•  પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સુરતમાં રૂ.3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

    મુખ્ય શહેર 23-9-2022 01:41 PM
    • મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું 29 સપ્ટેમ્બરે લોકાર્પણ, ખાતમુહૂર્ત 
    અમદાવાદ

    વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ચાલુ મહિના અંતમાં પીએમ ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

    આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.  સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ સાથે જ, રૂ.9.53 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડ્રીમ સિટીના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી ડ્રીમ સિટીના કુલ રૂ.369.60 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

    ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-1 અને ફેઝ-2 સંબંધિત રૂ.400 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે. 

    રૂ.139 કરોડના ખર્ચે નવો બાયોડાયવર્સિટી પાર્ક બનશે
    વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયોડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. આ બાયોડાયવર્સિટી પાર્કમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઇલ્સ બનાવવામાં આવશે. અહીંયા કુલ 85 જાતની વિવિધ વનસ્પિતઓ તેમજ 6 લાખ જેટલાં વિવિધ વૃક્ષો અને છોડવાંઓ રોપવામાં આવશે. રૂ.139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. ઉપરાંત, પાર્કની જાળવણી, બાગાયત તેમજ હાઉસ કીપીંગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!