• સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની રકમમાં વાર્ષિક ધોરણે ૮૩%નો વધારો.
    વ્યાપાર 19-4-2024 10:29 AM
    માર્ચ ૨૦૨૪માં ફોલિયોની સંખ્યા ૧.૯ કરોડ પર પહોંચી હતી, જે એક વર્ષ પહેલા ૧.૦૯ કરોડ હતી. તેમાં ૮૧ લાખનો વધારો થયો હતો. ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ માર્ગ લોકોના વધેલા રસને દર્શાવે છે. આના કારણે ઘણી અનલિસ્ટેડ સ્મોલ-કેપ કંપનીઓએ મૂડીબજારમાંથી ટેકો મેળવ્યો છે. આ વલણ રોકાણકારોને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ પર નજર રાખીને આશાસ્પદ તકો પ્રદાન કરે છે. રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં વધારો થતા અને બજારના તેજીના સેન્ટિમેન્ટે માર્ચ ૨૦૨૪ના અંતે સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીની અસ્કયામતો રૂ.૨.૪૩ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. જે વાર્ષિક ધોરણે ૮૩%નો વધારો દર્શાવે છે. રોકાણકારોની સંખ્યામાં વધારો થવાથી સંપત્તિમાં પણ વધારો થયો હતો.

    જોકે, સામાન્ય ચૂંટણીઓ, ચોમાસાની આગાહી, આર્થિક પ્રવૃત્તિ, ફુગાવો, જીડીપી અનુમાન અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કમાણીમાં વૃદ્ધિ જેવા પરિબળો સ્મોલ-કેપ કંપનીના મૂલ્યાંકનને અસર કરી શકે છે અને આ શ્રેણીમાં અસ્થિરતા લાવી શકે છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડની એયુએમ માર્ચ ૨૦૨૩ના અંતે રૂ.૨.૪૩ લાખ કરોડ હતી જે માર્ચ ૨૦૨૨ના અંતે રૂ.૧.૩૩ લાખ કરોડ હતી. સ્મોલ-કેપ ફંડ્સમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૪૦,૧૮૮ કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા રૂ.૨૨,૧૦૩ કરોડ કરતાં વધુ હતો. જો કે, માર્ચ મહિનામાં પણ બે વર્ષમાં પ્રથમ વખત સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ.૯૪ કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!