• સલાહ-સુચન : કો.ઓ. હાઉસીંગ સોસાયટી વધુમાં વધુ મિલકત ટ્રાન્સફર ફી કેટલી લઈ શકે ?
     ગુજરાત મેઈલના વાચક ચેતનભાઈ શાહ, વાસણા, અમદાવાદથી પ્રશ્ન પૂછી રહેલ છે કે, કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી મિલકત ટ્રાન્સફર ઉપર વધુમાં વધુ કેટલી ટ્રાન્સફર ફી લઈ શકે ? તેમજ નવા બિલ્ડિંગમાં બિલ્ડર તરફથી હાઉસીંગ સર્વિસ સોસાયટી રજિસ્ટર્ડ કરાવેલ હોય અને આ બિલ્ડિંગના એક યુિનટનો રી-સેલ દસ્તાવેજ કરી હાઉસીંગ સર્વિસ સોસાયટીમાં નામ ટ્રાન્સફર કરવા માટે આ હાઉસીંગ સર્વિસ સોસાયટી મિલકત ટ્રાન્સફર ફી લઈ શકે કે કેમ ? તે માહિતી આપશો.

    સૌ પ્રથમ તો ચેતનભાઈ તમે નિયમિત ગુજરાત મેઈલનું વાચન કરો છો તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. બીજું આપનો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો તથા પ્રજાકીય ઉપયોગી છે તે અંગે પ્રથમ આપણે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના સમયાનુસાર પરિપત્રો ધ્યાને લેતા એમ જાણવા મળે છે કે, ગુજરાત રાજ્યમાં આવેલી હાઉસીંગ સહકારી મંડળીઓમાં પ્લોટ, મકાન, ફ્લેટ કે બંગ્લોઝ ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર ફીના દર તા. 13-2-91ના પરિપત્ર ક્રમાંક ધરમ/6/ઝ/519/1991થી નિયત કરવામાં આવેલા છે અને આ પરિપત્ર અનુસાર દરેક ગૃહમંડળીઓના પેટા નિયમમાં ફરજિયાત જોગવાઈ કરવાની સૂચનાઓ પણ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેમાં ટ્રાન્સફર ફી લઘુત્તમ રૂ. 500 અને મહત્તમ રૂ. 50000ની મર્યાદામાં નક્કી કરવામાં આવેલ છે અને આ મહત્તમ મર્યાદાથી વધુ મિલકત ટ્રાન્સફર ફી માંગવામાં આવે તો તે સદર પરિપત્ર વિરુદ્ધ ચોક્કસ કાનૂની પગલા ભરી શકાય છે.

    આમ હાઉસીંગ સહકારી મંડળીઓ લઘુતમ રૂ. 500 અને મહત્તમ 50000થી વધુ મિલકત ટ્રાન્સફર ફી તેના સભ્ય પાસેથી મેળવી શકતા નથી અને જેના ભંગ બદલ તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

    ચેતનભાઈ આપનો બીજો પ્રશ્ન એ છે કે નવા બિલ્ડિંગમાં બિલ્ડરે સર્વિસ સોસાયટી બનાવી તેનું રજિસ્ટર્ડ કરાવેલ હોય અને તેનો યુનિટ ધારક - સભ્ય જો કોઈ યુનિટ વેચાણ કે તબદીલ કરે તો આ પ્રકારની રજિસ્ટર્ડ સર્વિસ કો.ઓપ.સોસાયટી મિલકત ટ્રાન્શપર ફી ઉઘરાવી શકે કે કેમ ?

    ચેતનભાઈ રજિસ્ટર્ડ, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી તારીખ 28-4-2016ના રોજ એક પરિપત્ર જા. નં. ઘરમ/01/છ/HC/489/2016થી કરવામાં આવેલ છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે ટ્રાન્સફર ફી લેવાની જોગવાઈ માત્ર ગૃહ સહકારી મંડળીઓ માટે જ છે અને હાઉસીંગ સર્વિસ કો-ઓપ. સોસાયટીને આ જોગવાઈ લાગુ પડતી નથી. આ સંજોગોમાં હાઉસીંગ સર્વિસ કો. ઓપ. સોસાયટીને ટ્રાન્સફર ફી લેવાનો અધિકાર નથી. જેથી આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યા મુજબ હાઉસીંગ સર્વિસ કો-ઓપ. સોસાયટી કોઈ પણ રીતે મિલકત તબદીલી ફી લેવા અધિકારી નથી.

    વળી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં પણ મિલકત ટ્રાન્સફર ફી રૂ. 50000થી વધુ વિકાસ ફંડ જેવા અન્ય સદરે માંગી શકાતી નથી અને જો કોઈ હાઉસીંગ સોસાયટી આવા વિકાસ ફંડ કે અન્ય સદરે સભાસદો પાસે નાણાંની માંગણી કરે તો અનધિકૃત નાણા મેળવવાના પ્રયાસ બદલ જવાબદાર હોદ્દેદારો સામે કાનૂની કાર્યવાહી કરી શકાય છે.

    આશા છે કે ચેતનભાઈને તથા ગુજરાત મેઈલના વાચકોને ઉપરોક્ત પ્રશ્નોના જવાબ સંતોષકારક મળ્યા હશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!