• બજરંગ પુનિયાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ
    સ્પોર્ટ્સ 20-9-2022 11:57 AM
    •  4 મેડલ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બન્યો

    મુંબઈ

    ઈજાગ્રસ્ત હોવા છતાં બજરંગ પુનિયા મેટ પર ઉતર્યો અને દેશ માટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ સર્જાયો હતો. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર ભારતનો તે એકમાત્ર કુસ્તીબાજ છે. 

    આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા વિનેશ ફોગાટે બ્રોન્ઝ અપાવ્યો હતો. આ સાથે ભારતે બે મેડલ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત કર્યો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં 28 વર્ષીય ભારતીય કુસ્તીબાજએ 65 કિલોગ્રામ વજનમાં જબરદસ્ત વાપસી કરી હતી. અગાઉ તે પ્યુર્ટો રિકનના ખેલાડી સેબેસ્ટિયન રિવેરાથી 6-0થી પાછળ હતો. જે બાદ જોરદાર વાપસી કરીને 11-9થી જીત મેળવી હતી. બજરંગ પુનિયા તેની ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાના યિયાન્ની ડાયકોમિહાલિસ સામે હારી ગયો હતો. તકનીકી શ્રેષ્ઠતાના આધારે તેમના વિરોધીએ જીત મેળવી હતી. બજરંગ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો હતો અને મેચ જીતી હતી. રેપચેઝ શરૂઆતના રાઉન્ડમાં હારી ગયેલા કુસ્તીબાજને વધુ એક તક આપે છે. પરંતુ શરત તે છે કે જે પહેલવાન સામે તે શરૂઆતમાં હાર્યો હોય અને તે પહેલાવાન ફાઈનલમાં પહોંચી જાય તો જ રેપચેઝનો ફાયદો મળે છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!