• સાપ્તાહિક ભવિષ્ય 18-03-23 થી 24-03-23  સુધી
    રાશીભવિષ્ય 17-3-2023 04:20 PM
    • સૂર્ય..  મીન રાશિમાં.  ચંદ્ર.. મકર થી મેશ રાશિ સુધી , બુધ.. મીન રાશિમાં. શુક્ર..મેશ રાશિમાં,  મંગળ.. મિથુન રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. કુંભ રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.
    • ગોચર ગ્રહો અને પરિવર્તન વિગેરેનો વિચાર કરતાં... દેશ અને દુનિયામાં., અશાંતિ, હરિફાઈ અને સ્વાર્થી વૃત્તિ ને કારણે (રાજકીય અને કુદરતી) ડહોળું વાતાવરણ રહેશે. ક્યારેક સારા તો ક્યારેક નબળા સમાચારો મળ્યા કરે. અણુયુધ્ધની વાતો થાય. મિડિયા ના બધા સમાચારો પોતાની પોલીસી પ્રમાણે હોય છે, માટે ખોટા ટેન્શનથી દૂર રહેવું . 
    સૂર્ય..  મીન રાશિમાં.  ચંદ્ર.. મકર થી મેશ રાશિ સુધી , બુધ.. મીન રાશિમાં. શુક્ર..મેશ રાશિમાં,  મંગળ.. મિથુન રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. કુંભ રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.

    ગોચર ગ્રહો અને પરિવર્તન વિગેરેનો વિચાર કરતાં... દેશ અને દુનિયામાં., અશાંતિ, હરિફાઈ અને સ્વાર્થી વૃત્તિ ને કારણે (રાજકીય અને કુદરતી) ડહોળું વાતાવરણ રહેશે. ક્યારેક સારા તો ક્યારેક નબળા સમાચારો મળ્યા કરે. અણુયુધ્ધની વાતો થાય. મિડિયા ના બધા સમાચારો પોતાની પોલીસી પ્રમાણે હોય છે, માટે ખોટા ટેન્શનથી દૂર રહેવું . 

    • મેષ  (અ ,લ, ઈ) સપ્તાહ દરમ્યાન માનસિક પરિતાપ ઉચાટના લીધે કામમાં મન લાગે નહીં - પરંતુ, એ સમય પૂરો થઈ ગયો છે . તમારા, અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત દરમ્યાન સાવધાની રાખવી.જેમ જેમ દિવસ પસાર થતો જાય આપના કાર્યમાં રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં જો કે ઉતાવળ ન કરવી. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે.  સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . સોમવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. 
    • વૃષભ (બ, વ, ઉ) રાજકીય તથા ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહ્યા કરે. આપના ધાર્યા મુજબનું કામ ન થતાં ઉદ્વેગ રહે.આપના માટે માનસિક પરિતાપ કે ઉચાટનો સમય પૂરો થઈ રહ્યો છે . તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. ચાલુ નાણાંકીય વ્યવહારો સરળ રીતે પાર પડે. સમજીને ભવિષ્ય માટે પ્લાન કરવાની યોજના બનાવી શકાય.  સોમવારે રાહત રહે. મંગળવારે અને ગુરૂવારે શાંતિ થી કામ લેવું. 
    • મિથુન (ક, છ, ઘ) વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરવું. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. પરદેશના કામમાં રૂકાવટ જણાય.આપના કાર્યમાં આકસ્મિક સરળતા જણાય. પુત્ર, પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા પરેશાની ઓછી થાય. ધંધામાં આવક થાય. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે. બાકી આ સપ્તાહ સારું જાય. 
    • કર્ક (ડ, હ) આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્રવર્ગ સગા સંબંધી વર્ગની ચિંતા જણાય. જમીન, મકાન કે વાહનની લે-વેચમાં ઉતાવળ ન  કરવી. દરમ્યાન આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ક્ષણિક ચિંતા રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે. પરીક્ષા તથા સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે .
    • સિંહ (મ, ટ) યાત્રા અથવા પ્રવાસ, કે પછી મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કાર્યમાં રૂકાવટ જણાય. ઉપરી વર્ગના ઠપકાનો ભોગ બનવું પડે તે માટે સાવધાની રાખવી. .આપના કાર્યમાં રૂકાવટ અથવા વિલંબ જણાય, સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. દોડધામ તથા મહેનત જણાય.વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય.
    • કન્યા (પ, ઠ, ણ) વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને ઉતાવળે કોઈ નિર્ણયો લેવા નહીં. આપે શારીરિક રીતે કે ધનથી અને વાહનથી સંભાળીને શાંતિથી સમય પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. ધર્મકાર્યમાં અડચણ જણાય તો કુળદેવીનું સ્મરણ કરવું.  આપના અગત્યના કામ અંગે બહાર જવાનું બને. જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, માનસિક પરિતાપ જણાય. પરંતુ મહેનત નું ફળ મળવાથી આનંદ અને સંતોષ થાય. મંગળવારે લાભદાયી કામ થાય. ગુરુવારે મિલ્કત સંબંધિત તકલીફ શાંત થાય. 
    • તુલા (ર, ત) અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં આપે ઉતાવળ ન કરવી. સાવધાની રાખવી. કોઈના દોરવાયા દોરવાઈ જઇને નિર્ણય લેવા નહીં.આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો, પરંતુ અન્ય કોઈ કાર્ય આવી જવાના લીધે આપના કાર્યને પૂર્ણ થવામાં વિલંબ થાય. આર્થિક તથા વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે.  સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . સોમવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. શુક્રવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. 
    • વૃશ્ચિક (ન, ય) આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ તથા શ્રમ કરવા પડે. અન્ય કર્મચારીગણનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યભાર દોડધામ શ્રમ વધે.તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, મંગળવારે નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. વડિલો અને સિનિયર સિટીઝન માટે તબિયત સાચવવી પડે. 
    • ધન (ઢ, ફ, ધ) સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ. રૂકાવટ મુશ્કેલી દૂર થતા કામમાં રાહત જણાય.આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. તમે વિચાર કરજો કે જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સોમવારે સફળતા જરૂર મળશે. 
    • મકર (ખ, જ) આપ ઘરમાં કે ઓફિસમાં કામકાજ કરો પરંતુ આપના મનને શાંતિ કે રાહત જણાય નહીં. માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવીઆપે પરંતુ તે દરમ્યાન કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર તથા પરિવારના પ્રશ્નોના લીધે ચિંતા તથા ઉચાટ રહે, કામમાં મન લાગે નહીં.આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો. શુક્રવારે શેરબજારમાં નવુ રોકાણ કરતાં વિચારવું જોઈએ. 
    • કુંભ (ગ, સ, શ, ષ) નોકરી ધંધાના કામકાજમાં ધ્યાન રાખવું. આપના પદને કે ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. નવું કામ શરૂ કરતા પહેલા માતાજી કે કુળદેવીનું સ્મરણ કરવું. ધર્મકાર્ય, શુભકાર્ય થઈ શકે. પરદેશના કામમાં મિલન- મુલાકાત જણાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય, હર્ષ લાભ રહે. ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં, ભલે થોડી વધારે મહેનત કરવી પડે. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે.  આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. 
    • મીન (દ, ચ, ઝ, થ) આ સપ્તાહ તમારા શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી તક આપી જાય. થોડી મહેનત પણ કરવી પડે. શેરબજારના કામમાં, વીમા કંપનીના કામમાં, બેંકોના કામમાં આપે ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં આવેશમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં. આપના કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે સામાજિક વ્યવહારિક કામમાં પણ વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. સ્વાસ્થ્ય બાબત પર ધ્યાન આપવું જોઈશે. બાળકો અને સંતાનો સાથે પ્રેમથી કામ લેવું. આનંદ અને પારિવારિક મિલન થાય. સોમવારે અને શુક્રવારે સવારે ભોજન હળવું લેવું.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!