• સાપ્તાહિક ભવિષ્ય : તા. 24 સપ્ટેમ્બરથી, 30 સપ્ટેમ્બર, 2022 સુધી
    રાશીભવિષ્ય 24-9-2022 01:12 PM
    લેખક: લેખક: મહેન્દ્રભાઈ રાવલ
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ 

    સૂર્ય..  કન્યા રાશિમાં.  ચંદ્ર.. સિંહ થી વૃશ્ચિક રાશિ સુધી , બુધ.. કન્યા  શુક્ર..સિંહ/કન્યા રાશિમાં,  મંગળ.. વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.  સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે. પોતાની અને પરિવારની સુખ શાંતિ અને આર્થિક ઉન્નતિ માટે પોતાના કુળદેવી અથવા ગાયત્રીજી, અંબાજી, ઉમિયાજી ખોડીયાર માતા કે બગલામુખી માતા ની ઉપાસના કરવી જોઈએ. કમસેકમ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું અને પોતાના ઘરે દીવો અગરબત્તી કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે. 

    🕉️  મેશ 

    સપ્તાહ ની શરુઆતમાં આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો ઊંડાણપૂર્વક વાત કરશે , કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આવી વ્યક્તિઓ કે મિત્રો સાથે આર્થિક વ્યવહાર, સમજીને કરવામાં લાભ છે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા તે વ્યક્તિ,  અથવા જેની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમના અત્યાર સુધી અપ્રસ્તુત પાસાં ઉજાગર થતાં નિકટતામાં ઓછપ વર્તાય. આ બાબતે શનિવારે નિર્ણય ન લોવો. રવિવારે સિનિયર સિટીઝન ની તબિયત સાચવવી. મંગળવારે આર્થિક પ્રવૃત્તિ માં સફળતા. 

    🕉️  વૃષભ 

     તમે તમારી વિશાળ ઇમેજ ઊભી કરી શકશો. તમારી કામ કરવાની , સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદો કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે અને તમે પ્રેમની લાગણી અનુભવશો, તમારી મહેનત, કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય. શેરબજાર અને સટ્ટા જેવી ટુંકા સમય માં પૈસાદાર થવાની વૃત્તિથી બચવું સલાહ ભર્યું છે. મહેનતથી બેંક બેલેન્સ માં વધારો થાય તેવા કામ શુક્રવારે કરવાથી સફળતા મેળવી શકશો. 


    🕉️  મિથુન 

    વ્યક્તિગત જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની  ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. સરકાર સાથે કે પોલીસ સાથે કામ પાડવામાં શાંતિ રાખવી હિતાવહ છે. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે. 

    🕉️  કર્ક

    આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. મુશ્કેલી લાગે તો પણ લાગ્યા રહેવું. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે. પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો. મંગળવારે પોતાના અથવા કુટુંબના પ્રશ્નો હલ થઈ શકે. ગુરુવારે ખરીદ વેચાણના કામમાં લાભ દેખાય છે 

    🕉️   સિંહ 

    ખોટા અને બનાવટી લોકો કે મિત્રો સાથે આર્થિક વ્યવહાર ન કરવા માટે ચેતવણી આપવામાં આવે છે. ભૂતકાળની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો. પરંતુ હિતશત્રુઓ થી ચેતતા રહેશો તો વાંધો નહીં આવે. ગુરુવારે નવા રોકાણ થી બચવું સલાહ ભર્યું છે. 
    સોમવારે ધાર્મિક પ્રવૃત્તિથી લાભ. 

    🕉️  કન્યા 

     તહેવાર દરમિયાન, આપના પરિવાર માટે  ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સોમવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે. આપણા પરિવારની જવાબદારી પૂરી કરવા માટે મહેનત કરવાની પ્રેરણા મળે. શુક્રવારે શેર બજારમાં નવા ઈશ્યુનો લાભ લઈ શકાય. 

    🕉️  તુલા

    સાપ્તાહિક રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. પરંતુ હવે તમારે તમારા સંતાનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. મંગળવારે વાહન શાંતિથી ચલાવવું. શનિવાર સારો જાય. 

    🕉️   વૃશ્ચિક 

    તમારે આગળ વધવા પ્રયાસ કરવાનો છે. વાહન વ્યવહાર માટે, સંભાળીને શાંતિથી અઠવાડિયું પસાર કરવું. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવાર પરિવાર સાથે વિતાવવો. 

    🕉️  ધનુ 

    આ સપ્તાહે... ઓફિસ માટે કે ઘરમાં, સમસ્યા સર્જાય અને લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય.  વ્યક્તિગત, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી  જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. કાયદા અંગે જાણકાર મિત્રો સાથે, ચર્ચા કરીને નિર્ણય લીધો હોય તો સફળતા જરૂર મળશે. શુક્રવારે કરેલા કામમાં સફળતા મળી શકે છે. 

    🕉️  મકર 

    કુળદેવીની કૃપાથી વ્યક્તિગત, ભાવનાત્મક, અને આર્થિક દૃષ્ટિએ વૃદ્ધિ પામો, વિકસો અને રૂપાંતરિત થાઓ, એવું આ સપ્તાહ જણાય છે. આ વિકાસ બૌદ્ધિક ક્ષેત્રે હોય તેવી પણ શક્યતા છે. જેમ કે મેનેજમેન્ટ કોર્સ, સંશોધન અથવા તમારા વ્યવસાય સાથે સંકળાયેલી નવી જાણકારી, વગેરે. આ વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણા મહત્ત્વના છે. લોકો આપને મદદ કરશે તેથી તેમની પર વિશ્વાસ મૂકતા શીખો. જીવનમાં યોગ્ય તક યોગ્ય સમયે ઝડપી લેવી. આ અઠવાડિયે તમે આગેળના મહિનાનું આયોજન કરશો અને વિકસિત થશો. મંગળવારે ફાયદો થાય. 

    🕉️  કુંભ 

    આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો. કુળદેવીની ભક્તિથી  ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર મા પડશો નહીં .શાંતિ થી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી... નહીં તો બોલાચાલી પણ ઘણી થશે. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું,  દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે.  ક્યા સમયે શું બોલવું તે આપ સારી રીતે જાણો છો. ગુરુવારે શેરબજારમાં રોકાણ કરતાં વિચાર કરવો. મંગળવારે આર્થિક લાભ.  બુધવારે મિત્રોની મદદથી કામ થાય. 

    🕉️  મીન

    આ અઠવાડિયે તમે થોડી ઘણી સમૃદ્ધિ અને પુરસ્કાર મેળવશો, ખાસ કરીને આધ્યાત્મિક અને માનસિક વૃદ્ધિ તથા વિકાસ થશે. લોકો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે. તમારી યોજનાઓ, ઉદેશ્યો, ભવિષ્યમાં તમારું સ્થાન.. વગેરે બધું ઉપર કહેલી નજરે જ પરખવામાં આવશે. પ્રવાસની પણ સંભાવના છે. વિકાસની અને પ્રગતિની પ્રક્રિયામાં વિઘ્ન આવશે, પણ હિંમત કરી ચાલુ રાખશો તો, પ્રગતિ તરફ વધવાનો સમયગાળો ચાલુ રહેશે. ખોટા અને સ્વાર્થી લોકો થી બચવું. 
    રચનાત્મકતાનો ઉપયોગ સમાજસેવા અને દાન જેવા કાર્યો માટે કરશો. બુધવારે જૂની ઓળખાણ થી લાભ થાય. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!