• વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અમદાવાદના યુવકને 2 ગોલ્ડ
    સ્પોર્ટ્સ 22-9-2022 01:40 PM
    અમદાવાદ

     માન્ચેસ્ટર ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના યુવકને બે ગોલ્ડ મળ્યા છે. શક્તિસિંહ સોલંકી નામના યુવકે દેશને 2 મેડલ અપાવ્યા છે. શક્તિસિંહે વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન શિપમાં બે મેડલ જીત્યા છે. વધુ એક વખત ભારતનો તિરંગો સૌથી ઉપર લહેરાયો છે.આ વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયન શિપ માનચેસ્ટર ખાતે યોજાઈ હતી. પાવર લિફ્ટિંગ 110 કિલો વેટ કેટેગરીમાં ભારતના ખાતામાં બે ગોલ્ડ મેડલ આવ્યા છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ શક્તિસિંહ સોલંકી અમદાવાદ પહોંચ્યો હતો. તેમણે પોતાની જીતની ઉજવણી કરી હતી.ગોલ્ડ મેડાલિસ્ટ શક્તિસિંહ સોલંકી મૂળ ધંધુકા તાલુકાના હડાણા ગામનો વતની છે.
અન્ય સમાચારો...
Image
કેરળના કોહિન્ડી નામના એક ગામમાં 400થી વધુ ટ્વિન્સ બાળકો
image
કેરળના કોચીથી લગભગ 150 કિમી દૂર આવેલા આ કોડિન્હી ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી 400 થી વધુ જોડિયા છે. આવી સ્થિતિમાં, તમને આ ગામમાં અને નજીકના બજારમાં પણ ઘણા દેખાવડા બાળકો જોવા મળશે. કોડિન્હી નાળિયેરીની હરોળો, નહેરો અને ચોખાના ખેતરો સાથે પથરાયેલું છે. ગામને ‘ટ્વીન ટાઉન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું એક ગામ છે, જ્યાં જોડિયા બાળકોનો જન્મ દર કદાચ ભારતમાં સૌથી વધુ છે. પ્રથમ નજરમાં, કોડિન્હી એકદમ સામાન્ય લાગે છે.