• કચ્છના કેરા આવેલું લાખેશ્વર મંદિર જાળવણી કરાય તો કચ્છના પ્રવાસ ક્ષેત્રે વધુ એક પિંછુ ઉમેરાય.
    ગુજરાત 18-4-2024 10:43 AM
    ભુજ

    ભુજ તાલુકાના કેરા ખાતે અતિ પ્રાચિન એવું ભગવાન શીવનું મંદિર આવેલું છે. જે લાખેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે.બેજોડ બાંધણીનો ઉત્કૃષ્ટ નમુનો ધરાવતું આ મંદિરનો રીનોવેશન કરવામાં આવે તો કચ્છના પ્રવાસનમાં એક પિછું ઉમેરાય તેમ છે. આ મંદિરનો બાંધકામ એટલું બેજોડ કરવામાં આવ્યું હતું કે, બે બે ભુકંપનો સામનો કરવા છતાં પણ આજે ઉભું છે. જો કે, ભુકંપના કારણે ખાસ્સું એવું નુકશાન પણ થયું છે.

    ભગવાન શીવને સમર્પીત એક શીવાલય ભુજ તાલુકાના કેરામાં આવેલું છે. જે લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે. કેરાના કિલ્લા કેરાકોટને અડીને આવેલા આ મંદિરને ઈ.સ.૧૮૧૯ અને ર૦૦૧ માં આવેલા ભુકંપે ખાસ્સું એવું નુકશાન પહોંચાડયું છે.તેમ છતાં આ મંદિરનું શિખર, ગર્ભગૃહ અને શિલ્પ સૃથાપત્યો આજે પણ આકર્ષક સિૃથતીમાં ઉભા છે. કેરાના આ શિવ મંદિરનું બાંધકામ ૧૦ મી સદીમાં સોલંકી વંશ દ્વારા કરાયું હોવાનો અંદાજ છે. જો કે અમુક સૃથળે ૯મી થી ૧૧મી સદીમાં બંધાયેલો હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

    સૃથાપત્યનો બેજોડ નમુનેદાર આ શીવ મંદિર ની અત્યારે માત્ર ઉત્તર દિશાની દિવાલ નામશેષ રહી છે. પ્રદક્ષીણા માટે બનાવવામાં આવેલા ગલીયારામાં પતૃથરોમાં કોતરેલી બે જાળીઓ માંથી પ્રાકૃતિક રોશની મંદિરની અંદર અજવાળા પાથરે છે.ત્યારે આ મંદિરની દિવાલો ઉપર સુંદર રીતે કોતરેલા શિલ્પો પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતીઓ પણ શોભામાં વાધારો કરે છે. સંકુલની આસપાસ યક્ષોની ઘણી મુર્તિઓ પણ આવેલી છે.અહિં પરંપરાગત રીતે મેળાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. બે - બે ભુકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા આ મંદિરની યોગ્ય રીતે જાળવણી કરી પૌરાણીક બાંધકામની શૈલી મુજબ જો રીનોવેશન કરવામાં આવે તો કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ પણ આ બેજોડ નમુનેદાર દસમી સદીના બાંધકામ શૈલી ધરાવતા શીવાલય એવા લાખેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આવે. અને નવી પેઢી પણ ધાર્મિક શ્રધૃધાની સાથે સાથે ઐતિહાસીક સૃથાપત્યના વારસા થી વાકેફ થાય તેમ છે.અને પ્રવાસન ક્ષેત્રે પણ વેગ મળે તેમ છે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!