• સફળ બિઝનેસમેન થવા માટે પારદર્શિતા સાથે પેશન હોવું પણ જરૂરી : વિકાસ શાહ (એડોર)
    સક્સેસ સ્ટોરી 23-2-2022 10:03 AM
    • કન્ફર્ટ ઝોનમાં રિલેક્સ થયા વિના આગળ વધવા વિચારવું જોઈએ
    અમદાવાદ

    ધ્યેય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જરૂરી છે. મંઝીલે પહોંચવા માટે વ્યક્તિમાં ગોલ સાથે પેશન હોવો જોઈએ. અંદરની ભૂખ વિના કશુ ન થાય. મેં ગુજરાતી માધ્યમમાં સ્ટડી કરીને નવગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને કોલેજના લાસ્ટ યર્સમાં જ સી.એ. બનવાનું નક્કી કર્યું. મેં સી.એ.નો કોર્ષ કરવા માટે મારા મિત્રોને વાત કરી. બધા જ કહેવા લાગ્યા સી.એ ઉત્તીર્ણ થવું ખૂબ અઘરું છે. બધાની ના છતાં મેં ચેલેન્જ સ્વીકારી લીધી. વેકેશનમાં અંગ્રેજી ડિકશનરી લઈ આવ્યો અને અંગ્રેજીમાં કોરસપોન્ડસ કરતા શીખી ગયો. પ્રથમ મારો એક જ એજન્ડા હતો કે અંગ્રેજીમાં લખતા-વાંચતા તો આવડવું જ જોઈએ. અને સખત પરિશ્રમ કરીને 1998-99માં સી.એમાં ઉત્તીર્ણ થયો. તેમ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર્સ વિકાસભાઈ શાહે `ગુજરાત મેઈલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

    તેમણે વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, હું મારવાડી સમાજનો હોવાથી અમારા સમાજમાં બિઝનેસને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. સી.એ બન્યા બાદ તે સમયે આસાનીથી જોબ મળી જતી હતી પરંતુ મારે મારું સ્વપ્ન પૂરું કરવાનું હતું. તેથી મેં મારા C.A. મિત્ર સાથે પ્રેક્ટિસ ચાલુ કરી. વર્ષ 2000થી 2009 દરમિયાન પુરુષાર્થ કરીને ખંતથી કામ કરવા લાગ્યો, મકાન અને કાર પણ ખરીદી લીધી. 10 વર્ષના સંઘર્ષ બાદ મને લાગ્યું કે, મારો ગ્રોથ હું વધારી શકું તેમ છું. લોકો હું સી.એ. હોવાથી મારી પાસે સલાહ લેવા માટે આવતા હતા અને મારી એડવાઇઝથી સફળ થતા હતા. મને લાગ્યું કે, સેલ્ફ માટે કંઈક કરવું જોઈએ, હું કન્ફર્ટ ઝોનમાં હતો એટલે કે હું મારા પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરી શકતો હતો. કાર, મકાન બધુ જ હતું. પણ કન્ફર્ટ સમયે રિલેક્સ ન થવું જોઈએ. જીવનમાં સફળ બનવા માટે હંમેશાં કંઈક નવો વિચાર કરવો જોઈએ. મેં અલગ ટ્રેક પર જઈને નવો જ બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. મેં ધ્યેય પ્રાપ્ત કરવા માટે ખેડાણ કરવાનું નક્કી કરી લીધું અને લોકસંપર્ક વધારી દીધો, મારા એક મિત્ર જમીનના કારોબાર સાથે જોડાયેલા હતા. લેન્ડ ડેવલોપમેન્ટમાં મને રસ પડ્યો. આ કામ એવું હતું કે લોકો આપણને આપણા નિર્માણ દ્વારા વર્ષો સુધી યાદ કરતા રહે. મારી પાસે એટલું ફંડ ન હતું કે હું અમદાવાદ શહેરમાં લેન્ડ ડેવલોપ કરી શકુ આથી શહેર બહાર દહેગામ ખાતે લેન્ડ ડેવલપ કરવાનું નક્કી કર્યું. ત્યાંથી અનુભવ મેળવ્યો. મારી પાસે મિત્રો-સંબંધીઓનું વિશાળ સર્કલ હતું એનો ઉપયોગ કર્યો અને સફળતા મળવા લાગી. વર્ષ 2011-12માં અમદાવાદ શહેરમાં લેન્ડ ડેવલપમેન્ટ શરૂ કર્યું. એડોર એમ્બીશન 14 ક્રાઉન્સ, ક્લાઉડ-9 એડોર એસ્પાયર સહિતના વિવિધ પ્રોજેક્ટો સાકાર કર્યા.

    હું જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ મુશ્કેલીઓ વધી, પડકારો પણ વધ્યા આપણે કામ કરીએ છીએ અને કામ લઈએ પણ છીએ, સંકલન કઈ રીતે કરીએ છીએ તે મહત્ત્વનું છે. બીજી ખાસ બાબત એ છે કે `ટીમવર્ક’ મહત્ત્વનું છે. એજ્યુકેશન સાથે જ તમારામાં પેશન જરૂરી છે. વ્યક્તિમાં ધ્યેય સુધી પહોંચવામાં ગોલ ઊંચો હોવો જોઈએ અને પેશન અને એને માટે ફાયર જરૂરી છે. મેં છેલ્લા 10 વર્ષની દોડમાં એક પણ રવિવારે રજા લીધી નથી. આજે જમાનો બદલાયો છે. નવી જનરેશનને ધ્યાનમાં રાખવી પડે છે. સફળ થવા માટે ક્વોલિટી પણ જરૂરી છે. એલર્ટ પણ રહેવું જોઈએ. ખાસ તો તમારા બિઝનેસમાં તમને રસ હોવો જોઈએ.

    વિકાસભાઈ શાહે ઉમેર્યું હતું કે હું હજુ પણ કંઈક નવું કરવા વિચારી રહ્યો છું. રેરા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર દ્વારા આ ઉત્તમ પગલું છે. લોકોનો વિશ્વાસ વધ્યો છે. જે લોકો આ ક્ષેત્રમાં પ્રામાણિકતાથી કામ કરવા માગે છે તેમને કોઈ મુશ્કેલી નડતી નથી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!