• સાપ્તાહિક રાશીભવિષ્ય (તા. 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ, 2022 સુધી)
    રાશીભવિષ્ય 12-8-2022 02:40 PM
    લેખક: મહેન્દ્રભાઈ રાવલ

    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-

    સૂર્ય..  કર્ક /સિંહ  રાશિમાં.  ચંદ્ર.. કુંભ રાશિ થી  વૃશભ રાશિ સુધી , બુધ.. સિંહ રાશિમાં, શુક્ર... કર્ક રાશિમાં,  મંગળ..  વૃશભ રાશિમાં.   ગુરુ.. મીન/મેશ રાશિમાં,  શનિ.. મકર  રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. ગયા સપ્તાહે દેશ અને દુનિયા માટે કરેલી આગાહી बिहार બાબતે સંપૂર્ણ સાચી પડી છે

    - આ સપ્તાહ દરમિયાન....બે  ગ્રહો *સૂર્ય અને ગુરુ  રાશિ પરિવર્તન કરે છે. જેના પરિણામે, બિહાર અને બંગાળ ઉપરાંત મહારાષ્ટ્ર અને હાલની સંસદમાં, કોર્ટમાં કે પછી દેશ અને દુનિયામાં લડાઈ ઝગડા અને અશાંતિ છે તે થોડા આંચકા પછી ઠીક થવાની શક્યતા છે. જોકે કોઈ એકાદ ન ધારેલી વાત પણ બને. પરંતુ આપણે મનમાં શાંતિ અને સ્થિરતા રાખવાથી રાહત થાય. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. જન્માષ્ટમી અને સોમવાર અને મહાદેવજીની આરાધના ફાયદો કરાવે... ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, साप्ताहिक भविष्य માં સમાવેશ કરવામાં આવ્યો છે. 


    🔱. મેશ 

     સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. જેમ- જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ. રૂકાવટ મુશ્કેલી દૂર થતા કામમાં રાહત જણાય.આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. તમે વિચાર કરજો કે જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સોમવારે સફળતા જરૂર મળશે. 

    🔱. વૃષભ 

    આપ હરો, ફરો, કામકાજ કરો પરંતુ આપના હૃદય કે મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવીઆપે પરંતુ તે દરમ્યાન કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર- પરિવારના શ્નોના લીધે ચિંતા- ઉચાટ રહે, કામમાં મન લાગે નહીં.આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો. શુક્રવારે શેરબજારમાં નવુ રોકાણ કરતાં વિચારવું જોઈએ. 


    🔱  મિથુન 

    નોકરી ધંધાના કામકાજમાં ધ્યાન રાખવું. આપના પદ, કે ધનને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવી પડે. નવું કામ શરૂ કરતા પહેલા માતાજી કે કુળદેવીનું સ્મરણ કરવું. ધર્મકાર્ય, શુભકાર્ય થઈ શકે. પરદેશના કામમાં મિલન- મુલાકાત જણાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય, હર્ષ લાભ રહે. ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે.  આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. મંગળવારે સારા સમાચાર મળે કે લાભ થાય. રવિવાર મિત્રો અને સંબંધીઓ સાથે વિતાવી શકાય. 


    🔱  કર્ક 

    આ સપ્તાહ તમારા શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી તક આપી જાય. થોડી મહેનત પણ કરવી પડે. શેરબજારના કામમાં, વીમા કંપનીના કામમાં, બેંકોના કામમાં આપે ધ્યાન રાખવું પડે. ઉતાવળમાં આવેશમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં.આપના કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે સામાજિક વ્યવહારિક કામમાં પણ વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. સ્વાસ્થ્ય બાબત પર ધ્યાન આપવું જોઈશે. બાળકો અને સંતાનો સાથે પ્રેમથી કામ લેવું. આનંદ અને પારિવારિક મિલન થાય. સોમવારે અને શુક્રવારે સવારે ભોજન હળવું લેવું. ઉપરમાં બુધવારે શેરબજારમાં લાભ થાય. 


    🔱  સિંહ 

    સપ્તાહ દરમ્યાન માનસિક પરિતાપ કે પછી ઉચાટના લીધે કામમાં મન લાગે નહીં - પરંતુ, એ સમય પૂરો થવામાં છે . તમારા, અગત્યના કામ અંગેની મિલન કે પછી ધંધાકીય મુલાકાત દરમ્યાન સાવધાની રાખવી.જેમ જેમ દિવસ પસાર થતો જાય આપના કાર્યમાં રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં જો કે ઉતાવળ ન કરવી. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે.  સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . સોમવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. શુક્રવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. 


    🔱  કન્યા 

    સરકારી કે પછી તમારા ખાતાકીય કામમાં, કોર્ટ કચેરીના કામમાં કોઈને કોઈ રૂકાવટ રહ્યા કરે. આપના ધાર્યા મુજબનું કામ ન થતાં ઉદ્વેગ રહે.આપના માટે માનસિક પરિતાપ અથવા ઉચાટનો સમય પૂરો થઈ રહ્યો છે . તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે સંચાલન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે. ચાલુ નાણાંકીય વ્યવહારો સરળ રીતે પાર પડે. સમજીને ભવિષ્ય માટે પ્લાન કરવાની યોજના બનાવી શકાય.  સોમવારે રાહત રહે. મંગળવારે અને ગુરૂવારે શાંતિ થી કામ લેવું. 


    🔱  તુલા

    વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરવું. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. પરદેશના કામમાં રૂકાવટ જણાય.આપના કાર્યમાં આકસ્મિક સરળતા જણાય. પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચિંતા પરેશાની ઓછી થાય. ધંધામાં આવક થાય. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે. બાકી આ સપ્તાહ સારું જાય. 


    🔱  વૃશ્ચિક 

    તમારા કાર્યક્ષેત્રની બાબતે વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મિત્રવર્ગ સગા સંબંધી વર્ગની ચિંતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ન  કરવી. દરમ્યાન આપ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ક્ષણિક ચિંતા રહે. નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.અગત્યના કામકાજ અંગેના મિલન- મુલાકાતમાં સાનુકૂળતા રહે. પરીક્ષા તથા સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . સોમવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. શુક્રવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. 


    🔱  ધનુ

    યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. પરદેશના કાર્યમાં રૂકાવટ જણાય. ઉપરી વર્ગના ઠપકાનો ભોગ બનવું પડે તે માટે સાવધાની રાખવી. .આપના કાર્યમાં રૂકાવટ- વિલંબ જણાય, સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. દોડધામ- શ્રમ જણાય.વિદેશમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી. વૃધ્ધો અને બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી. સપ્તાહ સુખમય પસાર થાય. મંગળવારે એક્સિડન્ટથી સંભાળી ચાલવું. ગુરુવારે વડીલોની સલાહ થી લાભ થાય. 


    🔱  મકર 

    વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને ઉતાવળે કોઈ નિર્ણયો લેવા નહીં. આપે તન-મન-ધનથી અને વાહનથી સંભાળીને શાંતિથી સમય પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. ધર્મકાર્યમાં અડચણ જણાય તો કુળદેવીનું સ્મરણ કરવું.  આપના અગત્યના કામ અંગે બહાર જવાનું બને. જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, માનસિક પરિતાપ જણાય. પરંતુ મહેનત નું ફળ મળવાથી આનંદ અને સંતોષ થાય. મંગળવારે લાભદાયી કામ થાય. ગુરુવારે મિલ્કત સંબંધિત તકલીફ શાંત થાય. 


    🔱  કુંભ 

    અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપે ઉતાવળ ન કરવી. સાવધાની રાખવી. કોઈના દોરવાયા દોરવાઈ જઇને નિર્ણય લેવા નહીં.આપના કાર્યમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો, પરંતુ અન્ય કોઈ કાર્ય આવી જવાના લીધે આપના કાર્યને પૂર્ણ થવામાં વિલંબ થાય. આર્થિક તથા વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. નોકરી ધંધામાં સ્થિતિ મજબૂત બનતી જણાય. નવી તક મળી શકે.  સ્થાવર મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે વધારે પ્રયાસ જરૂરી છે . સોમવારે વડીલોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા હળવી બને. શુક્રવારે નાણાકીય લેવડદેવડમાં કાળજી રાખવી. 



    🔱  મીન

    આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ કરવા પડે. અન્ય કર્મચારીગણનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યભાર દોડધામ શ્રમ વધે.તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, મંગળવારે નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. વડિલો અને સિનિયર સિટીઝન માટે તબિયત સાચવવી પડે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!