમે આ અઠડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ  તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. નાનો પ્રવાસ કરી સકશો , પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, મંગળવારે નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!