• ઇઝરાયેલ ઇરાન સામે લીધો બદલો, ઈરાનના પરમાણુ ઠેકાણાં પર તાબડતોબ છોડી મિસાઈલો
    આંતરરાષ્ટ્રીય 19-4-2024 09:27 AM
    ઇઝરાયેલ ઇરાન સામે બદલો લેવાની શરૂ કરી દીધું છે. ઇઝરાયેલ ઇરાન અનેક ઠેકાણ મિસાઈલો છોડી, ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

    ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.

    આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.  ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

    સીએનએનના અહેવાલ મુજબ ઈઝરાયેલે હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું નથી. ઈઝરાયેલે અમેરિકાને કહ્યું કે તે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી રહ્યું નથી. નોંધનિય છે કે, ઈરાન પર ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે નેતન્યાહુ ચોક્કસપણે બદલો લેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે,  ઈરાનના ઘણા પરમાણુ સ્થળો તેમના લક્ષ્યોથી બહાર છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની યોજનાની ચર્ચા સર્વત્ર થઈ રહી હતી. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ઈઝરાયેલના આ સંભવિત હુમલાને લઈને પહેલાથી જ એલર્ટ પર હતી. IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાને લઈને ચિંતિત છે.

    ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ હુમલો શુક્રવારે સવારે થયો હતો. ઈસાફહાન શહેરમાં એરપોર્ટને પણ નિશાન બનાવાયા હોવાની માહિતી છે. ત્યાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. આ શહેરમાં અનેક ન્યૂક્લિયર પ્લાન્ટ આવેલા છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ અહીં જ ચાલી રહ્યો છે. હુમલાની માહિતી મળતાં જ અનેક ફ્લાઈટ ડાઇવર્ટ કરાઈ હતી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!