•  ICC ટી20 રેન્કિંગઃ ભારત પ્રથમક્રમે યથાવત આજે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મુકાબલો
    સ્પોર્ટ્સ 27-9-2022 09:13 AM
    ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીત્યા બાદ ઘરઆંગણે વધુ એક શ્રેણી વિજય માટે ભારત ફેવરીટ
    મુંબઈ

    ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ પહેલા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 2-1થી હરાવી આઈસીસી ટી-20 રેન્કિંગમાં પ્રથમક્રમ જાળવી રાખ્યો છે. આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ થશે, તિરુઅંતનપુરમમાં પ્રથમ મુકાબલ યોજાશે. 

    રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ હવે 268 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને ભારતે બીજા ક્રમે રહેલી ઇંગ્લેન્ડની ટીમ સામે સાત પોઇન્ટની સરસાઈ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડના 261 પોઇન્ટ છે. ભારત સામેની શ્રોણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને એક પોઇન્ટનું નુકસાન થયું છે અને તે 250 રેટિંગ પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.

    પાકિસ્તાન-ઇંગ્લેન્ડ સામેની તેની વર્તમાન શ્રેણી 2-2થી સરભર છે અને સાત મેચની શ્રેણીની બાકીની ત્રણ મેચો હવે લાહોરમાં રમાવાની છે. ઇંગ્લેન્ડ શ્રેણી વિજય મેળવી ભારતની નજીક પહોંચવા માગશે. પાકિસ્તાન અત્યારે સાઉથ આફ્રિકા સાથે ટી20 રેન્કિંગમાં 258 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે પરંતુ ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય મેચ જીતીને તે બીજા ક્રમે પહોંચી શકે છે. જો ઇંગ્લેન્ડ આ ત્રણેય મેચમાં એક વિજય પણ હાંસલ કરે તો તે બીજા ક્રમે યથાવત્ રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ પાંચમા ક્રમાંકે છે. 
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!