• દેશના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમની કાર્યવાહીના જીવંત પ્રસારણનો પ્રારંભ

    રાષ્ટ્રીય 27-9-2022 11:05 AM
    • કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ સુપ્રીમની વેબસાઈટ પર જઈને જોઈ શકાશે
    દિલ્હી

    સુપ્રીમ કોર્ટની કાર્યવાહી હવે તમે ઘરે બેઠા લાઈવ જોઈ શકશો. સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં યોજાનારી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગનો મંગળવારથી પ્રારંભ થયો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. ત્રણ બંધારણીય બેન્ચની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ. દેશની સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી સુનાવણી અને દલીલોને સામાન્ય જનતા હવે ઘરે બેઠા જોઈ શકશે. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

    હકીકતમાં આ પગલું સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા માટે લેવામાં આવ્યું છે. અગાઉ 26 ઓગસ્ટે તત્કાલિન CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચની કાર્યવાહીનું વેબકાસ્ટ પોર્ટલ દ્વારા જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે એક ઔપચારિક કાર્યવાહી હતી, કારણ કે જસ્ટિસ રમના એ જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા હતા.

    સુપ્રીમ કોર્ટમાં ત્રણ બંધારણીય બેન્ચ દ્વારા અલગ-અલગ કેસોની સુનાવણી કરાઈ હતી. CJI UU લલિતની આગેવાની હેઠળની બંધારણીય બેંચ આર્થિક અનામતના મામલાની સુનાવણી કરી હતી. જ્યારે, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારો પર દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદની સુનાવણી કરી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચ બાર કાઉન્સિલના નિયમો સાથે જોડાયેલા મુદ્દા પર સુનાવણી કરી હતી.

    26 સપ્ટેમ્બર 2018ના રોજ, સુપ્રીમ કોર્ટની 3-જજની બેન્ચે જાતીય અપરાધો અને વૈવાહિક વિવાદો સાથે સંકળાયેલા સંવેદનશીલ કેસો સિવાય સર્વોચ્ચ અદાલતમાં સુનાવણીના લાઇવ-સ્ટ્રીમિંગને મંજૂરી આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટમાં લાઇવ-સ્ટ્રીમિંગ વ્યવહારમાં અપનાવવામાં આવ્યું નથી. પરંતુ કર્ણાટક, ગુજરાત, ઓડિશા સહિત ઘણી હાઈકોર્ટ તેમના સંબંધિત સત્તાવાર યુટ્યુબ પર સુનાવણીનું જીવંત પ્રસારણ કરી રહી છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!