• સારો માણસ ? પહેલીવાર પિયર આવેલા વનીતાબેન માબાપને ભેટી રડી પડ્યા: તેજ દફતરી
    આર્ટિકલ 18-5-2022 07:42 AM

    તેજ દફતરી

     ગયા લેખમાં આપણે જોયું હતું કે કેવી રીતે ભારતની સર્ટિ-ઇન (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે હેકિંગ થયાના 6 કલાકની અંદર સાયબર સુરક્ષાની ટીમને હેકીંગ ની જાણ કરવી જરૂરી છે. હવે આપણે આ લેખમાં જોઈશું કે કેવી રીતે ભારતમાં VPN પર પ્રતિબંધ લગાવવાથી લોકો નવા VPN નિયમોનું પાલન કરે તેવી શક્યતા છે. 

    ભારત દેશમાં VPN સેવાઓ માટે કેટલાક નવા નિર્દેશો સાથે સરકાર દ્વારા નોટિસ બહાર કાઢવામાં આવી છે. CERT-IN એ નવા નિયમો જારી કર્યા છે અને તે એટલા મુશ્કેલ છે કે તેઓ દેશની મોટાભાગની VPN સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ તરફના પ્રથમ પગલા રૂપે જોઈ શકાય છે.
    વિશ્વભરની અમુક સરકારોને વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક ઉર્ફે VPN પસંદ નથી. કારણકે એમાં દેશો એવું માને છે કે VPN એ કોઈપણ સરકાર માટે મોટી સમસ્યા છે. જે દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની રીત પર દેખરેખ રાખવા અને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે તેંને તે રોકે છે. ઉદાહરણ તરીકે ચાઇના, VPN ને ધિક્કારે છે કારણ કે તે તેના નાગરિકોને કેટલાક કિસ્સાઓમાં ગ્રેટ ફાયરવોલને બાયપાસ કરવા દે છે. મોટાભાગના સાઉથ-ઇષ્ટ એશિયાના દેશો, જેમકે , UAE પણ VPN ને ધિક્કારે છે કારણ કે તેઓ લોકોને સેન્સરશીપને બાયપાસ કરવા દે છે. રશિયા, તાજેતરમાં યુક્રેન સાથેના તેના યુદ્ધ પછી, VPN ને નફરત કરવાનું શરૂ કર્યું છે કારણ કે તેઓ રશિયન નાગરિકોને સમાચાર વેબસાઇટ્સ ઍક્સેસ કરવાની મંજૂરી આપતા હોય છે કે જેના ઉપર રશિયા એ પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતે ગયા અઠવાડિયે VPN સેવાઓનું નિયમન કરતા કેટલાક નવા નિયમોને જાહેર કર્યા પછી, આપડે કહી શકીએ કે ભારત સરકારને પણ VPN આટલું પસંદ નથી.

    પરંતુ તે હજુ સુધી તે પૂર્ણ રીતે અમલમાં આવેલ નથી. ભારત માટે તેના ઉપર ક્લીન બ્રેક મુકવી વધુ મુશ્કેલ બને છે. કારણ કે ઉપર જણાવેલ દેશોની જેમ ભારતમાં તાનાશાહી સરકાર નથી. ભારતમાં VPNs પર સંપૂર્ણ પ્રતિબંધ શા માટે મુશ્કેલ છે તેમાંના અન્ય કારણ એ છે કે ભારત ચીન, રશિયા અથવા UAE કરતાં ઇન્ટરનેટ અને વૈશ્વિક IT સેવાઓ અને અર્થતંત્ર સાથે વધુ ગાઢ રીતે જોડાયેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતે દેશમાં VPN ને કેવી રીતે રોકી શકે છે. તેમાં સાવચેત રહેવાની જરૂર છે. અને ગયા અઠવાડિયે CERT-IN નિયમો સાથે, તેની સાવચેતી રાખવામાં આવી રહી છે. જોકે ભારતમાં VPN સેવાઓ પર સંપૂર્ણ અવરોધ આવી રહ્યો છે.

    સર્ટ ઈન ના નિયમો નીચે મૂજબ છે: 
    - સેવાઓની ભરતી કરતા ગ્રાહકો અને ગ્રાહકોના માન્ય નામ
    - તારીખો સહિત ભાડાની અવધિ
    - VPN વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા (અથવા) ને ફાળવેલ IP
    - VPN સેવાઓનો ઉપયોગ કરવાનો હેતુ
    - માન્ય સરનામું અને સંપર્ક નંબરો
    - VPN સબ્સ્ક્રાઇબર્સની માલિકીની પેટર્ન
    VPN સેવાઓ કેવી રીતે કાર્ય કરે છે તેનાથી પરિચિત કોઈપણ વ્યક્તિને તરત જ ખ્યાલ આવશે કે આ નિયમો કોઈપણ રીતે વાજબી નથી. હકીકતમાં, એવું લાગે છે કે તેઓ આ નિયમોને એવી રીતે ઘડવા માંગે છે કે જેથી તેઓનું પાલન ન થઇ શકે.
    આપને VPN માટે જોઈતી કોઈપણ માહિતી માટે આપ લેખકનો સંપર્ક કરી શકો તેમ છો.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!