• KL રાહુલની બર્થ ડે પર આથિયા થઈ રોમેન્ટિક શેર કરી તસવીર.
    સ્પોર્ટ્સ 19-4-2024 12:03 PM
    • KL રાહુલ પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પત્ની આથિયા શેટ્ટી પતિના બર્થડે પર રોમેન્ટિક જોવા મળી. આથિયાએ પોતાના દિલની વાત આ સ્પેશિયલ દિવસે કહી દીધી છે.
    ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન KL રાહુલ આજે એટલે કે ગુરૂવારે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. રાહુલ આ સમયે આઈપીએલમાં લખનૌઉ સુપર જાયન્ટ્સની કેપ્ટન્સી કરી રહ્યા છે. ક્રિકેટરના જન્મદિવસના અવસર પર બોલિવુડ અભિનેત્રી પત્ની આથિયા શેટ્ટીએ રોમેન્ટિક અંદાજમાં પતિને બર્થડે વિશ કર્યું છે. આથિયાએ બેડરૂમમાંથી પતિ સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યા છે. બન્ને ફોટોમાં આ કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આથિયાએ ફોટોની સાથે સુંદર કેપ્શન પણ લખ્યું છે.

    આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પેજ પર બે ફોટો શેર કર્યા છે. પહેલા ફોટોમાં કેએલ રાહુલ અને આથિયા એક સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો બેડરૂમનો લાગી રહ્યો છે. ત્યાં જ બીજો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ છે જેમાં બન્ને એક બીજાને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આથિયાએ કેપ્શનમાં લખ્યું છે, "my whole heart for my whole life…happy birthday, my everything" તેની સાથે જ આથિયાએ એક રેડ કલરનું હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યું છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!