• સાપ્તાહિક ભવિષ્ય  08-04-23 થી 14-04-23  સુધી
    રાશીભવિષ્ય 7-4-2023 01:02 PM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ 
    સૂર્ય..  મીન રાશિમાં.  ચંદ્ર.. તુલા થી મકર રાશિ સુધી , બુધ.. મેશ રાશિમાં. શુક્ર.. વૃષભ રાશિમાં,  મંગળ.. મિથુન રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. કુંભ રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.

    મેષ ઃ (અ ,લ, ઈ) 
    સપ્તાહ દરમિયાન સુખ મેળવવા માટે, વાણીમાં સંયમ રાખીને શાંતિથી પોતાનું કામ કરવું. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. પરદેશના કામમાં રૂકાવટ જણાય. આપના કાર્યમાં આકસ્મિક સરળતા જણાય. પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા પરેશાની ઓછી થાય. ધંધામાં આવક થાય. નોકરી ધંધા કે કુટુંબ માં બદલાવની અનુભૂતિ થાય. ઉત્સાહમાં વધારો થાય. બાળકોના અભ્યાસમાં ધ્યાન આપવું. સોમવારે વાહનો અને ઈલેક્ટ્રોનિક સાધનો થી સાચવવુ. બુધવાર આનંદમાં પસાર થાય. શનિવારે ખોટી ભાગદોડ કરવી નહીં. રવિવારે ઉત્સાહ અને ઉમંગ રહે. 

    તુલા ઃ (ર, ત) 
    વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને ઉતાવળે કોઈ નિર્ણયો લેવા નહીં. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. જેમ- જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ. રૂકાવટ મુશ્કેલી દૂર થતા કામમાં રાહત જણાય.  આપનું મૌન અડચણની દવા બને, વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. મંગળવારે એક્સિડન્ટથી સંભાળી ચાલવું. ગુરુવારે વડીલોની સલાહ થી લાભ થાય. 


    વૃષભ ઃ (🌹 वृषબ, વ, ઉ) 
    આપના મિત્રવર્ગ સગા સંબંધી વર્ગની ચિંતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ન કરવી.દિવસ દરમ્યાન આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ક્ષણિક ચિંતા રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.અગત્યના કામકાજ અંગેના મિલન- મુલાકાતમાં સાનુકૂળતા રહે. સામાજિક અને પારિવારિક કાર્યો પૂરા થાય, સવારના સમયમાં વેપાર વધારવા, સાનુકૂળતા રહે તેમ જણાય છે . આ અંગે સવારે વહેલા ઉઠવા પ્રયાસ કરવો. મંગળવારે સંયમથી કામ કરવું.  શનિવારે પ્રવાસ લાભદાયી નીવડે. 

    વૃશ્ચિક ઃ (🌹 वृન, ય) 
    આપ ફરો છો અને કામકાજ પણ કરોછો, પરંતુ આપના હૃદય અને મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવીઆપે દિવસ દરમ્યાન કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર- પરિવારના શ્નોના લીધે ચિંતા- ઉચાટ રહે, કામમાં મન લાગે નહીં.  નવા કાર્યનો શુભારંભ સંભવ થઈ શકે છે , આપે બાંધેલી આર્થિક પાળથી મુકેલી દૂર થાય, ખાસ કરીને પોતાના પરિવારનમાં આરોગ્યનું ધ્યાન રાખવું. લગ્નના અથવા અન્ય પ્રસંગે ભારે જમવાનું ટાળવું. સોમવારે સ્થાવર મિલકત પર નિર્ણય ઉપયોગી સાબિત થાય. શનિવારે શાંતિથી દિવસ પસાર કરવો, ગરમી પકડવી નહીં. 

    મિથુન ઃ (ક, છ, ઘ) 
    સપ્તાહ દરમિયાન, યાત્રા-પ્રવાસ, તથા જરૂરી મિટિંગ મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કાર્યમાં રૂકાવટ જણાય. ઉપરી વર્ગના ઠપકાનો ભોગ બનવું પડે.આપના કાર્યમાં રૂકાવટ અથવા વિલંબ જણાય, સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. દોડધામ જણાય. રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, નવી તક ઝડપવામાં વિલંબ ન કરવો, દિવસો ધીરજ અને આનંદ થી પસાર કરવા. રવિવારે ખોટા ખર્ચ કરવાથી બચવું. મંગળવારે  મિલકત સંબંધી પ્રશ્નો ઉભા થાય તો શાંતિ રાખવી. પરિવાર અને મિત્રો સાથે સપ્તાહ આનંદમાં વીતે. 

    ધન ઃ (🌹 वृषભ, ઢ, ફ, ધ) 
    આ સપ્તાહ દરમિયાન, નોકરી અથવા ધંધાના કામકાજમાં ધ્યાન રાખવું. આપના યશને અને ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. નવું કામ શરૂ ન કરવું. ધર્મકાર્ય, શુભકાર્ય થઈ શકે પરદેશના કામમાં મિલન- મુલાકાત જણાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય, હર્ષ લાભ રહે.
    કોઈ પણ પ્રકારના મોટા નિર્ણય લેતા પહેલા બે વખત વિચારવું. મોટા, ખોટા અને કાલ્પનિક વિચાર ન કરવા. લીમીટમાં રહેવું. આમ કરવાથી... આનંદ રહે અને સપ્તાહ સુખમય પસાર થાય. સોમવારે મિત્રો દ્વારા લાભ થાય. બુધવારે સંતાનોની તબિયત સાચવવી. 

    કર્ક ઃ (ડ, હ) 
    આર્થિક પ્રગતિ સાથે, આપે ધનથી અને વાહનથી સંભાળીને શાંતિથી સપ્તાહ પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. ધર્મકાર્યમાં અડચણ જણાય. આપના અગત્યના કામ અંગે બહાર જવાનું બને.  જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, માનસિક પરિતાપ જણાય. સંતાનના પ્રશ્ને ધ્યાન રાખવું. આર્થિક સમૃદ્ધિ માટે થોડી વધુ મહેનત જરૂરી જણાય.  મંગળવારે   સારા સમાચારની પ્રાપ્તિ સંભવે, ગુરૃવારે નવી યોજનાનું આયોજન સંભવ છે ,  શુક્રવારે પરિવાર સાથે ના પ્રશ્નો અંગે, મગજને ઠંડો રાખશો તો... આનંદ, અને મનોરંજનમાં દિવસો પસાર થતા જણાય છે .

    મકર ઃ (🌹 ખ, જ) 
    નોકરી ધંધાના અથવા શેરબજારના કામમાં, વીમા કંપનીના કામમાં, બેંકોના કામમાં આપે ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં આવેશમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં.આપના કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે સામાજિક વ્યવહારિક કામમાં પણ વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે, ગેરસમજ તેમજ મનદુ:ખ ટાળવા. આવા સમયે કુળદેવીની ઉપાસના મદદરૂપ થાય છે. તમારી તબિયત સાચવવી જરૂરી છે. સોમવારે નોકરી કરતા લોકો માટે શાંતિ મળે. શુક્રવારે મિલકત સંબંધી પ્રશ્નો હલ થાય. 

    સિંહ ઃ (મ, ટ) 
    તમારી આર્થિક ઉન્નતિ માટે, અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં આપે ઉતાવળ ન કરવી. સાવધાની રાખવી. કોઈના દોરવાયા દોરવાઈ જઇને નિર્ણય લેવા નહીં. વાહન શાંતિથી ચલાવવું. આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ અન્ય કોઈ કાર્ય આવી જવાના લીધે આપના કાર્યને પૂર્ણ થવામાં વિલંબ થાય.મનની વાત મૂકવામાં વિલંબ ન કરવો, બીમારીથી સાચવવું. ખાસ કરીને વડિલો માટે સમય સારો નથી, આથી કોરોના અંગેના બધા નિયમો પાળવા . સામાન્ય રીતે બહાર હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનું ટાળવું. મંગળવારે આર્થિક વિકાસની દિશા મળે. 

    કુંભ ઃ (🌹 ગ, સ, શ, ષ) 
    સપ્તાહ દરમ્યાન માનસિક પરિતાપ ઉચાટના લીધે કામમાં મન લાગે નહીં. અગત્યના કામ અંગેની મુલાકાત દરમ્યાન સાવધાની રાખવી. નોકરી કરતા લોકો માટે આગળ વધવાના સંયોગ છે. જેમ જેમ દિવસ પસાર થતો જાય આપના કાર્યમાં રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં જો કે ઉતાવળ ન કરવી. સપ્તાહભર શારીરિક ઊર્જા સારી જણાય. મિત્રો દ્વારા સહાય મલી રહે. નવા વર્ષની કોઈ સારી ખબર મલે. મંગળવારે મિત્રો કે સગા સંબંધીઓ ને ઉધાર માલ ન આપવો. ગુરુવારે નોકરી કરતા લોકો ને વાહનોથી સંભાળી ચાલવું. શનિવારે લાભ થાય. 

    કન્યા ઃ (🌹પ, ઠ, ણ) 
    આપની સામાજીક અને આર્થિક રીતે આગળ વધવા માટે અને આપના કામકાજને પૂર્ણ કરવા માટે , શ્રમ અને મહેનત કરવા પડે. અન્ય લોકોનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યભાર દોડધામ શ્રમ વધે.  ખર્ચ અને રોકાણ પહેલા આયોજન કરવું જરૂરી છે , રાજકીય ક્ષેત્રે સફળતા જણાય, મહત્ત્વનો નિર્ણય પહેલા જાણકારની સલાહ લેવી, કૌટુંબિક વિવાદથી અંતર જાળવવું, એકંદરે સપ્તાહ સારું જણાય છે . નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી અથવા બદલી સંભવ. આપણી બધી યોજનાઓ જાહેર ન કરવી. બુધવારે આર્થિક લાભ. શનિવારે હનુમાનજી મંદિરમાં દર્શન કરવાથી લાભ થાય. 

    મીન ઃ (🌹દ, ચ, ઝ, થ) 
    રાજકીય, સરકારી કે ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહ્યા કરે. આપના ધાર્યા મુજબનું કામ ન થતાં ઉદ્વેગ રહે.આપના માટે માનસિક પરિતાપ- ઉચાટનો દિવસ રહે. આપની ગણત્રી ધારણા પ્રમાણે કામ ન થવાથી ઉચાટ ઉદ્વેગ રહે. હાલમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ રહી છે, માટે તમારા માટે ચિંતાનો વિષય નથી. સપ્તાહ દરમિયાન, સામાન્ય રીતે બપોર પછી સ્કૂર્તિ રહે, પૈસા સંબંધી મુશ્કેલીઓ હલ થઈ શકે. જૂની ઉઘરાણી મળી શકે. ગુરુવારે સિનિયર સિટીઝન માટે તબિયત સાચવવી. શનિવારે હનુમાનજી મંદિર માં દર્શન થી શાંતિ મળે. 



અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!