• સાપ્તાહિક રાશીભવિષ્ય (તા. 18 જુલાઈ, 2022થી 22 જુલાઈ, 2022 સુધી) : મહેન્દ્રભાઈ રાવલ
    રાશીભવિષ્ય 15-7-2022 01:10 PM
    સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ :-

    સૂર્ય.. મિથુન / કર્ક  રાશિમાં.  ચંદ્ર.. કુંભ થી મેશ રાશિ સુધી , બુધ.. મિથુન /કર્ક રાશિમાં, શુક્ર... મિથુન રાશિમાં,  મંગળ..  મેશ રાશિમાં.   ગુરુ.. મીન રાશિમાં,  શનિ.. મકર  રાશિમાં, રાહુ.. મેશ રાશિમાં અને  કેતુ... તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે.  - આ સપ્તાહ દરમિયાન....બે ગ્રહો *મંગળ અને રાહુ  શનિ થી ચોથા સ્થાને રહે છે , વળી શુક્ર શનિ થી છઠ્ઠા સ્થાને છે. જે દેશના વાતાવરણમાં  રાજકીય, સામાજિક, આર્થિક વાતાવરણ ડહોળાઈ ગયું હોય તેમ લાગે. આ ગ્રહો વરસાદ સંબંધે અતિવૃષ્ટિ માટે પણ હોઇ શકે. આવા સમયે વેપારી અને નોકરી કરતા લોકો, મક્કમતા સાથે ઈષ્ટદેવ ની ઉપાસના કરશે, શાંતિ અને સ્થિરતા રાખશે તે આગળ વધશે*. 

     ગ્રહોના  ઉપરોક્ત પરિભ્રમણનો, સાપ્તાહિક ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

    મેશ 

    આ સપ્તાહે ક્રિયાશીલતા અને વિકાસ મુખ્ય બાબત બની રહેશે. આપ ફરી જીવનમાં નવા પ્રવાસ માટે તૈયાર થશો જે આધ્યાત્મિક હોઈ શકે તેના કરતાં આર્થિક વધુ હોય શકે છે. આ વખતે આપ અધૂરાં પગલાં નહીં ભરો, કારણ કે આપ આત્મસંતોષની શોધમાં છો. લોકો ઊંડાણપૂર્વક વાત કરશે , કારણ કે જીવન તેનાં ઘણાં પાસાં રજૂ કરતું હોય છે. આપ જેને પ્રિય પાત્ર ગણતા હતા તે વ્યક્તિ,  અથવા જેની સાથે જીવન-મરણના કોલ લેવા તૈયાર થયા હતા તેમના અત્યાર સુધી અપ્રસ્તુત પાસાં ઉજાગર થતાં નિકટતામાં ઓછપ વર્તાય. આ બાબતે શનિવારે નિર્ણય ન લોવો. 

    વૃષભ 

    કૌટુંબિક અને પારિવારિક બાબતોમાં તમે સક્રિય ભૂમિકા અદા કરશો. લોકોના માનસપટ પર તમે તમારી વિશાળ ઇમેજ ઊભી કરી શકશો. તમારી કામ કરવાની , સરળ અને આગવી શૈલીઓ ઘણી લોકપ્રિય બનશે. લોકો સાથેનો વ્યવહાર વધુ સક્રિય બનશે, તમે તમારા વ્યવહારોમાં અંગત ફાયદો કરતાં સામાજિક મૂલ્યોનું વધારો ધ્યાન રાખશો. જે તમને સહાયકારક નીવડશે અને તમે પ્રેમની લાગણી અનુભવશો, તમારી મહેનત, કાર્યશક્તિ અને આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય. શેરબજાર અને સટ્ટા જેવી ટુંકા સમય માં પૈસાદાર થવાની વૃત્તિથી બચવું સલાહ ભર્યું છે. 

    મિથુન 

    આસપ્તાહે આપ સંપૂર્ણ રીતે પારિવારિક બાબતોથી ઘેરાયેલા રહેશો. પરિવાર, સમાજ અને જવાબદારીને કારણે વધારે વ્યસ્ત રહેશો, પણ આ બંને પક્ષ તરફથી થતી પ્રક્રિયા છે. જો આપ બીજાને મદદ કરશો, તો લોકો આપની  ચિંતાઓ અને મુશ્કેલીઓ દૂર કરશે. પારિવારિક પ્રશ્નોમાં આપ કેવી ભૂમિકા ભજવશો તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ આપ મેળવી શકશો. આ સમયગાળામાં આપ આધ્યાત્મિક બાબતો તરફ પણ ઢળશો. હકારાત્મક વલણેના કારણે તમે વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકો છો. વેપાર, કે નોકરી ધંધાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. મંગળવારે સારા સમાચાર મળી શકે છે. 

    કર્ક 

    આ સમયગાળામાં સફળતા મેળવવાના પ્રયાસોમાં આપની ઉપર જવાબદારીઓ, કર્તવ્ય અને ફરજોનો ભાર આવી પડશે, પણ આધ્યાત્મિક બાબતોમાં આપનો વિશ્વાસ અને સ્વજનો માટેનો પ્રેમ, તમારામાં નવા જુસ્સાનો સંચાર કરશે. મુશ્કેલી લાગે તો પણ લાગ્યા રહેવું. જોકે, બાળકો, માતા-પિતા અને સંબંધીઓ, તમને આગળ વધવા પ્રોત્સાહન આપશે. આ અઠવાડિયે, આપની આવકથી ખર્ચ વધી ન જાય તની સંભાળ રાખશો. નહીં તો મુશ્કેલીઓ છતી થશે. પરિવારજનો, સ્નેહીજનો, વૃદ્ધજનો, અને આપની આસપાસના લોકોની સલામતી અને સુરક્ષા વિશે ચિંતિત રહેશો.

    સિંહ 

    આ સમયગાળામાં તમે તમારી આવડતો, ઊર્જા અને વ્યાવસાયિક ઉપાધીઓ પ્રત્યે જ સમગ્રપણે કેન્દ્રિત રહેશો. ગયા અઠવાડિયાની તમારી સમગ્ર પ્રવૃત્તિઓમાં અચાનક ઊભરો આવે અને તમે તમારી નોકરી વ્યવસાય અને પ્રવૃત્તિઓમાં બમણી ઊર્જાથી જોતરાશો. તમારે જે મેળવવું છે તે માટે તમે તમારાથી બનતું કરી છૂટવા પ્રયત્નો કરશો. ફંડ, લોન, ફાઇનાન્સ, ખરીદી-વેચાણ વગેરે બાબતોમાં પણ ઉછાળો આવે. તમે મોટી જીત માટે દાવ ખેલવામાં આનંદ અનુભવો. પરંતુ હિતશત્રુઓ થી ચેતતા રહેશો તો વાંધો નહીં આવે. ગુરુવારે નવા રોકાણ થી બચવું સલાહ ભર્યું છે. 

    કન્યા 

    ઘરમાં અને પરિવારજનો  સાથે ખર્ચ અને આનંદ પ્રમોદ કરવાનો તબક્કો હજી પણ ચાલુ જ છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે  ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. આ સપ્તાહમાં સોમવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

    તુલા 

    તમે આ અઠડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ આગામી  તમારું રાશિફળ કહે છે કે તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. 

    વૃશ્ચિક 

     આપનો આનંદનો અને આરામના સમય સાથે . હવે મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવાર પરિવાર સાથે વિતાવવો. 

    ધનુ 

    ધીરજ અને શાંતિ થી ઓફિસ માટે કે ઘરમાં, સમસ્યા સર્જાય તો, વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય.  વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં  સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સફળતા જરૂર મળશે. શુક્રવારે કરેલા કામમાં સફળતા મળી શકે છે. 

    મકર 

    આ સપ્તાહ દરમિયાન, સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ છે. પારિવારિક મનભેદ ટાળવા, આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. માટે ખોટી ચિંતા કરવી નહીં. નોકરીના કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું તેમજ અંગત પ્રશ્નોનું સમાધાન આવતું જણાય, પ્રવાસ ટાળવા હિતાવહ રહે. ભૂતકાળમાં પ્રગતિ માટે વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય તથા આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય, વ્યાપારના કાર્યક્ષેત્રમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહિ. મંગળવારે પારિવારિક સ્નેહ અને   મિત્રો ની મદદથી કૌટુંબિક વ્યાવહારિક કાર્ય અંગે સાનુકૂળતા જણાય. 

    કુંભ 

    આ અઠવાડિયે, તમારી ભવિષ્યમાં પ્રગતિ માટે આયોજન કરવાની જરૂર છે. નિર્ધારિત કાર્યો આગળ વધતા જણાય તેમજ પારિવારિક માધુર્યતા જળવાઈ રહે. આ ઉપરાંત રચનાત્મક પ્રવૃત્તિમાં વધારો જણાય. તમને ભાગ્યનો સાથ મળતો જણાય. આ બાબતે લાભ મેળવવા વિવાદથી અંતર જાળવવું, નોકરીના કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે. ભવિષ્યમાં રોકાણ માટે નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ સફળતા આપાવેછે. મંગળવારે સમય અને સફળતા બંને સાથ આપતા જોવા મળે 

    મીન

    અઠવાડિયા દરમિયાન સકારાત્મક વિચારોના લીધે સમય સારો પસાર થાય સાથે સાથે પારિવારિક મધુરતા પણ જળવાઈ રહેશે, ગુરૃવારે થોડો સમય શાંતિથી પસાર કરવો લાભદાયી પુરવાર થાય . મહત્ત્વના કાર્યમાં સામાન્ય અવરોધ જણાય તથા દામ્પત્ય જીવનમાં મનમેળ ન જળવાય તો સમજવું કે કુલદેવીની કૃપા જરૂરી છે.! તમારી ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને.  વેચાણ ના કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાય. શનિવારે આર્થિક પ્રશ્નોના કારણે બેચેની જણાય  શુક્રવારે સામાજિક કાર્ય આગળ વધે, સોમવાર સત્કાર્યમાં દિવસ પસાર થાય. તથા ધર્મ કાર્ય સંભવ બને,

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!