• ખુદા હાફિઝ એક્ટ્રેસ શિવાલિકા ટુંકમાં લગ્ન કરશે
    મુખવાસ 6-2-2023 10:08 AM
    • દ્રશ્યમ-2 ફિલ્મના ડાયરેક્ટર સાથે લગ્ન કરવા તૈયાર
    બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભેરેલી ખુદા હાફિઝ ફિલ્મની અભિનેત્રી શિવાલિકા હવે ટુંક સમયમાં લગ્ન કરશે. તે દ્રશ્યમ- 2 ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2ના ડાયરેક્ટર અભિષેક પાઠક પણ લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શિવાલિકાની સાથે ગોવામાં 8-9 ફેબ્રુઆરીએ લગ્ન કરવાના છે. અભિષેક પાઠક અને શિવાલિકા ઘણા સમયથી એકબીજાને જાણે છે. બંનેની પહેલી મુલાકાત ખુદા હાફિઝ ફિલ્મના સેટ પર થઈ હતી. ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. લાંબો સમય ડેટ કર્યા બાદ શિવાલિકા અને અભિષેકે 24 જુલાઈ 2022એ સગાઈ કરી હતી. અભિષેકે શિવાલિકાને તુર્કીમાં રોમાન્ટિક અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. અભિષેક પાઠક બોલીવુડના દિગ્ગજ નિર્માતા કુમાર મંગત પાઠકના પુત્ર છે. શિવાલિકાએ પણ પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. બાદમાં શિવાલિકા એક્ટિંગ તરફ આગળ વધી. એક્ટ્રેસ પહેલીવાર 2019 માં 'યે સાલી આશિકી' માં જોવા મળી અને બાદમાં તે 'ખુદા હાફિઝ' ના બંને પાર્ટ્સમાં લીડ રોલમાં જોવા મળી.
અન્ય સમાચારો...
Image
કોફીનો સૌથી મોટો કપ 18,000 લિટરથી વધુ હતો.
image
કેટલાક લોકો સવારે કોફીના કપ વિના કામ કરી શકતા નથી. જો કે, અત્યાર સુધીના સૌથી મોટા કપ કોફીનું સેવન કોઈ કરી શક્યું નથી, જે 18,012.07 લિટર હતું. 2018 માં વર્લ્ડ રેકોર્ડની કમાણી કરીને, કોફી એક કપમાં આવી જે 3.36 મીટર ઉંચો અને 3 મીટર વ્યાસનો હતો. તેને બનાવવામાં આખો મહિનો 22 લોકોને લાગ્યો!