• પેપર લીક બાદ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઇ
    મુખ્ય શહેર 5-2-2023 11:28 AM
    • વિવિધ સાવચેતીનાં પગલા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ
    ગાંધીનગર

    પંચાયતી સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીક થયા બાદ આજે રવિવારનાં દિવસે રાજ્યમાં પહેલી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન અને ક્લાસ 2 નીપરીક્ષા રવિવારે યોજાઈ હતી. ગયા રવિવારે પેપર લીક થવા બાદ અને પરીક્ષા મોકૂફ રખાયા બાદ આ પહેલી જાહેર પરીક્ષા યોજાઇ હતી. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.

    આજે પાણી પુરવઠા વિભાગમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરિંગની પોસ્ટ માટે રાજ્યભરમાં 15,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા માટે પહોંચ્યા હતા. આ પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં યોજાઇ હતી.  આ ઉપરાંત એકાઉન્ટ ઓફિસર ક્લાસ - 1 ની પરીક્ષા યોજાઇ હતી.  ગાંધીનગર ખાતે 9 સેન્ટર પર 2159 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. સાથે સાથે રાજ્યમાં કાર્યરત આદર્શ નિવાસી શાળામાં આચાર્ય ના પદ માટે ક્લાસ 2 ની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સુરતમાં 18 કેન્દ્રો પર 4196 ઉમેદવારો પરીક્ષા આપશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરીક્ષા કેન્દ્રો ના 100 મીટરના પરિસરમાં વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!