• આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીના પગારમાં માસિક 4 હજારનો વધારો

    મુખ્ય શહેર 23-9-2022 02:07 PM
    •   હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે
    ગાંધીનગર

    રાજ્ય સરકારનો FHW, FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.4 હજારનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હેલ્થ વર્કર કર્મીઓને 130 દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે. PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરાઈ છે.

    પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી લેતા ફરજ પર હાજર થઈ જવા અનુરોધ કર્યો હતો.

    પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.

    હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!