• સાપ્તાહિક ભવિષ્ય : (તા.10-09-22 થી 16-09-22  સુધી)
    રાશીભવિષ્ય 9-9-2022 12:07 PM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-
    સૂર્ય..  સિંહ રાશિમાં.  ચંદ્ર.. કુંભ થી વૃશભ રાશિ સુધી , બુધ.. કન્યા  શુક્ર..સિંહ રાશિમાં,  મંગળ.. વૃષભ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. 
    સપ્તાહ દરમિયાન... મહત્વના બે ગ્રહો ગુરુ અને શનિ વક ગતિ કરે છે. ગુરુ સાત્વિક ગ્રહ છે તો શનિ ક્રૂર..! આ રીતે દુનિયામાં  સત્ય અને જૂઠ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો હજુ અંત દેખાતો નથી..! સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ ચાલુ રહે. "कलौ काली विनायकौ" - મહાકાલી અને દેવીના અન્ય સ્વરૂપોની ઉપાસના કલિયુગમાં સિધ્ધિદાયક છે. ગ્રહોની ઉપરોક્ત સ્થિતિ નો ફલકથનમાં સમાવેશ કરેલ છે.


    💐 मेष

    સંતાનના કામ અંગે ચિંતા-ખર્ચ જણાય. વડિલો કે ઉમરલાયક લોકોની તબિયત માટે આપણને ચિંતા રહે. ભાઈભાંડુ, નોકરચાકર, કારીગર, ઉપરી અધિકારી વર્ગના લોકો દ્વારા મુશ્કેલી અનુભવાય. પરંતુ શાંતિ રાખવાથી હળવાશ લાગે. ધર્મકાર્ય થાય, સીઝનલ ધંધો કરતા હોય તો સારી આવક થાય,  રવિવારે પારિવારિક, કૌટુંબીક ચિંતા-ખર્ચ. સોમવારે વાહનથી સંભાળવું.  મંગળવારે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. બુધવારે વિલંબમાં પડેલા કામમાં સફળતા મળી શકે છે. શુક્રવારે શાંતિથી, પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું. 


    💐 वृषभ

    નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, વિચારણા થાય. આર્થિક મંદી ઓછી થતી લાગે, પરંતુ કૌટુંબીક અને પારિવારિક સંબંધ વ્યવહાર માં આપે સંભાળવું પડે. નિકટના સ્નેહી, વડીલ વર્ગને બિમારીનુ આવરણ આવી જાય. સીઝનલ ધંધો, આવક થાય. મકાન કે વાહન અંગેની કામગીરી, પુત્ર પૌત્રાદિક ના વિવાહ અંગેની વાતચીત થાય. શેરબજારમાં રોકાણ લાભદાયી બની રહે. ઘરમાં કે કુટુંબના મંગળ કાર્ય માટે સારો સમય આવી રહ્યો છે. રવિવારે આનંદ રહે.  બુધવારે  કદાચ ઉપાધિ આવી પડે તો ચેતીને ચાલવાની સલાહ છે . ગુરૂવારે ધર્મકાર્ય થાય. 


    💐 मिथुन 

    આગામી થોડા દિવસ શાંતિ, સ્વસ્થતા, ધીરજ રાખવી.  ઉશ્કેરાટ કે ગુસ્સો કરવો નહીં. છાતી , ગરદનમાં, મુખમાં દર્દ અને પીડા અનુભવાય તો ઉપેક્ષા કરવી નહીં. તુરંત ઈલાજ કરાવવો. વ્યસની વ્યક્તિ માટે... ઘાતક બિમારી ખર્ચ દોડધામ અનુભવાય. પત્નીની તબિયત અંગે ચિંતા રહે. બાકી, સાંસારિક પ્રશ્નમાં શાંતિ  જણાય. નોકરી કે ધંધાના કામમાં, બેંકના કામમાં, હપ્તાની ચૂકવણીમાં, સાવધાની રાખવી.  રવિવારે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો.  બુધવારે વાહનથી સંભાળવું. ગુરૂવારે શારીરિક-માનસિક આર્થિક ચિંતા ઓછી થતી અનુભવાય.  શુક્રવારે શાંતિથી દિવસ પસાર કરવો. 


    💐  कर्क

    નોકરી કે વ્યવસાયના કામમાં, કાનૂની કે સરકારી કામમાં, આગામી થોડા દિવસ સંભાળવા પડે.  બેન્કોના કામમાં, નાણાંની લેવડ-દેવડ કે જામીનગીરી માં  સંભાળીને કામ કરવું, નહીં તો મુશ્કેલી અનુભવો તેવું બને . રસ્તામાં આવતા જતા પૈસા, પાકીટ અથવા મોબાઇલનું  ધ્યાન રાખવું. આંખમાં દર્દ પીડા માં કાળજી રાખવી, નહીંતર તકલીફ આવી પડે. નોકરી તથા ધંધાના કામમાં, કે પછી ભાગીદારી વાળા ધંધામાં શાંતિ રાખશો તો રાહત જણાશે . રવિવારે વિલંબમાં પડેલ કામ ઉકેલાય. મંગળવારે ચિંતા-ખર્ચ થાય, બુધવારે નોકરી ધંધાના કામની ચિંતા હળવી રહે. પરંતુ માનસિક પરિતાપ રહે. શુક્રવારે રોજીંદા કામમાં વ્યસ્તતા રહે.


    💐  सिंह 

    આપે, આપના તેમજ કુટુંબના સભ્યો એ, આરોગ્યમાં સીઝનલ બિમારીથી, સંભાળવું.  બાળકો ના વિદ્યાભ્યાસ કે પછી વિવાહ, લગ્નના પ્રશ્ને ચિંતા રહે, વધારાનો ખર્ચ થાય, નાણાકીય ખેંચ અનુભવાય, પરંતુ ખર્ચ પુરતા પૈસા મળે. વાણીમાં નરમાશ અને મીઠાશ તથા વ્યવહારમાં નમ્રતા રાખવી, જેથી કામ બગડે નહીં. નોકરી કે ધંધાના તેમજ પારિવારિક, સામાજિક, કૌટુંબીક કામ કરી શકાય. બેંકના કામમાં જાગૃતિ રાખવી.  રવિવારે મનમાં વ્યગ્રતા રહે. સોમવારે ધર્મકાર્ય થાય. બુધવારે વાણીમાં મીઠાશ રાખવાથી રાહત રહે .  ગુરૂવારે આનંદ નો અનુભવ થાય .  શુક્રવારે નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે.  


    💐  कन्या 

    આ સપ્તાહે આરોગ્યની કાળજી રાખવી પડે. તે સિવાય નોકરી કે ધંધાના નાણાકીય જવાબદારી વાળા કામમાં, શાંતિ અને રાહત થાય તે માટે શું કરવું ? તેના વિચારોમાં અટવાયેલા રહો, ભાગીદારી વાળા ધંધામાં, જોખમી કોઈ નિર્ણય કરવો નહીં. સ્વભાવે નરમાઈ રાખવી. પત્ની કે , વડીલ વર્ગને બિમારી જણાય. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. રવિવારે ધર્મકાર્ય થાય,  સોમવારે નોકરી-ધંધાના કામમાં જાગૃતિ અને સાવધાની રાખવી. ગુરૂવારે કામકાજમાં સાનુકૂળતા, ચિંતા હળવી થાય. શુક્રવારે અન્યના સહકારથી કામ ઉકેલાય, આનંદ રહે. 

    💐  तुला

    કામ થાય, પરંતુ રસ્તામાં આવતા જતા, એક્સિડન્ટ બાબતે જાગૃતિ, સાવધાની રાખવી. ભાઈભાંડુ કે સંતાન ના અભ્યાસ સંબંધિત પ્રશ્નમાં ચિંતા રહે. બહારગામ કે પરદેશમાં નોકરી ધંધાનું કામ કરનાર કે અન્ય સગા દ્વારા તકલીફ દૂર થાય. દરરોજ ટ્રેન, બસ, કારમાં બહારગામ આવજા કરનારને ઉતાવળ કરવી નહીં, દોટ મૂકવી નહીં. પુત્ર કે પુત્રી ના વેવિશાળના કામમાં સાનુકૂળતા રહે. રવિવારે  કામકાજમાં શાંતિ રહે.  બુધવારે રસ્તામાં આવતા જતા સંભાળવું. ગુરુવારે મન વ્યગ્ર રહ્યા કરે. શુક્રવારે નોકરીમાં કે ધંધાના કામમાં જાગૃતિ રાખવી. આર્થિક કામમાં સાનુકૂળતા રહે. 


     💐  वृश्चिक 

    સપ્તાહમાં જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના પ્રશ્નમાં, કામકાજમાં તેમજ આરોગ્ય બાબતમાં ચિંતા કે મુશ્કેલી અનુભવાય. પુત્ર પૌત્રાદિક થી, વડીલ વર્ગ થી ચિંતા રહે. નાણાંકીય ખેંચ, મુંઝવણ કે પછી વધારાના ખર્ચાથી હૃદયની વ્યગ્રતા રહે, શાંતિ જણાય નહીં. શેરબજારમાં રોકાણ કર્યું હોય તો ફાયદો થાય. રવિવારે મિત્રો થી લાભ.  ધર્મકાર્યમાં, ઘર, પરિવાર, કે સંતાનના કામમાં ધ્યાન રાખવું. બુધવારે નોકરી કે ધંધાના કામમાં સાનુકૂળતા. શુક્રવારે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે, પરંતુ સફળતા મળી શકે. 

    💐   धनु

     આ અઠવાડિયે, મિત્રો સાથે સંબંધો તાજા થાય. ધંધામાં કે નોકરીના કામમાં  ધ્યાન આપવું પડે. તે સિવાય મસ્તક, પેટ, કમરમાં કે ખભામાં દર્દ પીડાથી સંભાળવું અને સમયસર ઉપાય કરવો. જેથી વધુ તકલીફ માંથી બચી શકાય. સાંસારિક જીવનમાં મનદુઃખ કે વિવાદ ચાલતો હોય તો તેમાં શાંતિ અને ધીરજ રાખવી. જાહેર સંસ્થાકીય કામ હોય , સરકારી, રાજકીય, ખાતાકીય કામ હોય તો તેમાં જાગૃતિ રાખવી. જરા પણ ગફલત ન કરવી. રવિવારે ખર્ચ અંગે ચિંતા રહે , મંગળવારે ધર્મકાર્યથી શાંતિ રાહત, ગુરૃવારે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. 


    💐  मकर 

    તમારા આરોગ્યને ધ્યાનમાં રાખવું જરૂરી રહેશે. સીઝનલ વાયરલ ઈન્ફેક્શન, કમર, દાંત-દાઢ-કાનની તકલીફમાં બેચેની અનુભવાય , શેર બજારમાં કામકાજમાં ધીમેથી ચલાવવું. ચાંદી, તાંબું, લોખંડ, ખાંડ, ચોખાના વેપાર-ધંધામાં જોખમો કરવા નહીં. નોકરીમાં કામની વ્યસ્તતા તથા જવાબદારી રહે. રવિવારે કામની વ્યસ્તતા રહે. સોમવારે બહાર જવાનું થાય. બુધવારે બેંકના કામમાં, નોકરી ધંધાના કામમાં ચિંતા રહે.  ગુરૂવારે માનસિક સ્વસ્થતા જણાય. શુક્રવારે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. બહાર જવાનું થાય તો પાકિટ સંભાળવું .


    💐  कुंभ 

    તમારો સમય સારો છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ મનની વ્યગ્રતા ઓછી થાય. પરંતુ શેરબજારની કામગીરીમાં , સંતાનના કામમાં હવે ધ્યાન રાખવું પડે. સાંસારીક પ્રશ્નમાં ચિંતા રહે, વધારાનો ખર્ચ કરવો પડે. નોકરીમાં કે ધંધાના કામમાં પ્રગતિ જણાય. જુના કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. ધંધો સારો ચાલવાથી આવક થાય. રવિવારે કામકાજમાં સાનુકૂળતા. સોમવારે સંતાન માટે ખર્ચ થાય. શુક્રવારે ચિંતા કે ખર્ચ, માનસિક પરિતાપ છતાં કામના ઉકેલથી આનંદ અનુભવો.  નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. 


    💐  मीन

     શારીરિક અને માનસિક થાક માં રાહતનો અનુભવ થાય. મકાન, જમીન કે વાહનના પ્રશ્નો, માતા-પિતા, સાસુ સસરાના પ્રશ્ન, નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા રહ્યા કરતી હોય તો તેમાં શાંતિ મળે. શરદી, કફ, ખાંસી, પીઠમાં દુખાવો રહેતો હોયતો તુરત ઉપચાર કરવો. તે સિવાય કામમાં વ્યસ્તતા રહે.  રવિવારે ધર્મકાર્ય, યાત્રા, મુલાકાતથી આનંદ. સોમવારે મનની પ્રસન્નતા રહે. બુધવારે નોકરી-ધંધાના કામમાં જાગૃતિ રાખશો તો પૈસા મળશે. ગુરુવારે કુળદેવીની પૂજાથી રાહત અનુભવાય. શુક્રવારે કૌટુંબિક કામમાં ધ્યાન આપવું પડે. ચિંતા-ખર્ચ અને ગુસ્સો કરવો નહીં.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!