• ચીની જાસૂસી બલૂન અમેરિકી એરસ્પેસમાં દેખાતા તપાસના આદેશ
    આંતરરાષ્ટ્રીય 3-2-2023 09:03 AM
    • બલૂન અત્યંત સંવેદનશીલ પરમાણુ હથિયારોના સ્થળની ઉપર જોવા મળ્યું 
    નવી દિલ્હી

    ચીની જાસૂસી બલૂન અમેરિકન એરસ્પેસમાં જોવા મળ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. અમેરિકન રક્ષા મંત્રાલયે આ અંગે ચિંતા વ્યક્ત કરીને તરત પ્રતિક્રિયા આપી છે.  પેન્ટાગોને કહ્યું હતું કે આ બલૂન અત્યંત સંવેદનશીલ પરમાણુ હથિયારોના સ્થળની ઉપર જોવા મળ્યું છે. અમેરિકન સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ બલૂનનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે સેનાના અધિકારીઓએ પણ તેને ગોળી મારવાનો વિચાર કર્યો હતો પરંતુ આ ઈરાદો મોકૂફ રાખવામાં આવ્યો હતો. કારણ કે આ બલૂનને ગોળી મારી નીચે ઉતારવાથી જમીન પરના લોકો પર પણ જોખમ થઈ શકે છે. પેન્ટાગોન અનુસાર, આ સર્વેલન્સ બલૂન અમેરિકાના ઉત્તર-પશ્ચિમમાં જોવા મળ્યું છે. અહીં સંવેદનશીલ એરબેઝ અને વ્યૂહાત્મક મિસાઈલો પણ છે.

    પેન્ટાગોને કહ્યું હતું કે એ તો સ્પષ્ટ છે આ બલૂનનો હેતુ સર્વેલન્સ છે. હાલમાં જે વિસ્તારમાં તે ઉડી રહ્યું છે ત્યાં અનેક સંવેદનશીલ જગ્યાઓ છે. અમે આકલન કરી રહ્યા છીએ કે આ બલૂનને કારણે શું જોખમ હોઈ શકે છે. અધિકારીને ટાકીને AFPએ જણાવ્યું હતું કે બલૂન થોડા દિવસો અદાઉ US એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. ફાઈટર જેટ્સે આ બલૂનને ત્યારે શોધી કાઢ્યું જ્યારે તે મોન્ટાના ઉપરથી ઉડી રહ્યું હતું. પેન્ટાગોને કહ્યું હતું કે અમે આના પર કોઈ કાર્યવાહી નથી કરી કારણ કે નીચેના લોકોને નુકસાન થવાની સંભાવના હતી.

    પેન્ટાગોનના પ્રવક્તા પેટ રાઈડરે કહ્યું હતું કે બલૂન હાલમાં કોમર્શિયલ એર ટ્રાફિક સ્પેસ પરથી પસાર થઈ રહ્યું છે. હાલમાં, તેણે જમીન પર કોઈપણ પ્રકારનું લશ્કરી અથવા ભૌતિક જોખમ ઉભુ કર્યું નથી. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!