• સાપ્તાહિક ટેરોટ ભવિષ્ય  -અમી ઝવેરી 
    રાશીભવિષ્ય 20-4-2023 01:20 PM
    લેખક: અમી ઝવેરી
    • ટેરોટ કાર્ડ જાતક ના અંગ્રેજી મહિના ના જન્મ પ્રમાણે ની સૂર્ય રાશિ પર નિર્ભર હોય છે, તો આપને પોતાના જન્મ ના મહિના પ્રમાણે ની રાશિ નું તા 20એપ્રિલ થી 26 એપ્રિલ સુધી નું  અવલોકન જાણીશું.
    • 20-04-23 થી 26 -04-29  સુધી
    • સપ્તાહ દરમિયાન ટેરોટ કાર્ડની સ્થિતિ 
      મેષ ARISE -આ સપ્તાહ તમે બહુ જ સમસ્યાઓ થી ઘેરાયેલા રહેશો. કઈ સમસ્યા માં થી બહાર નીકળવું એનો જરાય ખ્યાલ નહિ રહે. તમને કોઈ પણ સચોટ માર્ગદર્શન નહિ મળે. આ સમય દરમ્યાન તમે એવા બે વિકલ્પો માં ફસાયેલ રહેશો જેમાંથી નીકળવું મુશ્કેલ હસે, પરંતુ જેમાં નુકસાન ઓછું હોય તેવો વિકલ્પ પસંદ કરવો. તમારે તમારી પસંદગી ની કોઈક વસ્તુ છોડવી પડશે. કુદરત પર ભરોસો રાખો તમને બીજો અવસર જરૂર મળશે. 

      TAURUS / વૃષભ  -આ સપ્તાહ માં જે જૂનું કામ કરેલું છે તેનું પરિણામ આવવાની તૈયારી છે. થોડા સમય રાહ જુવો પરિણામ સારું જ આવશે. પરિણામ આપોઆપ તમને જ મળવાનું છે. ધીરજ રાખી અને ઉતાવળ કરશો નહિ, નહિતર નુકસાન થશે. મહેનત વધુ માંગી લે. તમારી પાસે ટેલેન્ટ છે પણ ક્યારેક પ્રેક્ટીકલ થવાની જરૂર છે. ફસાયેલ પૈસા પરત આવવાની શક્યતા છે. દરેક પરિસ્થિતિ ને સંપૂર્ણ વિકસિત થવા દો તો તમને એનો લાભ જરૂર મળશે.

      GEMINI / મિથુન - આ સપ્તાહ તમે બધા બંધન માં થી મુક્ત થઈને જીવન જીવશો. તમે જે ગોલ નક્કી કર્યો હોઈ તે પ્રાપ્ત કરશો. તમે તમારી મસ્તી અને ધૂન માં રહેશો. તમે જે પણ કામ કરશો તેમાં કોઈની મદદ ની જરૂર નહિ પડે, તમે જાતે બધા જ કામ પૂરાં કરશો. કુદરત તમારી સાથે રહીને તમારી બધીજ ઇચ્છાઓ પૂરી કરશે. તમે તમારા બધા નિર્ણયો જાતે જ લેશો. આ સપ્તાહ માં તમે તમારું અલગ જ અસ્તિત્વ કાયમ કરશો.

      CANCER / કર્ક -આ સમય માં તમે એક બીજાની સાથે સહભાગી થશો. આ સમય તમે તમારા પરિવાર સાથે રહીને આનંદ થી રહેશો. કોઈ નાની મુસાફરી ના યોગ છે. દરેક જગ્યાએ બધા સાથે હળીમળીને પ્રેમ થી કામ કરશો. આ સમયે તમે આપ-લે ની વૃત્તિ અપનાવશો. આ સમયે તમે એકલા હાથે કોઈ પણ કામ કરશો તો તે અટકી અટકીને થશે. આ સપ્તાહ માં તમે બધા ની જોડે ભેગા મળીને કામ કરશો તો લાભ થશે.

      LEO / સિંહ -આ સપ્તાહ તમારી આસપાસ ઘણીબધી મુશ્કેલીઓ આવશે જેનો તમને ખ્યાલ પણ નહિ આવે. આ સમય આળસ માં થી બહાર નીકળીને વિતાવશો તો તમને જે ચાહશો તે મળશે. તમારી નજીક મુસીબતો આવી રહી છે જેનો તમને ખ્યાલ નથી, જે પણ કંઇક કામ મળે તેમાં થી કમાઈ લેવું સારું. બેદરકારી ના કારણે કંઇક ખોવાઈ ના જાય તેનું ખ્યાલ રાખશો. આ સપ્તાહ તમારે આળસ છોડીને કામ કરવાનું રહેશે.

      VIRGO / કન્યા -આ સપ્તાહ તમે બહુ જ તણાવ માં રહેશો. આ સમયે તમારે કોઈના પર વિશ્વાસ કરવો નહિ, અને જેના પર કરશો તે જ વ્યક્તિ તમારો વિશ્વાસઘાત કરશે. આ સમયે તમારી પીઠ પાછળ બોલવા વાળા વધુ હશે. આ સમયે કોઈ પણ ખોટા નિર્ણયો નહિ લેતા. કોઈ પણ નિર્ણયો લેતા પેહલા ખાસ ધ્યાન રાખજો. એકલા હાથે બધા જ કામ કરશો. આ સમયે બધી જ દિશાઓ માં પણ દોડવાથી કામ પૂરું થશે નહિ. આ સપ્તાહ તમે દરેક બાબતે તણાવ માં રહેશો.

      LIBRA / તુલા - આ સપ્તાહ તમે કોઈ વાત, વસ્તુ કે પરિસ્થિતિ ને પકડી રાખશો નહિ. કંઈક મેળવવા માટે કંઇક ખોવું પડે. આ સમયે તમે જે કંઇક મેળવવા માંગો છો તે થોડી તકલીફ આપશે. થોડા સમય પછી મળશે અને એ પણ બહુ સારું મળશે. આ સપ્તાહ કંઇક છોડવું પડશે તો તેની તમારે તૈયારી રાખવી પડશે. ધંધા માં તમારી સામે તમારા પ્રતિસ્પર્ધીઓ પણ રહશે. 

      SCORPIO / વૃશ્ચિક -આ સપ્તાહ તમે તમારી અંતરાત્મા સાથે જોડાશો. કંઈ પરિસ્થિતિ છે અથવા હશે તેનો તમને ખ્યાલ હશે કે આમાં સચ્ચાઈ કયા છપાયેલ છે. આ સપ્તાહ જે પરિસ્થિતિ હશે તે મુજબ સાચું, સારું, અને બધા થી અલગ મંતવ્ય આપશો. જે ઉત્તમ હશે તે બધાની કલ્પના ની બહાર નું હશે. આ સપ્તાહ તમારે ભૂતકાળ ને ભૂલીને આગળ વધવાનું રહશે.

      SAGITTARIUS / ધન -આ સપ્તાહ તમે જે પરિસ્થિતિ માં હશો તેને ઊંડાણ પૂર્વક સમજવાની જરૂર છે. તમારી આસપાસ જે કોઈ પણ આવશે તે પોતાનો અસલિયત છુપાવશે. તમે કોઈ પણ પરિસ્થિતિ નો નિર્ણય નહિ લઈ શકો. આ સમયે તમારે થોડો સમય તમને પોતાને આપવાનો રહશે. આ સમયે તમારી નજીક ના વ્યક્તિ આંતરિક રૂપે બહુ જ લાગણીશીલ હશે. 

      CAPRICORN / મકર - આ સપ્તાહ તમે જે લક્ષ્ય નક્કી કર્યો હોઈ તે દિશા માં જડપ થી આગળ વધશો. બધાની સાથે મિત્રતા ના ભાવ થી રહેશો. તમે કોઈ પણ નવા નવા કામ જાતે જ કરશો. આ સમયે તમે નવરાશ માં કોઈ એક જગ્યાએ બેસી નહિ રહો. તમે જે પણ નિર્ણય લો તેના પર તત્કાળ સ્વરૂપે અમલ કરો. આ સમયે તમારા જીવન માં આવેલી અણધારી મુશ્કેલીઓ નો જાતે જ સમાધાન કાઢો. 

      AQUARIUS / કુંભ - તમે તમારા ધ્યેય પર આગળ વધો વચ્ચે રુકાવટો આવશે પણ તમને સફળતા મળશે. તમને કામ કરવામાં સમય અને મેહનત વધુ લાગશે. મુસાફરી ના યોગ પણ છે. સ્થળાંતર કરવું પડે. જે કંઈ નવું આવે એને સ્વીકારવાની ભાવના રાખો. હિંમત અને વિશ્વાસ થી આગળ વધો રસ્તો આપોઆપ મળી જશે. ધ્યેય પર પહોંચવા માટે થોડી મેહનત વધારે કરવી પડે.

      PISES / મીન -આ સપ્તાહ તમારે જે પણ કામ ચાલુ કરશો તેમાં શરૂઆત માં તકલીફો આવે પછી ધીમે ધીમે તેમાં સુધારો થતો જાય. ગમે તેવી પરિસ્થિતિ માં ધીમે ધીમે પરિવર્તનો આવે. તમારી પીઠ પાછળ વાર થવાની શક્યતાઓ છે જેથી તમારે વધુ ધ્યાન રાખવું પડશે. આ સમય બહુ જ શાંતિ થી પસાર કરવાનો રહશે. ધંધા વ્યવસાય માં સાચવવાનું રહશે. કંઇક ખરાબ સમાચાર  આવવાની શક્યતાઓ છે.




    અન્ય સમાચારો...
    Image
    કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
    image
    કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!