• ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ
    સ્પોર્ટ્સ 18-11-2022 10:20 AM
    વેલિંગ્ટન

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. વેલિંગ્ટનમાં મેચ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી.  જો કે એક સમયે વરસાદ અટકી જતાં મેચ શરૂ થવાની આશા જન્મી હતી. પરંતુ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં એક પણ બોલ ફેંકાયા વગર મેચ રદ કર વામાં આવી હતી.  બીજી T20 મેચ 20 નવેમ્બરે રમાશે જ્યારે ત્રીજી મેચ 22 નવેમ્બરે રમાશે.ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રોહિતના સ્થાને હાર્દિકને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે કારણ કે નિયમિત કેપ્ટન સહિત અનેક વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ટી-20 શ્રેણી પછી, ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે જેની કેપ્ટનશીપ શિખર ધવન કરશે.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!