• અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ટિકટોક-પબજી પર પ્રતિબંધ લગાવ્યો
    આંતરરાષ્ટ્રીય 20-9-2022 11:07 AM
    • આગામી ત્રણ મહિનામાં બન્ને એપને પ્રતિબંધિત કરી દેવામાં આવશે
    કાબૂલ

    અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ટિકટોક અને પબજી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. યુવાનો ગેરમાર્ગે દોરાતા હોવાનું જણાવી તેના પર આગામી ત્રણ મહિનામાં ટિકટોક એપ અને પબજી ગેમિંગ એપ બેન કરી દેવામાં આવશે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અગાઉ એપ્રિલમાં ઈસ્લામી ગ્રુપે આ એપ્સને બેન કરવાની ઘોષણા કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે, આ એપ્સથી અફઘાની યુવકો ભટકી રહ્યા છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તાલિબાન પ્રવક્તા ઈનામુલ્લા સમાંગાનીએ કહ્યું કે, ટિકટોક અને પબજી પર બેન લગાવવું જરુરી છે. કારણ કે આ એપ્સથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. હાલમાં જ સુરક્ષાના ક્ષેત્રે અને શરિયા લૉ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, આ એપ્સને 90 દિવસમાં બેન કરી દેવામાં આવે. સાથે જ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્ધારિત સમયની અંદર આ દિશાનિર્દેશનું પાલન કરવા માટે કહેવાયુ છે .

    2.3 કરોડ વેબસાઈટ્સ કરી ચુક્યા છે બ્લોક
    આ અગાઉ તાલિબાને અફઘાનિસ્તાનમાં ખરાબ સાહિત્ય વાળી 2.3 કરોડથી વધારે વેબસાઈટને બ્લોક કરી ચુક્યું છે. આ ઉપરાંત તાબિલાન મ્યૂઝિક, ફિલ્મ અને ટેલીવિઝનના કેટલાય એન્ટરટેનમેંન્ટ પ્રોગ્રામ્સ પણ બેન કરી ચુક્યું છે.

અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!