• અમદાવાદમાં 10 મહિનામાં 59 હજારને હેલ્થ કાર્ડ મળ્યા
    ગુજરાત 6-2-2023 09:43 AM
    • કાર્ડની મદદથી કોઈપણ વ્યકિત તમામ મેડીકલ રેકોર્ડ અપડેટ રાખી શકે 
    અમદાવાદ

    આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ યોજના હેઠળ હેલ્થ કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા તીવ્ર બની રહી છે. નવેસરનાં આંકડા દર્શાવે છે કે ૧૦ મહિનાના સમયમાં અમદાવાદમાં ૫૯ હજારથી વધુ લોકોએ હેલ્થ કાર્ડ મેળવ્યા છે.આભા ડીજીટલ હેલ્થ કાર્ડના નામથી જાણીતા આ કાર્ડની મદદથી કોઈપણ વ્યકિત તેના તમામ પ્રકારના મેડીકલ રેકોર્ડ અપડેટ રાખી શકે છે.વ્યકિતની બિમારીના રીપોર્ટ,નિદાન અને દવાના પ્રિસ્ક્રીપ્શન વગેરે વિગત તેના એકાઉન્ટમાં સેવ કરી શકાય છે.ભારત સરકાર દ્વારા આયુષમાન ભારત ડીજીટલ હેલ્થ એકાઉન્ટ યોજના ૨૭ સપ્ટેમ્બર-૨૦૨૧ના રોજ શરુ કરવામાં આવી હતી.યોજનાનો મુખ્ય હેતુ દરેક નાગરિકને ડીજીટલ હેલ્થ એકાઉન્ટ આઈ.ડી.પ્રદાન કરવાનો હતો.આ એકાઉન્ટથી વ્યકિત તેના તમામ તબીબી રેકોર્ડ સરળતાથી સાચવી શકે છે.દેશમાં ગમે તે સ્થળથી આ એકાઉન્ટની મદદથી મેળવેલા આભા હેલ્થકાર્ડનો ઉપયોગ થઈ શકે છે.એકાઉન્ટની ઓળખ માટે ૧૪ અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે.હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રીનો ઉપયોગ કરી શકાય છે.જેમાં દેશભરના તમામ ડોકટરોની વિગતનુ સંકલન કરવામાં આવ્યુ છે.આધારકાર્ડની મદદથી આભા કાર્ડ મેળવી શકાય છે.આભા હેલ્થ આઈ ડી કાર્ડ ઓનલાઈન પણ જનરેટ કરી શકાય છે.ટેકો એપ્લિકેશન ઉપરાંત એન.સી.ડી.એપ્લિકેશન કે કોવિન એપ્લિકેશન ઉપરાંત મ્યુનિ.ના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આભા હેલ્થકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે.એપ્રિલ-૨૦૨૨થી બે ફેબુ્આરી-૨૦૨૨ સુધીમાં શહેરના સાત ઝોનમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે અત્યારસુધીમાં કુલ મળીને ૫૯,૦૭૩ લોકોએ આભા હેલ્થ કાર્ડ કે આઈ.ડી.મેળવ્યા છે.પૂર્વ ઝોન વિસ્તારમાં અત્યારસુધીમા કુલ૧૩૩૬૦ લોકોએ આભા હેલ્થકાર્ડ મેળવ્યા છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!