• વિચારોના નભમાં : ઓ સજના બરખા બહાર આઈ...: નીલમ દોશી
    આર્ટિકલ 22-7-2022 12:49 PM
    નીલમ દોશી

    જયરાજ કોલેજનાં ડિબેટ હોલમાં આજે ચર્ચાઓનાં અવાજ ને બદલે વરસાદના મોસમમાં યોજાતા મલ્હારના કાર્યકર્મમાં વિધાર્થી નીતા અને અમરની વચ્ચે વરસાદી ગીતોની હરીફાઇ હતી.

    નીતાએ શ્રોતાઓની સમક્ષ પોતાના મધૂર અવાજથી ફિલ્મી ગીત ગાવાની શરૂઆત કરી :ઓ…… ઓ સજના બરખા બહાર આઈ, રસકી ફુવાર લાઈ, અખિયોંમેં પ્યાર લાઈ …..

    ગીતના જવાબમાં અમરે પોતાના ચહીતા ગાયક મુકેશનું ગીત :  બરખા રાની જરા ઝુમકે બરસોં મેરા દિલબર જા ન પાએ ઝુમકે બરસોં……આ ગીત સાંભળતા જ નીતા શરમાઈ ગઇ હતી. આખરમાં પ્રોગ્રામના અંતિમ ગીત ગાવાના સમયે,  પ્યાર હુવા ઈકરાર હુવા હે પ્યારસે ફિર ક્યું ડરતા હે દિલ… પરદા ઉપર રાજકપૂર અને નરગીસ પર ફિલ્માયેલું આ ગીત ગાતા નીતા અને અમર એકબીજાને દિલ દઇ બેઠાં હતા. લગ્નની પાંચમી વર્ષગાંઠએ નીતા સતત કામમાં રહેતાં પતિ અમર ઓફિસેથી આવે તે પહેલા રાજરાણીની જેમ તૈયાર  થવાનું વિચારી રહી હતી.અને હકીકતમા તે અપ્સરા જેવી તો ..

    નીતા વિચારતી હતી કે અમર ઘણા સમયથી નીતાને બદલે ઓફિસનાં કામમાં જ ગળાડુબ રહેતો હતો. કોલેજકાળમાં નીતાની આજુબાજુ જ અમરની દુનિયા હતી. નીતા માટેની પાંચ મિનીટની રાહ પણ  અમરને પાગલ બનાવી દેતી હતી. હવે તો નીતા ઓફિસને પોતાની સૌતન સમજતી હતી કારણ કે અમર રજાનાં દિવસોમાં પણ ફોન પર રહી કેટલાનો ઓર્ડર ,માલનું પ્રોડકશન અને નફાની જ વાતો કરતો હતો. આંકડાની માયાજાળમાં ડૂબેલો અમર  વિશ્વસુંદરી જેવી પત્ની નીતા તરફ નજર પણ માંડતો ન હતો. રીસાયેલી નીતાને મનાવવા અમર ફિલ્મી અદાથી નીતુ કહી ,પ્રેમનાં ગીતો ગાઇને  નીતાને હસાવતો આ આનંદી  સ્વભાવને કારણે તો નીતાએ અમરને લગ્ન માટે પસંદ કર્યો હતો,પણ આજે અમરની શુષ્કતાને કારણે નીતાને જિંદગી નીરસ લાગી રહી હતી . તે અમરનાં પ્રેમ માટે તડપતી હતી.

    હાથમાં મોટા  લિફાફા સાથે ઘરમાં પ્રવેશતાં નીતુ કહી પ્રેમથી આલિંગનમાં લઇ તસતસતું ચુંબન આપી નીતાનાં  હોઠને ગુલાબી કરતાં નીતા આનંદથી ઝૂમી ઉઠી હતી.

    લિફાફામાં મળેલી ભેટ એટલે નીતાનાં નામનો દરિયા કિનારે ખરીદેલો આલીશાન બંગલો. 

    નીતાને ભૌતિકસુખ આપવાની ઇચ્છાને પૂર્ણ કરવાનાં  કાર્યમાં એકાગ્રતા કેળવતા તે નીતા પ્રત્યે બેદરકાર રહ્યો હતો. વિરહની અગ્નિમાં તપતાં નીતાએ અમરનાં અગાધ પ્રેમને અનુભવ્યો અને પ્રેમભર્યા સ્પર્શથી મળતાં સંતોષનું મૂલ્ય સમજાયું હતું.
    અમર નીતાનાં કોમલ હાથને સહજતાથી પોતાના મજબૂત હાથમાં પકડી બેડરૂમની  તરફ જઇ રહ્યો હતો.  ઘરની બહાર મોસમનો ઝરમર વરસાદ વરસતો હતો પણ બેડરૂમમાં તો અમર અને નીતા પ્રેમનાં ધોધમાર વરસાદને ઝીલતાં પ્રેમનાં પરિમલથી ભીંજાઈ રહ્યાં હતાં. દૂરથી રેડિયામાં વાગી રહ્યું  હતું : “ચલો દિલદાર ચલો ચાંદકે પાર ચલો...... હમ  હે તૈયાર ચલો....”.અને  નીતાનું મન બોલી રહી રહ્યું હતું:

    એૈસે રીમઝીમ મિલો સજન પ્યાસે પ્યાસે મેરે નયન, તેરે બીન ખ્વાબમેં ખો ગઇ સાવલી સલોની ઘટા જબ જબ છાંયે   અખિયોંમેં રૈના ગઇ નિંદિયા ન આયે  ઓ………. સજના બરખા બહાર આઈ.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!