• પંજાબ સામે જીતવા છતાં હાર્દિક પંડ્યાનની ભુલના કારણે, મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટનને લાખો દંડ.
    સ્પોર્ટ્સ 19-4-2024 11:51 AM
    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગુરુવારે પંજાબ કિંગ્સ સામે આઈપીએલ 2024ની 33મી મેચમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કરી રહેલો હાર્દિક નિર્ધારિત સમયમાં બોલિંગની 20 ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

    બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને 18 એપ્રિલે PCA ન્યૂ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ જાળવી રાખવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે."

    સ્લો ઓવર રેટ સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં હાર્દિક પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સના અન્ય ખેલાડીઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

    મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને નવ રનથી હરાવ્યું હતું. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.1 ઓવરમાં 183 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સિવાય પંજાબ તરફથી કોઈપણ બેટ્સમેન 21 રનથી વધુ રન બનાવી શક્યો નહોતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!