• ઝી એન્ટર. સોની સાથેનો સોદો પાર પાડવા દેવું ચૂકવે તેવી શક્યતા
    વ્યાપાર 17-3-2023 12:52 PM
    નવી દિલ્હી

    ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ(ZEEL)એ ઈન્ડસઈન્ડનું દેવું ચૂકતે કરી દેવાની તૈયારી દર્શાવી છે. સોની ગ્રુપના યુનિટ સાથેની મર્જર પ્રક્રિયા પૂરી કરીને મીડિયા જાયન્ટ બનવાની નેમ સાથે તેની સામેની નાદારીની પ્રક્રિયાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના મંગળવારના એક અહેવાલમાં જણાવ્યું હતું. શુક્રવાર સુધીમાં ઝી ઈન્ડસઈન્ડ બેન્કને 837 મિલિયન રૂપિયાની બાકી રકમ ચૂકવી આપશે અને રિપેમેન્ટ બાદ બદલામાં મુંબઈ સ્થિત બેન્કે મીડિયા કંપની સામેની નાદારીની પ્રક્રિયા પરત ખેંચી લેવાની તૈયારી દર્શાવી છે, તેમ આ અહેવાલમાં જણાવાયું છે.

     ઈલારા કેપિટલના કરણ તૌરાનીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી NCLTમાં આ કેસનો અંત કે ઉકેલ ન આવે ત્યાં સુધી મર્જરની મંજૂરી મળી શકે તેમ ન હતી. કંપનીએ તાજેતરમાં પરફોર્મિંગ રાઈટ્સ સોસાયટી(IPRS)ની બાકી રકમ પણ ચૂકવી આપી હતી અને બદલામાં બાદમાં તેમણે એનસીએલટીમાંથી કેસ પરત ખેંચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, IPRS ZEEL સામે રૂ.211.41 કરોડના ડિફોલ્ટ બદલ ઈનસોલ્વન્સી ટ્રીબ્યૂનલ એનસીએલટીમાં ગઈ હતી.

અન્ય સમાચારો...
Image
ચીનમાં તરતુ ગામ, 1300 વર્ષથી દરિયાની વચ્ચે વસવાટ કરે છે લોકો
image
 ટેકનોલોજી માટે જાણીતા ચીનમાં એક એવું ગામ છે, જે હજારો વર્ષોથી દરિયાની વચ્ચે વસે છે. છેલ્લા 1300 વર્ષથી તરતી બોટ પર વસેલા આ ગામમાં 2000 થી વધુ ઘર ધરાવે છે. આ ગામ ચીનના ફુજિયન પ્રાંતમાં આવેલા નિંગડે શહેરમાં આવેલું છે. આ ગામનું નામ ટાંકા છે, જ્યાં હજારો લોકો પેઢીઓથી પાણીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ ગામમાં સાડા આઠ હજારથી વધુ લોકોની વસ્તી રહે છે. ગામલોકોએ દરિયાની વચ્ચે તમામ પ્રકારની સગવડો ઊભી કરી છે. ટંકા ગામના લોકોની મુખ્ય આજીવિકા માછીમારી છે. ગામના લગભગ તમામ લોકો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં રહેતા લોકોએ માત્ર પાણીમાં તરતા ઘરો જ બનાવ્યા નથી, પરંતુ લાકડામાંથી મોટા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે.