• અનન્યા પાંડે આગામી ફિલ્મમાં અક્ષયકુમાર સાથે મેન્ટરની ભૂમિકા કરશે
    મુખવાસ 23-12-2023 11:11 AM
    સી. શંકરન નાયરની બાયોપિકમાં અનન્યા અક્ષય કુમારની આસિસ્ટન્ટની ભૂમિકામાં હશે. મુંબઇ: અક્ષય કુમાર આગામી ફિલ્મમાં અનન્યા પાંડે સાથે કામ કરવાનો છે. પરંતુ આ જોડી રૂપેરી પડદે રોમાન્સ નહીં પરંતુ ગુરૂશિષ્યાના રોલમાં જોવા મળશે. આ પહેલા શાહરૂખ ખાને પણ આલિયા ભટ્ટ સાથે ડિયર જિંદગીમાં આવો જ રોલ કર્યો હતો.  કરણ જોહરની  ‘ધ અનટોલ્સ્સ્ટોરી ઓફ  સી શંકરન નાયર’ની બાયોપિક પર ફિલ્મ બની રહી છે. જેમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે મેન્ટર-પ્યુપિલના સંબંધોમાં જોવા મળશે.

    અક્ષય કુમાર આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે વકીલના  પાત્રભજવી રહ્યા છે. અક્ષય અનુભવી અને લોકપ્રિય સિનીયર વકીલ છે,જ્યારે અનન્યા વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરતી યુવતીના રોલમાં છે. અક્ષય તેના વ્યસાયમાં તેના માર્ગદર્શક તરીકે ની ભૂમિકામાં જોવા મળશે.  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આવેલી ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ ફિલ્મમાં અક્ષય તેના કરતાં ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લરનો હિરો બન્યો હતો. તે વખતે અક્ષય કુમારની ભારે ટીકા થઈ હતી અને તેણે પોતાની વય પ્રમાણે ભૂમિકા કરવી જોઈએ તેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!