• વેલિંગ્ટન ટેસ્ટ- ન્યૂઝીલેન્ડ઼ની ઇનિગ્સ-58 રને ભવ્ય જીત
    સ્પોર્ટ્સ 20-3-2023 01:34 PM
    • ફોલોઓન થયા બાદ શ્રીલંકાની ટીમ 358 રનમાં ઓલઆઉટ 
    • ન્યૂઝીલેન્ડની 2-0થી શ્રેણી જીત- વિલિયમસન મેન ઓફ ધ સીરિઝ
    વેલિંગ્ટન

    વેલિંગ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકા પર એક ઇનિગ્સ અને 58 રને જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણી 2-0થી જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ તરીકે હેનરી નિકોલસની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે મેન ઓફ ધ સિરિઝ તરીકે કેન વિલિયમસનની પસંદગી કરવામાં આવી હતી. વિલિયમસને આ શ્રેણીમાં 337 રન કર્યા છે.

    યજમાન ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનિગ્સમાં ચાર વિકેટે 580 રન કરીને દાવ ડિકલેર કર્યા બાદ શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર 164 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેથી તેને ફોલોઓનની ફરજ પડી હતી. શ્રીલંકાને ફોલોઓનની ફરજ પાડવામાં મેટ હેનરી અને બ્રેસવેલની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. આ બંનેએ ત્રણ ત્રણ વિકેટે ઝડપી હતી. તે પહેલા ટેસ્ટ ક્રિકે્ટનાં ઇતિહાસની 2500મી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે જંગી જુમલો ખડક્યો હતો. કેન વિલિયમસન અને હેનરી નિકોલસે જોરદાર બેટિંગ કરી હતી. આ બંને બેટ્સમેનોએ બેવડી સદી કરી હતી. વિલિયમસને 296 બોલમાં 23 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 215 રન કર્યા હતા. હેનરી નિકોલસે અણનમ 200 રન કર્યા હતા.

    ટેસ્ટ ક્રિકેટની આ શ્રેણીમાં વિલિયમસન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં 358 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બ્લેયર ટિકનેરે 84 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ સાઉથીએ પણ 51 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચ ખુબ રોમાંચક રહી હતી. પ્રથમ ટેસ્ટમાં પણ ન્યુઝીલેન્ડે જોરદાર દેખાવ કર્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!