• જુનાગઢમાં પોલીસે અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
    મુખ્ય સમાચાર 31-1-2023 08:45 AM
    જુનાગઢ

    જુનાગઢમાં સાંજના ધરા નગર ખાતે પીસીઆર ઇન્ચાર્જ ઈમ્તિયાઝ ભાઈ નાઓપેટ્રોલિંગમાં હતાં દરમ્યાન એક બહેન એકદમ ઘુમસુમ હોય અને ચિંતામાં હોય તેવું જણાયેલ તેથી તે બહેનને પૂછતાછ કરતા કંઈ જવાબ આપતા ન હોય જેથી પીસીઆર માં બેસાડી અ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે લાવી વાઢેર સાહેબને જાણ કરતા

    સાહેબે એક કલાક સુધી બહેનની પૂછપરછ કરતા બહેને ફક્ત ખાખરાળી ગામના હોવાનું જણાવેલ અને ઝઇંઅગ બોલતા હોય જેથી લજ્ઞજ્ઞલહય માં સર્ચ કરી થાનગઢ તાલુકા નું ખાખરાળી ગામ હોવાનું જણાય આવેલ જેથી તાત્કાલિક થાનગઢ પી.આઇ. નો નંબર મેળવી તેમની પાસેથી વેરીફાઇ કરાવી તેમના પતિનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને બહેનને રહેવા માટે સખી વન સ્ટોપ ખાતે સગવડ કરી આપેલ,

    તેમના પતિ રણછોડભાઈ આવી અને જણાવેલ કે મારા પત્ની શારદાબેન છે અને અસ્થિર મગજના છે ઘરેથી કોઈને કહ્યા વગર ત્રણ દિવસથી નીકળી ગયેલ છે જેથી તેઓને તેમના પત્ની મળી જતા ભાવુક થઈ ગયેલ અને પોલીસનો આભાર માનેલ આમ પોલીસે પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!