• નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ઈલેકટ્રોનિકસ નિકાસ ૨૪% વધી ૨૯.૧૦ અબજ ડોલર.
    વ્યાપાર 19-4-2024 10:34 AM
    નાણાં વર્ષ ૨૦૨૩માં ૨૩.૬૦ અબજ ડોલરની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ઈલેકટ્રોનિકસ નિકાસ ૨૪% વધી ૨૯.૧૦ અબજ ડોલર રહ્યાનું સરકારી આંકડા જણાવે છે. દેશમાં તૈયાર થતાં મોબાઈલ ફોનની વિશ્વબજારમાં માગ વધવાને પરિણામે ગયા નાણાં વર્ષમાં ઈલેકટ્રોનિકસ માલસામાનનો નિકાસ આંક વધીને ૨૯.૧૦ અબજ ડોલર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો. ઈલેકટ્રોનિકસની કુલ નિકાસમાં મોબાઈલ ફોનનો હિસ્સો ૫૩% રહ્યાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. ટોચના દસ ક્ષેત્રોમાં ઈલેકટ્રોનિકસની નિકાસમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.

    મોબાઈલ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૩૮% વધી ગયા નાણાં વર્ષમાં ૧૫.૫૦ અબજ ડોલર રહી છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં મોબાઈલ ફોનનો નિકાસ આંક ૧૧.૧૦ અબજ ડોલર રહ્યો હતો અને ઈલેકટ્રોનિકસની એકંદર નિકાસમાં તેનો હિસ્સો ૪૭% જેટલો રહ્યો હતો.નાણાં વર્ષ ૨૦૨૪માં દેશમાંથી માલસામાનની એકંદર નિકાસ વાર્ષિક ધોરણે ૩% નીચી રહી હતી. માલસામાનની એકંદર નિકાસ ૪૩૭.૦૬ અબજ ડોલર રહી હતી. જ્યારે સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૩૩૯.૬૨ અબજ ડોલર રહ્યો હતો.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!