• ડેટા સંરક્ષણ બિલ લેખ મુદ્દો શું છે -તેજ દફતરી
  આર્ટિકલ 9-8-2023 06:27 AM
  લેખક: તેજ દફતરી
  ગયા લેખમાં આપણે જોયું હતું કે આ રોબોટિક્સ શું છે. હવે આપણે આ લેખમાં સમજીશું કે આ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ૨૦૨૩ શું છે.
  લોકસભાએ સોમવારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2023 પસાર કર્યું છે. જે ડેટા હેન્ડલિંગ અને પ્રોસેસિંગની સંસ્થાઓની જવાબદારીઓ તેમજ વ્યક્તિઓના અધિકારોને નિર્ધારિત કરે છે. આ બિલમાં ધારાધોરણોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ પર મહત્તમ રૂ. 250 કરોડ અને લઘુત્તમ રૂ. 50 કરોડના દંડની દરખાસ્ત કરવામાં આવી છે.આ બિલમાં દર્શાવ્યા પ્રમાણે ગયા નવેમ્બરમાં પ્રસ્તાવિત કાયદાના મૂળ સંસ્કરણની અગત્યની સામગ્રીને જાળવી રાખી છે. જેમાં સાયબર નિષ્ણાતો દ્વારા કેટલાક મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા. જેમ કે કેન્દ્ર સરકાર માંથી તેની મુક્તિ અને તેના નવા અવતારમાં, પ્રસ્તાવિત કાયદાએ કેન્દ્રને વર્ચ્યુઅલ સેન્સરશીપની સત્તા પણ આપવામાં આવી છે.આ બિલમાં જણાવ્યા મુજબ ભારતમાં ડેટાના મૂળભૂત સ્વીકારેલા સિદ્ધાંતો પ્રમાણે ઓનલાઈન એકત્રિત કરવામાં આવેલા વ્યક્તિગત ડેટા અને ઑફલાઇન એકત્રિત કરવામાં આવેલા વ્યક્તિગત ડેટા પર લાગુ થશે. પરંતુ તે પછીથી ડિજિટાઈઝ કરવામાં આવશે. જો તે ભારતમાં રહેતા અને NRI વ્યક્તિઓને ગૂડ્સ અથવા સેવાઓ ઓફર કરવા માટે હોય તો તે ભારતની બહાર આવી પ્રક્રિયા પર પણ લાગુ થશે.ડેટા બિલના અમલીકરણ પછી સામાન્ય વપરાશકર્તાઓને તે કેવી રીતે અસર કરશે?એકવાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ કાયદો બની ગયા પછી, ડેટા ભંગની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે એક માળખું અને લોકપાલ સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યુ હશે. પરંતુ તેમાં માત્ર ડિજિટલ ડેટા જ આવરી લેવામાં આવશે, ફીઝીકલ ડેટા નહીં. અર્ચના બાલાસુબ્રમણ્યન ના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તિ માત્ર કાગળનો ઉપયોગ કરે છે અને તેને ક્યારેય ડિજિટલ બનાવતી નથી, તો તેણે આ નિયમોનું પાલન કરવું પડશે નહીં, પછી ભલે તેની પાસે ગમે તેટલો ડેટા કાગળ ઉપર લખેલો હોય. 
  આ ઉપરાંત તેઓ આગળ જણાવે છે કે , ભારતીય વ્યવસાયો પહેલાથી જ યુએસ અને યુરોપના નિયમો સાથે વ્યવહાર કરે છે, તેથી તેઓ જે પ્રમાણે કાર્ય કરે છે તેમાં બહુ ફેરફાર થશે નહીં. વધુ સારી રીતે સમજવા માટે આપણે થોડા ઉદાહરણ જોઈએ: 
  1. વેબસાઈટ અને એપ્સ તમારા ડેટાનો ઉપયોગ કરતા પહેલા યુઝર્સની પરવાનગી માંગશે.2. પ્રમોશન માટે ઈમેઈલ અથવા ટેક્સ્ટ મેળવતા પહેલા તમારે યુઝર્સની સંમતિ લેવી પડશે.3. એકવાર આ નવો કાયદો લાગુ થયા પછી, ઑનલાઇન વ્યવસાય કરતી કંપનીઓ તમને તમારા ડેટા વિશે અને તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે તેમણે જણાવવું પડશે.હવે આપણે જોઈએ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2023ના મુખ્ય મુદ્દાઓ જે નીચે મુજબ છે: 
  ડેટા સિક્યોરિટી: યુઝર ડેટા સાથે કામ કરતી સંસ્થાઓએ વ્યક્તિગત ડેટાની સુરક્ષાની ખાતરી આપવી પડશે અને  પછી ભલે તે થર્ડ પાર્ટી ડેટા પ્રોસેસર્સ સાથે સંગ્રહિત હોય.ડેટાની ચોરી માટેની સૂચના: ડેટા ચોરીની ઘટનામાં, કંપનીઓને તાત્કાલિક ડેટા પ્રોટેક્શન બોર્ડ (DPB) અને અસરગ્રસ્ત વપરાશકર્તાઓને જાણ કરવી ફરજિયાત છે.બાળકો અને શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ (દિવ્યાંગજનો) માટે વિશેષ જોગવાઈઓ: સગીરો અને વાલીઓ સાથેની વ્યક્તિઓના ડેટાની પ્રક્રિયા માત્ર વાલીઓની સંમતિથી જ થવી જોઈએ.
  ડેટા પ્રોટેક્શન ઓફિસર (ડીપીઓ) ની નિમણૂક: ફર્મ્સે ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી અને વપરાશકર્તાઓ સાથે તેમની સંપર્ક વિગતો શેર કરવી દરેક કંપની માટે જરૂરી છે.ડેટા ટ્રાન્સફર પર સરકારી સત્તા: આ બિલ કેન્દ્ર સરકારને ભારતની બહાર વિદેશી દેશો અથવા પ્રદેશોમાં વ્યક્તિગત ડેટાના ટ્રાન્સફરનું નિયમન કરવાની સત્તા આપે છે.ડેટા પ્રોટેકશન બિલ (DPB) ની સત્તા: DPB પાસે જવાબદાર વ્યક્તિઓને બોલાવવા અને તપાસવાની, વ્યક્તિગત ડેટા સંભાળતી કંપનીઓના દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની સત્તા ધરાવે છે. 
  દંડ: DPB ડેટા ચોરીની પ્રકૃતિ અને ગંભીરતાના આધારે દંડની રકમ નક્કી કરશે. જેમાં ડેટાની ચોરી, વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવામાં નિષ્ફળતા અથવા ઉલ્લંઘનની DPB અને વપરાશકર્તાઓને જાણ કરવામાં નિષ્ફળતા માટે 250 કરોડ રૂપિયા સુધીના સંભવિત દંડ કરી શકાય છે.શું આ બિલ ટેક કંપનીઓ પર, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ પર અયોગ્ય બોજ મૂકે છે? નિષ્ણાતો કહે છે કે મોટાભાગની કંપનીઓ તેમની સામાન્ય કામગીરીને ન્યૂનતમ વિક્ષેપ સાથે ચાલુ રાખી શકશે.
  1. કંપનીઓને જવાબદાર બનાવશે: સૉફ્ટવેર ફ્રીડમ લૉ સેન્ટરના સ્થાપક મિશી ચૌધરી કહે છે કે , “ભારતીય કંપનીઓ લાંબા સમયથી ચેક કર્યા વિના કામ કરી રહી છે. તેઓ કોઈપણ સુરક્ષા અથવા ગોપનીયતાની જવાબદારીઓ વિના ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરી રહી છે. આ સુરક્ષા. બિલ સમાજને લાભ આપે છે.”
  2. સ્ટાર્ટઅપ્સ શરૂઆતમાં મુશ્કેલી અનુભવી શકે છે પરંતુ લાંબા ગાળે તેમને મદદ મળશે: ક્વિક હીલ અને SEQRITE ના મેનેજિંગ ડિરેક્ટર,, ડૉ. સંજય કાટકર કહે છે કે.  “જ્યારે મોટા કોર્પોરેશનો પહેલાથી જ અનુપાલનનાં પગલાં લઈ રહ્યા છે.  જયારે દેશભરના નાના અને મધ્યમ વ્યવસાયો આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પડકારોનો સામનો કરી શકે છે. “  તેઓ આગળ ઉમેરે છે કે સુરક્ષા વ્યવસ્થાપન કંપનીઓ માટે વ્યવસાયોને ડેટા સુરક્ષા નિયમોને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે કામ કરવાની તક મળશે.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.