• વીપ્રો શેરદીઠ રૂ. 445ની કિંમતે રૂ. 12000 કરોડના શેર્સ બાયબેક કરશે
    વ્યાપાર 5-6-2023 08:50 AM
    મુંબઇ

    વીપ્રોએ રૂ. 12000 કરોડની બાયબેક સાઇઝ સાથે કુલ 26,96,62,921 શેર્સ બાયબેક કરવા માટેની રેકોર્ડ તારીખ 16 જૂન નક્કી કરી છે. કંપની શેરદીઠ રૂ. 445ની કિંમતે શેર્સ બાયબેક કરશે. જેમાં રિટેલ રોકાણકારો માટે 4,04,49,439 શેર્સ અનામત રાખવાની જાહેરાત કરી છે. કંપનીની બાયબેક ઓફર શેરની શુક્રવારની રૂ. 405ના બંધભાવની સ્થિતિ સામે રૂ. 40 પ્રિમિયમ દર્શાવે છે.
અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.