• વંદે ભારત ટ્રેનના ટ્રેક પર પ્રાણી ન આવે તે માટે ફેન્સિંગ કરાશે
    ગુજરાત 3-12-2022 01:39 PM
    • અકસ્માતની ઘટનાઓ બાદ રેલવે મંત્રાલયનો નિર્ણય, 264 કરોડનો ખર્ચ કરાશે
    વંદે ભારત ટ્રેનના રૂટ પર રખડતા પશુઓ ન આવી જાય અને અકસ્માતથી બચી શકાય તે માટે રેલવે વિભાગ દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચેના રૂટમાં ફેન્સિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા 620 કિલોમીટરના ટ્રેકની બન્ને બાજુ લોખંડના કાંટાળા તારથી ફેન્સિંગ કરાશે. જેના માટે 264 કરોડો ખર્ચ કરવામાં આવશે. મહત્વનું છે કે ટ્રેનના પ્રારંભ બાદ થઈ રહેલા અકસ્માતના પગલે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

    વેસ્ટર્ન રેલ્વે (WR)એ કહ્યું છે કે તે આવતા વર્ષે મે સુધીમાં મુંબઈ-અમદાવાદ રૂટ પર ફેન્સીંગ લગાવી દેશે. ચર્ચગેટ ખાતે રેલવે ઝોન હેડક્વાર્ટર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે 620 કિલોમીટર લાંબા રૂટ પર ફેન્સીંગ બનાવવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જેના પર રૂ. 264 કરોડનો ખર્ચ થવાનો છે. .

    ત્રીજી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બરે ગુજરાતના ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની વચ્ચે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં ચાર વખત પશુઓ સાથે અથડાઈ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!